Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: ટંકારા ઝાલા રાજપૂત સમાજ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે શનાળા ગામે હવન કાર્યક્રમ યોજાયો

    October 6, 2025

    Morbi: અગાઉ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ માર માર્યો

    October 6, 2025

    Morbi: પીપળીયા નજીક ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    October 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: ટંકારા ઝાલા રાજપૂત સમાજ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે શનાળા ગામે હવન કાર્યક્રમ યોજાયો
    • Morbi: અગાઉ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ માર માર્યો
    • Morbi: પીપળીયા નજીક ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
    • Morbi: માળિયાના વેણાસર ગામે વાડામાંથી દારૂની ૨૨ બોટલ સાથે એક ઝડપાયો
    • Morbi: માતાજીની આઠમ ભરવા જતી મહિલાનું ટ્રક કન્ટેનરની ઠોકરે મોત
    • Morbi: ફેકટરીમાં મશીનમાં હાથ આવી જતા ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મોત
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Supreme Court માં ચીફ જસ્ટીસ ગવઈ પર જૂતુ ફેકવા પ્રયાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ડેંગ્યુ વકર્યો – નવા 4 કેસ : છતાં સપ્તાહમાં રોગચાળો ઘટયાનો તંત્રનો દાવો
    રાજકોટ

    Rajkot: ડેંગ્યુ વકર્યો – નવા 4 કેસ : છતાં સપ્તાહમાં રોગચાળો ઘટયાનો તંત્રનો દાવો

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.6
    રાજકોટ શહેરમાં નવરાત્રીના દિવસોમાં ડબલ ઋતુ અને વરસાદી વાતાવરણના કારણે રોગચાળો વધતો દેખાયો છે. પરંતુ કોર્પોરેશનના ચોપડે રોગચાળામાં ઘટાડો જાહેર થતો રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયાનું જાહેર કરવા સાથે પણ ડેંગ્યુના ચાર નવા કેસ આવ્યા છે. જે સાથે ચાલુ 2025ના વર્ષમાં ડેંગ્યુએ ફિફટી ફટકારી દીધી છે.  સપ્તાહમાં રોગચાળાના કુલ 1555 કેસ નોંધાયા છે.

    આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તા.29-9થી 5-10 સુધીના સપ્તાહમાં ડેંગ્યુના નવા ચાર કેસ આવતા આ વર્ષમાં કુલ દર્દીઓનો આંકડો 50 ઉપર પહોંચ્યો છે. તો મેલેરીયા અને ચીકનગુનીયાના કોઇ નવા કેસ આવ્યા નથી.

    અઠવાડિયામાં શરદી-ઉધરસના 701, સામાન્ય તાવના 717, ઝાડા-ઉલ્ટીના 126 દર્દીની નોંધ થઇ છે. તો ટાઇફોઇડના 3 અને કમળો તાવના 4 નવા દર્દી ચોપડે ચડયા છે. મચ્છર ઉત્પતિમાં બેદરકારી બદલ 374 મિલ્કતધારકોને નોટીસ ફટકારવામાં આવી છે.

    પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં કુલ 493 કલોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું જે તમામ સેમ્પલમાં કલોરીનની માત્રા મળી હોવાનું જાહેર કરાયું છે.

    મહાપાલિકાએ જાહેર કરેલી વિગત મુજબ ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થગળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

    વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહ દરમ્યાન 30994 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 746 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

    ડેંગ્યુ  રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો પર ચકાસણી કરીને બેદરકારી બદલ બાયલોઝ અંતર્ગત નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી  ચાલુ છે.

    જેમાં  રહેણાક સિવાય અન્ય 542 મિલ્કતોમાં  મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી અને રહેણાંકમાં 182 અને કોર્મશીયલ 192 આસામીને નોટીસ આ5વામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.

    પાણીજન્ય રોગોથી બચવા આટલું કરો
    ♦ પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં 20 મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું.
    ♦ પીવાના 20 લીટર પાણીમાં 1 ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.
    ♦ તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં દરરોજ નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
    ♦ ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો.
    ♦ ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો.
    ♦ વાસી ખોરાક અથવા પલડી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી.
    ♦ ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા, દૂધ ઉકાળીને પીવું.
    ♦ ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ પીવડાવો.
    ♦ નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર લેવી.
    ♦ ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો.

     

    Dengue outbreak Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    પુરવઠાની સ્ટેટ વિજીલન્સ Rajkot સહિત રાજ્યભરમાં ત્રાટકી

    October 6, 2025
    રાજકોટ

    Rajkot: ટીજીએમ હોટલમાંથી ધોરાજીના એડવોકેટના મોબાઇલની ચોરી

    October 6, 2025
    રાજકોટ

    Rajkot:લોધિકાના અભેપર ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ત્રણ શખ્સની ધરપકડ

    October 6, 2025
    રાજકોટ

    Rajkot: વિજ સબ સ્ટેશનમાંથી ચોરી કરી ફરાર થયેલ તસ્કર દેરડીથી ઝડપાયો

    October 6, 2025
    રાજકોટ

    Rajkot: ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો અમદાવાદનો પંટર ઝડપાયો

    October 6, 2025
    રાજકોટ

    રાષ્ટ્રપતિ Draupadi Murmu ગુરૂવારે રાજકોટમાં : રાત્રી રોકાણ કરશે : શુક્રવારે સાસણ જશે

    October 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: ટંકારા ઝાલા રાજપૂત સમાજ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે શનાળા ગામે હવન કાર્યક્રમ યોજાયો

    October 6, 2025

    Morbi: અગાઉ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ માર માર્યો

    October 6, 2025

    Morbi: પીપળીયા નજીક ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    October 6, 2025

    Morbi: માળિયાના વેણાસર ગામે વાડામાંથી દારૂની ૨૨ બોટલ સાથે એક ઝડપાયો

    October 6, 2025

    Morbi: માતાજીની આઠમ ભરવા જતી મહિલાનું ટ્રક કન્ટેનરની ઠોકરે મોત

    October 6, 2025

    Morbi: ફેકટરીમાં મશીનમાં હાથ આવી જતા ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મોત

    October 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: ટંકારા ઝાલા રાજપૂત સમાજ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે શનાળા ગામે હવન કાર્યક્રમ યોજાયો

    October 6, 2025

    Morbi: અગાઉ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ માર માર્યો

    October 6, 2025

    Morbi: પીપળીયા નજીક ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    October 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.