(કિરીટ જોટવા દ્વારા)
Vadiya
Vadiya કુંકાવાવ તાલુકામાં ગેરકાનૂની પ્રવુતિઓ જાણે મન મૂકીને ખીલી હોય તેમ વડિયા કુંકાવાવ તાલુકાના કુંકાવાવ મોટી ગામેથી અમરેલી એલસીબીએ બાતમીના આધારે ઇંગલિશ દારૂ ઝડપ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ દેરડી કુંભાજી ગામ તરફથી કુંકાવાવ તરફ આવતી એક સ્વીફ્ટ કારમાં ઇંગલિશ દારૂની વહન થાય છે તેવી બાતમી અમરેલી એલસીબી ને મળતા તેમને વોચ ગોઠવી કારને રોકાવતા તે કાર વાળી ભાગતા તેનો પીછો કરી ઝડપી પડતા તે સ્વીફ્ટ કાર માંથી ૩૪૬ નંગ ઇંગલિશ દારૂની બોટલ જેની કિંમત ૧૮૩૨૮૪/-થવા જાય છે.
આ સાથે એક મોબાઈલ અને સ્વીફ્ટ કાર મળી કુલ ૪,૯૩,૨૮૪/- નો મુદ્દામાલ ઝડપ્યો છે. અને વડિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આ કારમાં સવાર બે શખ્સ પૈકી એક શખ્સ સાગર અરજણભાઈ થળેચાની ધરપકડ કરવામાં આવી છે જયારે રવિરાજ બદરુંભાઈ વાળા નામનો શખ્સ નાસી જવામા સફળ રહ્યો હતો. વડિયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વહન થતા દારૂ પર ઊંડી તપાસ કરવામાં આવે તો ઉપરના ભાગે થી દારૂ અન્ય વિસ્તારોમાં પણ સપ્લાય થયો હોઈ શકે? ત્યારે પોલીસ સઘન તપાસ હાથ ધારે તો ચોક્કસ વધુ દારૂ ઝડપાઈ શકે છે. અમરેલી એલસીબીની રેડ થી બુટલેગરો માં ફાફડાટ ફેલાતો જોવા મળી રહ્યો છે.

