ક્રાઇમ બ્રાન્ચે દારૂ, કાર મળી રૂ. ૫.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ચાલકની શોધ
Rajkot તા.૫ઃ
શહેરના રૈયા રોડ પર ખોડીયાર હોટલ પાછળ અલ્કાપુરી સોસાયટીના ખૂણેથી દારૂ ભરેલી સ્વિફટ કાર મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારમાંથી રૂપિયા ૨.૫૨ લાખનો ૧,૦૩૬ બોટલ દારૂનો જથ્થો અને કાર સહિત રૂપિયા ૫.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ ભરેલી કાર અહીં રેઢી મૂકી નાસી જનાર બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.રૈયા રોડ પર ખોડિયાર હોટલ પાછળ અલકાપુરી શેરી નંબર ૧/૧૨ના ખૂણે અંકલેશ્વર મહાદેવ મંદિરના ગેટ પાસેથી રેઢી પડેલી સ્વિફટ કાર નંબર જીજે ૧ ડબલ્યુડી ૮૨૯૪ માં તપાસ કરતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી રૂપિયા ૨,૫૨,૪૬૮ ની કિંમતનો ૧૦૩૬ બોટલ દારૂનો જથ્થો અને કાર સહિત રૂપિયા ૫,૫૨,૪૬૮ નો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂ ભરેલી કાર અહીં રેઢી મૂકી નાસી જનાર બુટલેગરને ઝડપી લેવા કારના નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

