Author: Vikram Raval

પતિ, સાસુ અને જેઠ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ; સોનાના દાગીના લઈ લીધા હોવાનો પણ આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને જેઠ સામે દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેંદીબેનના નિકાહ તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અકબરભાઈ કાસમભાઈ જખરા સાથે મુસ્લિમ શરિયત મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ જામનગરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નશાની હાલતમાં ઘરે આવી પતિએ બોલાચાલી કરતાં પત્નીએ ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી નશામાં ધૂત પતિને ઝડપી લઈ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. શંકરટેકરી કાદરીચોક વિસ્તારમાં રહેતી ભાવિશાબેન ભીખુભાઈ ઘેડિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૪ સપ્ટેમ્બરના બપોરના આશરે બે વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના પતિ ભીખુભાઈ મોરજીભાઈ ઘેડિયા, ઉંમર ૪૦ વર્ષ, નશાની હાલતમાં ઘરે આવી બોલાચાલી કરવા લાગ્યા હતા.આથી ભાવિશાબેને ૧૧૨ નંબર પર ફોન કરતાં પોલીસની ટીમ ઘરે પહોંચી હતી અને ભાવિશાબેન તથા તેમના પતિ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ Jamnagar તાલુકાના દરેડ ગામમાં પ્રેમસંબંધના મામલે ૧૬ વર્ષના કિશોરની હત્યા નિપજવાના પ્રકરણમાં પકડાયેલા ચારેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલો ધોકો ઉપરાંત મોબાઇલ ફોન વગેરે કબજે કર્યા છે. દરેડ ગામના બસ સ્ટેશન સામે રહેતા ૧૬ વર્ષીય સાગર રમેશભાઈ ખરા અને પાડોશમાં રહેતા દિનેશ જેઠાભાઈ ગોહીલની પુત્રી વચ્ચેના પ્રેમસંબંધ ના ચકચારી પ્રકરણમાં પ્રેમિકાના પિતા દિનેશ જેઠાભાઈ ગોહીલ, તેનો ભાઈ જગદીશ જેઠાભાઈ ગોહીલ, દિનેશનો મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ તથા અભી અગ્રાવતે મળી ચારેય શખ્સોએ સાગરને ધોકા વડે માર મારી હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ પીયુષ રમેશભાઈ ખરા…

Read More

ટ્રકની પોલીસી નં. ડી૦૧૯૧૫૫૧૫૨માં વીમાની મુદત સહિતની વિગતો બદલી હોવાનું ખુલ્યું , અમરેલીના યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગરમાં અકસ્માત વળતર મેળવવા અંગેના કોર્ટ કેસમાં અસલ વીમા પોલીસીમાં છેડછાડ કરી તેની મુદત સહિતની વિગતોમાં ફેરફાર કરીને બનાવટી વીમા પોલીસી તૈયાર કરી કોર્ટમાં સાચી તરીકે રજૂ કરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. વીમા કંપનીના રેકર્ડની ચકાસણી દરમિયાન બનાવટી પોલીસીનો પર્દાફાશ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે રાજકોટ ખાતે રહેતા અને ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ વિભાગમાં સિનિયર એસોસિયેટ તરીકે ફરજ બજાવતા નિસાર ફતેહમામદ જાડેજા (ઉંમર ૪૨)એ પોલીસમાં ફરિયાદ…

Read More

૧.૦૪ લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ શખ્સો ઝડપાયા; ઓડિશાના સપ્લાયર સહિત બેની શોધખોળ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે કાનાલુશ ગામમાં દરોડો પાડી રહેણાંક ઓરડીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૭૯૫ ગ્રામ, કિંમત રૂ. ૮૯,૭૫૦, તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧,૦૪,૭૫૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની દિશામાં તપાસ હાથ ધરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને સેવન સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ કાલાવડ તાલુકામાં ખેતરમાં પાણીની મોટર ચાલુ કરી ખેતરમાં જતા એક શ્રમિકને અચાનક હાર્ટ એટેક આવતાં બેભાન થઈ ઢળી પડ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસે અકુદરતી મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ કાલાવડ રણુજા રોડ ઉપર ધનાભાઈ કોઠારીની વાડીમાં તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે પોણા બે વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. કુંભનાથપરા, વેલનાથ ચોક, કાલાવડ ખાતે રહેતા ૪૮ વર્ષીય ગોપાલભાઈ જીવાભાઈ ઝીંઝુવાડીયા ખેતરમાં પાણી માટેની મોટર ચાલુ કરી ખેતર તરફ જતા હતા.દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા…

