Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Shiva Sankalp માનવતાના કલ્યાણનો મહામંત્ર
    લેખ

    Shiva Sankalp માનવતાના કલ્યાણનો મહામંત્ર

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્વેતા પટેલ (સેતુ)-અમદાવાદ

    ‘‘તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ.‘‘ યજુર્વેદનો આ દિવ્ય મંત્ર ભારતીય સંસ્કૃતિના ચિંતનનું અમૂલ્ય રત્ન છે. તેનો સરળ અર્થ છે  મારું મન હંમેશાં કલ્યાણકારી, શુભ અને પવિત્ર સંકલ્પોથી પરિપૂર્ણ રહે. અહીં ’શિવ’નો અર્થ માત્ર દેવાધિદેવ મહાદેવ નથી, પરંતુ કલ્યાણ, મંગલ, સત્ય અને ચૈતન્ય પણ છે. જ્યારે મનુષ્યનું મન શુભ સંકલ્પોથી ઉજ્જવળ બને છે, ત્યારે તેનું જીવન માત્ર વ્યક્તિગત સફળતા સુધી સીમિત રહેતું નથી; તે સમગ્ર સમાજના કલ્યાણનું કારણ બને છે.

    માનવજીવનનો આધાર મન છે. મનમાં જન્મેલો એક વિચાર જ આગળ જઈને સંકલ્પ બને છે, સંકલ્પ કર્મમાં પરિણમે છે અને કર્મ જીવનનું ભાગ્ય ઘડે છે. તેથી જ આપણા ઋષિઓએ મનની પવિત્રતા પર વિશેષ ભાર મૂક્યો છે. જે મનમાં દયા છે, ત્યાં કરુણા છે; જ્યાં કરુણા છે, ત્યાં સેવા છે; જ્યાં સેવા છે, ત્યાં સાચું શિવત્વ છે. તેથી શિવ સંકલ્પ એટલે પોતાના જીવનને સત્ય, પ્રેમ, કરુણા, સહનશીલતા અને પરોપકારથી પ્રકાશિત કરવાનો દૃઢ નિશ્ચય.

    ભગવાન શિવનું સમગ્ર વ્યક્તિત્વ આપણને આ જીવનમાર્ગ શીખવે છે. તેઓ હિમાલયની નિર્ભેળ શાંતિમાં વસે છે, છતાં સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે સદાય જાગૃત રહે છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ બહાર આવ્યું ત્યારે સમગ્ર બ્રહ્માંડને વિનાશથી બચાવવા માટે ભગવાન શિવે તે વિષ પોતે પીધું અને નીલકંઠ બન્યા. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચો મહાન માણસ પોતાનો લાભ નહીં, પરંતુ વિશ્વના કલ્યાણને પ્રથમ સ્થાન આપે છે. શિવનો આ ત્યાગ અને સમર્પણ જ સાચા અર્થમાં શિવ સંકલ્પનું જીવંત સ્વરૂપ છે.

    આજનો યુગ વિજ્ઞાન અને ટેકનેલોજીનો યુગ છે, પરંતુ તેની સાથે માનવજીવનમાં અનેક સમસ્યાઓ પણ વધી છે. હિંસા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, સ્વાર્થ, પર્યાવરણનું પ્રદૂષણ, અસહિષ્ણુતા અને મૂલ્યોનો હ્રાસ માનવજાત સામે ગંભીર પડકાર બનીને ઉભા છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર કાયદાથી કે ટેકનેલોજીથી શક્ય નથી. તેના માટે મનુષ્યના અંતરમાં શિવ સંકલ્પનું જાગરણ જરૂરી છે. જ્યારે વ્યક્તિ પોતાના વિચારોને શુદ્ધ બનાવે છે, ત્યારે સમાજ આપોઆપ શુદ્ધ બનવા લાગે છે.

