Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    • Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ
    • Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
    • Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો
    • Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત
    • Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો
    • Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»સંકલ્પથી શ્રદ્ધા સુધી… Trinetreshwar Mahadevના શિખરે ૩૬મી વાર લહેરાશે સોલંકી પરિવારની બાવન ગજની ધજા
    લેખ

    સંકલ્પથી શ્રદ્ધા સુધી… Trinetreshwar Mahadevના શિખરે ૩૬મી વાર લહેરાશે સોલંકી પરિવારની બાવન ગજની ધજા

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ત્રણ દાયકાની અવિરત શ્રદ્ધા ૧૯૭૧માં પિતાએ લીધેલા સંકલ્પથી શરૂ થયેલી પરંપરા, ૧૯૯૦થી લઈને અવિરત ૩૬ વર્ષથી નિઃશુલ્ક ધજા સેવાને આગળ ધપાવતી નવી પેઢી

    આલેખન: ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલા પૌરાણિક Trinetreshwar Mahadev મંદિરના સાન્નિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાવાની તૈયારીઓ શરૂ થતાં જ ભાવિકો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તરણેતરના મેળાની આગવી પરંપરાઓમાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવાની પરંપરા પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પરંપરાને જાળવી રાખતાં સુરેન્દ્રનગરના સોલંકી પરિવાર દ્વારા છેલ્લાં ૩૬ વર્ષથી મંદિર માટે બાવન ગજની ધજા નિઃશુલ્ક તૈયાર કરવામાં આવે છે.

    તરણેતરના મેળાની ઓળખ બનેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર જ્યારે વિશાળ ધજા પવન સાથે લહેરાય છે, ત્યારે તેની સાથે વર્ષોની આસ્થા, સંકલ્પ અને પરંપરાની ગાથા પણ જીવંત બને છે. આ ધજા પાછળ સુરેન્દ્રનગરના એક પરિવારની ત્રણ દાયકાથી વધુ સમયની અવિરત શ્રદ્ધા જોડાયેલી છે. સુરેન્દ્રનગરની બહુચર હોટલ પાસે રહેતા કેયુર પ્રફુલભાઈ સોલંકી પોતાના પરિવારની આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. દર વર્ષે નવી કલ્પના, આગવી ડિઝાઇન અને કલાત્મક કારીગરી સાથે તૈયાર થતી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે.

    સોલંકી પરિવારની આ ધાર્મિક સેવા પાછળ વર્ષ ૧૯૭૧માં લેવાયેલો એક સંકલ્પ રહેલો છે. કેયુરભાઈના પિતાએ તે વર્ષે ત્રિનેત્રેશ્વર મહાદેવ માટે ધજા બનાવવાનો સંકલ્પ લીધો હતો. લાંબા સમયની સાધના અને સંકલ્પ બાદ વર્ષ ૧૯૯૦માં આ કાર્ય પૂર્ણ થયું. ત્યારથી ધજા બનાવવાની અને અર્પણ કરવાની પરંપરા સતત આગળ વધી રહી છે. વર્ષ ૧૯૯૦થી શરૂ થયેલી આ અવિરત શ્રદ્ધાયાત્રામાં આ વર્ષે કેયુરભાઈ પોતાની ૩૬મી ધજા અર્પણ કરવા જઈ રહ્યા છે.

    દર વર્ષે ધજાને આગવી ઓળખ આપવા માટે તેની ડિઝાઇનમાં નવીનતા લાવવામાં આવે છે. આ વર્ષે તૈયાર કરાયેલી ધજામાં કેસરી રંગના કાપડ પર ટિક્કાની સુંદર અને કલાત્મક ડિઝાઇન ઉપસાવવામાં આવી છે. ધજાના મધ્યભાગમાં વાદળી રંગનો ૐ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તેની ફરતે કાંગરાવાળી બોર્ડર તૈયાર કરવામાં આવી છે. બીલીપત્રના પાનની ઝીણવટભરી ડિઝાઇન દ્વારા ધજાની ધાર્મિક ભાવનાને વધુ સુંદર અભિવ્યક્તિ આપવામાં આવી છે.

