સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ, બાળકી સહિત ૪ ગંભીર
(હરપાલસિંહ જાડેજા દ્વારા)
Rajkot તા.6
શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે ‘દાવત બેવરેજીસ’ પાસે સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો.જેમાં ૨૫ વર્ષીય પૂજા રાજગોર નામની યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કારનો કુરચો બોલી ગયો છે.
આ દુર્ઘટનામાં ૫ વર્ષની બાળકી સહિત અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.અકસ્માતમાં જીવ ગુમાવનાર પૂજા રાજગોર, રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માતના માત્ર ૨૧ કલાક પહેલા જ પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા પુરુષ સાથે ‘કપલ ફોટો’ સ્ટોરીમાં શેર કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો છે.

