આરોપીઓને 11 – 11 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ – ત્રણ માસની જેલનો હુકમ
Rajkot,તા.06
શહેરના સહકાર રોડ, નજીક નારાયણનગર વિસ્તારમાં સીટ કવરની દુકાનમાંથી પ્લાયવુડના કટિંગનો ભુક્કો ઉડવા બાબતે થયેલી બોલાચાલીમા વેપારી વડે હુમલો કર્યા અંગેના કેસમાં અદાલતે ધંધાર્થી પિતા પુત્રને એક એક વર્ષની સજા અને દંડનો હુકમ ફરમાવ્યો છે.
વધુ વિગત મુજબ શહેરનાસહકાર રોડ, નારાયણ નગર શેરી નં. ૪, મધુસુદનમા રહેતા અને નારાયણનગર મેઈન રોડ, મયુર એન્ટરપ્રાઈઝ દુકાનમાં દાનાભાઈ ભગવાનભાઈ ગોગરા-બોરીચા હતા ત્યારે પાડોશમાં સીટ કવરની દુકાનમાં બે ધંધાર્થી ફુટપટ્ટી ઉપર લાકડાની પ્લાયવુડ મશીનથી કાપતા હોય જેનો છોલ મયુર એન્ટરપ્રાઇઝ દુકાનમાં આવતો હોય, જેથી દાનાભાઈએ છોલ પોતાની દુકાનમાં ઉડે નહીં તે રીતે પ્લાયવુડ કાપવાનું કહેતા, બંને કારીગરોએ એકદમ ઉશ્કેરાઈ જઈ, દાનાભાઈની દુકાનમાં આવી, ઝધડો કરી માર મારી ઈજા કર્યાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાંતારીખ ૦૬- ૦૯- ર૦રરના રોજ સાંજે ફરીયાદ આપતાં પોલીસે મનસુખ અરજણ ભાઈ જેઠવા અને સંદીપ મનસુખભાઈ જેઠવા સામે ગુન્હો નોંધીને તપાસના અંતે આરોપીઓ વિરુધ્ધ ઈ.પી.કો. કલમ ૩ર૪, ૩ર૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ (૧) મુજબના ગુન્હા સબબનુ ચાર્જશીટ કર્યું હતું.
આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષ તરફથી સરકારી વકીલ અમરભાઈ પરમારે પંચ, તપાસનીશ પોલીસ અધિકારી, તબીબ સહિત 11 સાહેદોને તપાસ્યા હતા. તેમજ પ્લાયવુડનો છોલ ન ઉડે તેવી રીતે કામ કરવાનું કહેવાની નજીવી બાબતે પિતા પુત્ર હુમલો કર્યા અંગે અદાલતમાં બંને આરોપીઓને તેમના ગુના મુજબ સજા કરવાની દલીલો કરી હતી. જે ધ્યાને લઇ ૯મા અધિક ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટ કિરીટકુમાર વાઘેલાએ આરોપીઓ મનસુખ જેઠવા સંદીપભાઈ જેઠવા બંનેને તકસીરવાર ઠરાવી પ્રત્યેક આરોપીએ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૧૦ હજાર દંડ, કલમ ૩૨૩ અન્વયેના ગુન્હામાં પ્રત્યેક આરોપીને છ માસની સાદી કેદની સજા તથા રૂા. ૧,૦૦૦ દંડ પેટે ભરવા, જો આરોપીઓ દંડ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ અમરભાઈ પરમાર રોકાયા હતા.