    વિદ્યાર્થીઓ માટે શિવ સંકલ્પ જીવનની સફળતાની ચાવી સમાન છે. નિયમિત અભ્યાસ કરવો, સમયનો સદુપયોગ કરવો, માતા-પિતા અને ગુરુજનોનો આદર કરવો, વ્યસનોથી દૂર રહેવું, પ્રકૃતિનું સંરક્ષણ કરવું અને દેશના જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ કરવો  આ બધું જ શિવ સંકલ્પનું વ્યવહારિક સ્વરૂપ છે. આવા સંકલ્પોથી વિદ્યાર્થી માત્ર પરીક્ષામાં જ નહીં, પરંતુ જીવનની દરેક કસોટીમાં સફળ બની શકે છે.

    ભારતીય સંસ્કૃતિમાં ’વસુધૈવ કુટુંબકમ્’નો મહાન વિચાર પણ શિવ સંકલ્પનો જ વિસ્તાર છે. સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને જીવવું, કોઈ પ્રત્યે દ્વેષ ન રાખવો, દરેક જીવમાં ઈશ્વરનું દર્શન કરવું અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવું  આ બધું જ શિવના કલ્યાણમય દર્શનને સાકાર કરે છે. જ્યારે સમાજનો દરેક વ્યક્તિ પોતાનાં અધિકારો સાથે પોતાના કર્તવ્યોનું પણ નિષ્ઠાપૂર્વક પાલન કરે છે, ત્યારે સાચા અર્થમાં શિવ સંકલ્પનું ફળ પ્રાપ્ત થાય છે.

    શિવ સંકલ્પનો અર્થ માત્ર પ્રાર્થના કે ઉપાસના નથી. તે જીવન જીવવાની એક દૃષ્ટિ છે. દરેક દિવસની શરૂઆત એક સારા વિચારથી કરવી, કોઈના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરવો, મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને મદદ કરવી, સત્ય બોલવું, પ્રામાણિકતા જાળવવી અને સમાજ માટે ઉપયોગી બનવું  આ બધું જ શિવ સંકલ્પના વ્યવહારિક રૂપો છે. નાનાં-નાનાં શુભ કાર્યો જ મળીને મહાન પરિવર્તન સર્જે છે.

    અંતમાં એટલું જ કહી શકાય કે શિવ સંકલ્પ એ જીવનને ઉજ્જવળ બનાવતો આંતરિક પ્રકાશ છે. તે આપણને માત્ર સારા માણસ બનવાનું નહીં, પરંતુ સારા સમાજ અને સારા રાષ્ટ્રના નિર્માતા બનવાનું પણ શીખવે છે. આજે વિશ્વને સૌથી વધુ જરૂર શસ્ત્રોની નથી, પરંતુ શુભ વિચારોની છે; સંપત્તિની નથી, પરંતુ સંસ્કારોની છે; શક્તિની નથી, પરંતુ શિવ સંકલ્પની છે. તેથી આપણે સૌએ દરરોજ પોતાના અંતરમાં એક જ પ્રાર્થના કરવી જોઈએ‘‘તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ.‘‘અર્થાત્‌?  મારું મન સદા શુભ, પવિત્ર, કલ્યાણકારી અને માનવતાના હિતમાં કાર્ય કરનારા સંકલ્પોથી પરિપૂર્ણ રહે.

     

    Shweta Patel (Setu)-Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતંત્રી લેખ…ચર્ચાને બદલે હોબાળો
    Next Article પ્રારબ્ધ સામે પરિશ્રમની દાસ્તાન
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026
    ધાર્મિક

    શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે

    September 18, 2026
    લેખ

    ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ

    September 15, 2026
    લેખ

    સભ્યતા, સંસ્કાર અને સમર્પણની ભૂમિ એટલે India

    September 15, 2026
    લેખ

    Rishi Panchami અને સામા પાંચમ ઋષિ સંસ્કૃતિનું પૂજન-વૈચારિક ક્રાંતિ અને ગુરૂઋણ સ્વીકારનું દિવ્ય પર્વ

    September 14, 2026
    લેખ

    મંગળવારે Rishi Panchamiનુ વ્રત રહેવાથી જીવનના બધા અશુભ દોષો નાશ પામે છે

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 23:10
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.