(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૫ઃ
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલાં અપમૃત્યુના બનાવો બનતા બે પરિણીતા સહીત ચાર લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે જાહેર થવા પામેલ છે.
મધ્યપ્રદેશના વતની અને હાલ સાવરકુંડલા તાલુકાના જીરા ગામે હરેશભાઇ પરશોત્તમભાઇ દુધાત વાડીએ રહેતી રાયકુબેન પુનાભાઇ માવી નામની ૧૯ વર્ષીય પરિણીતા તા.૧૦ ના રોજ બપોરેના ૩ વાગ્યાની આસપાસ જીરા ગામે હરેશભાઇ પરશોત્તમભાઇ દુધાતની વાડીએ પોતે ભાગવી રાખેલ વાડીએ કપાસમા દવા છાંટતા હોય તે દવા ચડતા તેમજ ઝેરી દવા વાળુ ચીભડુ ખાઇ જતા તેણીને ઝેરી અસર સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં લીલીયા ગામે સીવીલપરા વિસ્તારમાં રહેતી હુસૈનાબેન ઇમ્તીયાજભાઇ શેખ નામની ૨૭ વર્ષીય પરિણીતાને તેણીના પતિએ મોબાઇલ જોવાની ના પાડતા તેણીને ક્યાંય ગમતુ ન હોય જેથી મનમા લાગી આવતા ગત તા.૧૨ ના સાંજના આશરે સાતેક વાગ્યે લીલીયામાં, સીવીલપરા પીપળવા રોડ ઉપર ઘઉમા નાખવાનો પાવડર પી જતા તેણીને ઝેરી અસર સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ત્રીજા બનાવમાં રાજસ્થાના વતની અને ધારી તાલુકાના ગોવીંદપુર ગામે ભીખુભાઇ નારણભાઇ કાતરીયાના ડેલ્લે રહેતા અંબાલાલ રૂપસિંહ ડામોર નામના ૪૦ વર્ષીય યુવકને ગત તા.૧૪ ના રોજ સાંજના આશરે ૬ થી ૬/૩૦ વાગ્યા દરમ્યાન ગોવીંદપુર ગામે ભીખુભાઇ નારણભાઇ કાતરીયાની વાડીએ ઓરડી પાસે કોઇપણ કારણસર ઇલેકટ્રીક શોક લાગવાથી તેમનું સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
જયારે ચોથા અને અંતિમ બનાવમાં મધ્યપ્રદેશના વતની અને હાલ લાઠી તાલુકાના ઇગોરાળા પ્રવિણભાઇ આસોદરીયાની વાડીએ રહેતા રિકેશભાઇ દિનેશભાઇ શીંગાડા નામના ૧૫ વર્ષીય તરૂણ ગત તા.૧૩ ના સવારના આશરે સાડા આઠેક વાગ્યાના સમયે ઇગોરાળા ગામે પ્રવિણભાઇ આસોદરીયાની પાટી સીમ તરીકે ઓળખાતી વાડીએ કોઇ અગમ્ય કારણોસર બેભાન હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