Read More

મિત્રને માર મારવાનો વિરોધ કરતાં ચાર શખ્સોએ યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગરમાં એક યુવકને પોતાના મિત્રને માર મારવાનો વિરોધ કરવો ભારે પડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઢીંચડા વિસ્તારમાં નાયરા પેટ્રોલપંપ પાસે ચાર શખ્સોએ એક યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હતી. એટલું જ નહીં, બે શખ્સોએ યુવકના કપડાં ઉતારી નગ્ન હાલતમાં મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીઓએ યુવકની એક્ટિવામાં પથ્થર મારી તોડફોડ કરી તેમજ મોબાઇલ ફોન પણ ફોર્મેટ કરીને નુકસાન પહોંચાડ્યો હતો અને…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ Jamnagar જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ હેત વરસાવ્યું હોવા છતાં શહેરના પીવાના પાણીના મુખ્ય જળસ્રોત એવા રણજીતસાગર અને સસોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ નથી. રણજીતસાગરમાં હાલ આશરે ૨૦થી ૨૫ દિવસ ચાલે તેટલું જ પાણી છે, જ્યારે સસોઈ ડેમમાં માત્ર ૭થી ૮ દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે. પરિણામે શહેર માટે પીવાના પાણીની ચિંતા યથાવત છે. હાલ જામનગર શહેરમાં પ્રતિદિન આશરે ૧૪૭ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. તેમાં સૌથી મોટો આધાર ઊંડ અને આજી ડેમનો છે. ઉપરાંત સસોઈ અને રણજીતસાગર ડેમમાંથી પણ પ્રતિદિન ૨૦ એમએલડીથી વધુ પાણી ઉપાડવામાં આવે છે. નર્મદા કેનાલ મારફતે પણ આશરે ૨૦ એમએલડી…

Read More

અબાલ-વૃદ્ધ સૌ કોઈ સર્કલને જોવા ઉમટી પડ્યા, રિલાયન્સ દ્વારા સર્કલનો નિભાવ પણ કરાશે (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી જામનગર શહેરના હાર્દસમા ટાઉનહોલ સર્કલને આજથી એક નવી અને વિશિષ્ટ ઓળખ મળી છે. આકર્ષક અને સુવ્યવસ્થિત લેન્ડસ્કેપિંગની સાથે વન્યજીવોની વિશિષ્ટ દુનિયા સમા વનતારાની થીમ સાથે વિકસાવવામાં આવેલા આ સર્કલનો લોકાર્પણ સમારોહ રવિવારે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અનુસાર, પીપીપી પ્રોજેક્ટ અંતર્ગત કંપનીએ હાથ ધરેલાં સર્કલ બ્યૂટીફિકેશનની વિશિષ્ટતા એ રહી છે કે, તેમાં શહેરી વિકાસ સાથે પ્રકૃતિ અને વન્યજીવન સંરક્ષણના વિચારનો સુંદર સમન્વય કરવામાં…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૫ઃ મોરબી શહેર અને જીલ્લામાં અવારનવાર હડકાયા કુતરાનો આતંક જોવા મળતો હોય છે શેરીમાં રખડતા કુતરા અવારનવાર નિર્દોષ નાગરિકોને કરડતા હોય છે પરંતુ નીમ્ભર તંત્ર કોઈ નક્કર કામગીરી કરતુ ના હોવાથી નિર્દોષ નાગરિકોને ભોગ બનવું પડે છે આજે માળિયાના નવા અંજીયાસર ગામમાં હડકાયા કુતરાએ છ લોકોને બચકા ભર્યા હતા માળિયાના નવા અંજીયાસર ગામમાં હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે આજે હડકાયા કુતરાએ બાળક સહીત છ વ્યક્તિને બચકા ભર્યા હતા જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગામમાં હડકાયા કુતરાના આતંકને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ભયની સાથે ગ્રામજનોમાં રોષ…

Read More