    આ વર્ષની કલાત્મક ધજાનું વજન આશરે સાડા સાત કિલો છે. તેના નિર્માણમાં કારીગરોને સતત પંદર દિવસ જેટલો સમય લાગ્યો છે. વિશાળ કદની ધજા તૈયાર કરવા માટે કાપડની પસંદગી, માપણી, કટિંગ, સિલાઈ અને કલાત્મક સજાવટ સહિતની વિવિધ પ્રક્રિયાઓમાં ઝીણવટપૂર્વક કામગીરી કરવામાં આવે છે. ધાર્મિક ભાવનાને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવાની સાથે ધજાની મજબૂતી અને શિખર પર લહેરાતી વખતે તેનું સંતુલન જળવાઈ રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

    સોલંકી પરિવારની આ પરંપરામાં દર વર્ષે નવી થીમને સ્થાન આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં નંદી, હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાય જેવાં પવિત્ર ચિહ્નો અને સંદેશ સાથે ધજાઓ તૈયાર કરવામાં આવી છે. દરેક ધજા પાછળ અલગ વિચાર, કલ્પના અને કારીગરીનો સમન્વય જોવા મળે છે. આ રીતે ધાર્મિક આસ્થાની સાથે પરંપરાગત કારીગરી અને સર્જનાત્મકતાને પણ જીવંત રાખવાનું કાર્ય થઈ રહ્યું છે.

    ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર લહેરાતી બાવન ગજની ધજાનું માપ પણ ધાર્મિક અને ખગોળીય માન્યતાઓ સાથે જોડાયેલું છે. કેયુરભાઈની સમજણ મુજબ બાવનનો આંકડો બ્રહ્માંડનાં મુખ્ય તત્ત્વોના સંકલનનું પ્રતીક માનવામાં આવે છે. ૨૭ નક્ષત્ર, ૧૨ રાશિ, ૪ દિશા અને ૯ ગ્રહોના આંકડાનો સરવાળો બાવન થાય છે. આ ધાર્મિક ગણિતના આધારે ધજાનું માપ બાવન ગજ રાખવામાં આવે છે.

    ભારતીય ધાર્મિક પરંપરામાં નક્ષત્રો, રાશિઓ, દિશાઓ અને ગ્રહોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આકાશીય વ્યવસ્થા સાથે જોડાયેલાં આ તત્ત્વોને એકસાથે સાંકળતો બાવનનો આંકડો ત્રિનેત્રેશ્વર મહાદેવની ધજા સાથે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તેથી બાવન ગજની ધજા માત્ર વિશાળ કદનું ધાર્મિક પ્રતીક જ નથી, પરંતુ પરંપરાગત માન્યતા અને સાંસ્કૃતિક આસ્થાની અભિવ્યક્તિ પણ છે.

    તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને પરંપરાગત જીવનશૈલીનું આગવું પ્રતિબિંબ છે. મેળામાં દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે. મંદિરના શિખર પર લહેરાતી બાવન ગજની ધજા મેળાના ધાર્મિક વાતાવરણને વિશિષ્ટ બનાવે છે. આ ધજા સાથે જોડાયેલી પરંપરાઓ તરણેતરની સાંસ્કૃતિક વિરાસતને વધુ સમૃદ્ધ બનાવે છે.

    કેયુરભાઈ સોલંકી માટે દર વર્ષે ધજા તૈયાર કરવી એ શ્રદ્ધા અને સેવાનો પ્રસંગ છે. પિતાએ વર્ષ ૧૯૭૧માં લીધેલા સંકલ્પથી શરૂ થયેલી પરંપરા આજે ૩૬મી ધજા સુધી પહોંચી છે. આ સફરમાં સમય બદલાયો, કારીગરીની રીતોમાં પરિવર્તન આવ્યું અને ડિઝાઇનમાં નવીનતા ઉમેરાઈ, પરંતુ ધજા પ્રત્યેની શ્રદ્ધા અડગ રહી છે. નવી પેઢીને પણ આ પરંપરા સાથે જોડીને ધાર્મિક વારસાને આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર બાવન ગજની ધજા લહેરાશે ત્યારે તેમાં કલાત્મક ડિઝાઇનની સાથે સોલંકી પરિવારની દાયકાઓ જૂની શ્રદ્ધા, પિતાનો સંકલ્પ, કારીગરોની મહેનત, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાને જાળવી રાખવાની ભાવના એકસાથે અભિવ્યક્ત થશે. તરણેતરના મેળાની ભવ્યતા વચ્ચે આ ધજા ગુજરાતની જીવંત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાની ગૌરવપૂર્ણ ઓળખ બનીને આકાશમાં લહેરાતી રહેશે.

    Trinetreshwar Mahadev
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBagdanaમાં શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન
    Next Article અતિવૃષ્ટિ અને અકસ્માતની ઘટનાઓમાં સંવેદના સાથે સહાયતા રાશિ અર્પણ કરતા Moraribapu
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ… ઝેરી દારૂનો કહેર

    September 8, 2026
    લેખ

    બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે

    September 7, 2026
    લેખ

    ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ

    September 7, 2026
    લેખ

    તંત્રી લેખ… દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    લેખ

    તંત્રી લેખ…ભારત-ચીન સંબંધો માટે એક નવી દિશા

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,970
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,180
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-09-2026 20:56
    Categories
    Latest News

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026
    Search
    Main News

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.