Ahmedabad,તા.૧
Ahmedabad સહિત સમગ્ર રાજ્યના વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના આ સમયમાં અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ કંપની દ્વારા સીધો રૂ. ૯૪.૦૨નો વધારો કરી દેવાતા દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના માસિક બજેટ ખોરવાઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે મોંઘવારીથી બચવા માટે સીએનજી વાહન પર પસંદગી ઉતારનારા વાહનચાલકો પર હવે આ વધારાથી બમણો માર પડ્યો છે.
આ ભાવવધારા બાદ હવે અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો રૂ. ૯૪.૦૨ એ પહોંચી ગયો છે. આ વધારા પહેલાં સીએનજીનો જૂનો ભાવ પ્રતિ કિલો રૂ. ૯૦.૦૨ હતો. અગાઉ જૂનો ભાવ ૯૦.૦૨ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે નવો ભાવ ૯૪.૦૨ રૂપિયા પ્રતિ કિલો કરાયો છે. આ સીધા રૂ.૯૪.૦૨ના વધારાને કારણે રોજના સો-બસો કિલોમીટરનું ડ્રાઇવિંગ કરતા વાહનચાલકો પર મહિને હજારો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડશે. ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગની ચિંતામાં તીવ્ર વધારો થયો છે.
સીએનજીના ભાવ વધતાની સાથે જ તેની સીધી અસર રોજીંદી રાઇડ્સ અને ટ્રાન્સપોર્ટેશન પર પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો પોતાના ગણતરી ખોરવાતા હવે મુસાફરી ભાડામાં વધારો કરવાની માંગ કરી શકે છે, જેની સીધી અસર સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પડશે. માલસામાનની હેરફેર કરતા નાના કોમર્શિયલ વાહનોનું ભાડું વધતા પરોક્ષ રીતે રોજીંદી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે.
ગેસ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ અને નેચરલ ગેસના વધી રહેલા ભાવ તેમજ પુરવઠાના પરિબળોને આગળ ધરીને આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે, સતત વધી રહેલા ભાવને કારણે વાહનચાલકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

