- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
પેટ્રોલપંપ નજીક બાંધકામ સાઈટ પરથી લાશ મળતા ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ, મૃતક પરપ્રાંતિય હોવાની શંકા, પોલીસ તપાસનો ધમધમાટ Rajkot તા.૧૫ઃ શહેરના રેલનગરમાં આવેલ પેટ્રોલપંપ નજીક બાંધકામ સાઈટ પરથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવાનની હત્યા કરી મૃતદેહને જાહેરમાં ફેંકી દેવાયાની આશંકાને પગલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ આદરી છે. મળતી વિગત મુજબ, રેલનગરમાં સ્થાનિક લોકો દ્વારા પેટ્રોલપંપની સામે એક યુવક બેભાન અથવા મૃત હાલતમાં પડ્યો હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પ્ર. નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને…
૩૦ દિવસમાં ૯% વ્યાજ સાથે વળતર ન ચૂકવે તો વધુ ૩ માસની સજા Rajkot તા.૧૫ઃ શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે હાથ ઉછીની રકમ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે દિલીપભાઈ ડોડીયા ને એક વર્ષની સજા અને ચેકની રકમ રૂપિયા ૪.૭૫ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેન રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નંબર સાતમા રહેતા દિલીપભાઈ ભીખુભાઈ ડોડીયા ને આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા મિત્રતાના દાવે ઝવેરી કિશોરભાઈ ભટ્ટ પાસેથી રૂપિયા ૪.૭૫ લાખ હાથ ઉંછીના લીધા હતા જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય…
રસોઈમાં ઝેરી વસ્તુ પડી ગયાની શંકા, પીએમ રિપોર્ટની રાહ, પડધરી પોલીસે તપાસ હાથ ધરી Rajkot તા.૧૫ઃ ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં રહેતી માસુમ બાળકી ને ગઈકાલે જમવામાં કોઈ ઝેરી પ્રદાર્થ આવી જતા તબિયત લથડી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થતા પડધરી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરની ભાગોળે આવેલ ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં શ્રમિક કામ કરતા શિવાની અરવિંદભાઈ પટેલિયા ઉંમર વર્ષ ૫ વર્ષીય બાળકીએ ઘરે બનાવેલી રસોઈ બનાવી જમ્યા…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૫ઃ અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલાં અપમૃત્યુના બનાવો બનતા બે પરિણીતા સહીત ચાર લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે જાહેર થવા પામેલ છે. મધ્યપ્રદેશના વતની અને હાલ સાવરકુંડલા તાલુકાના જીરા ગામે હરેશભાઇ પરશોત્તમભાઇ દુધાત વાડીએ રહેતી રાયકુબેન પુનાભાઇ માવી નામની ૧૯ વર્ષીય પરિણીતા તા.૧૦ ના રોજ બપોરેના ૩ વાગ્યાની આસપાસ જીરા ગામે હરેશભાઇ પરશોત્તમભાઇ દુધાતની વાડીએ પોતે ભાગવી રાખેલ વાડીએ કપાસમા દવા છાંટતા હોય તે દવા ચડતા તેમજ ઝેરી દવા વાળુ ચીભડુ ખાઇ જતા તેણીને ઝેરી અસર સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. બીજા…
ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા, શેરી નાટક, સંકલ્પ યાત્રા, સેવા સેતુ, રંગોળી રાષ્ટ્ર, ઇનોવેશન ચેલેન્જ જેવા સામાજિક-યોજનાકીય કાર્યક્રમોનું આયોજન Rajkot તા. ૧૫ઃ પ્રજાકલ્યાણ અને પ્રજાભિમુખ નેતૃત્વની નેમ સાથે જનતાના સર્વાંગી વિકાસ માટે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન એક માસ સુધી આ અભિયાન હેઠળ સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે વિવિધ સામાજિક અને યોજનાકીય કાર્યક્રમો યોજાશે. જે પૈકી સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો નીચે મુજબ છે. ૧. ૨૫ કરોડ બાળકોનું સપનું – ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા રાજકોટ ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિકસિત ભારત સંકલ્પ તેમજ ’સેવા તથા…
૮ મહિનામાં ૯,૮૯૯ કોલ, માત્ર ૧૦-૧૧ મિનિટમાં પહોંચે છે PCR વાન (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૫ઃ અમરેલી જિલ્લામાં નાગરિકોની તાત્કાલિક મદદ માટે ૧૧૨ ઈમરજન્સી સેવા ૨૪ કલાક કાર્યરત છે. ૧૧૨ સેવા માત્ર પોલીસની મદદ પૂરતી સીમિત નથી, પરંતુ જરૂરિયાત મુજબ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી વિવિધ ઈમરજન્સી સેવાઓનો લાભ પણ નાગરિકો લઈ શકે છે. અમરેલી જિલ્લામાં ૧૧૨ની અંદાજે ૩૨ ઈમરજન્સી વાન અલગ-અલગ પોઇન્ટ પર કાર્યરત છે. આ સેવાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. અકસ્માત, જાહેર સ્થળે મારામારી, ઝઘડો અથવા અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય ત્યારે ઘટના સ્થળે હાજર વ્યક્તિ પણ ૧૧૨ પર કોલ કરીને જાણ કરી શકે છે.…
સાતોડી, કબડ્ડીથી લઈ લાડવા સ્પર્ધા સુધી રાજ્યના ખૂણે-ખૂણેથી ઉમટેલા ખેલાડીઓ વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ (મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૧૫ઃ ચાલુ વર્ષે પણ સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળા દરમિયાન ’સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણના જણાવ્યા અનુસાર, મેળાના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન હોવા છતાં ખેલાડીઓનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો અને ગોળાફેંકની સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેળાના બીજા દિવસે વાતાવરણને અનુલક્ષીને સાતોડી, કબડ્ડી, વોલીબોલ તેમજ લોકપ્રિય ’લાડવા ખાવાની હરીફાઈ’ જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વડોદરા, સાણંદ, જૂનાગઢ અને સુરત…
આલેખનઃ વિનોદ માછી નિરંકારી સનાતન ધર્મમાં ભગવાન શ્રી Ganeshને સર્વપ્રથમ પૂજનીય,વિઘ્નહર્તા,બુદ્ધિદાતા અને મંગલમૂર્તિ તરીકે સ્થાન પ્રાપ્ત છે.મોટાભાગે સંસાર ભગવાન ગણેશજીના બાળરૂપ,એકદંત સ્વરૂપ અથવા ગજાનન રૂપની જ પૂજા-અર્ચના કરે છે પરંતુ પૌરાણિક સાહિત્યમાં વિશેષ કરીને ’મુદ્ગલ પુરાણ’ અને ’ગણેશ પુરાણ’માં ભગવાન શ્રી ગણેશના વિવિધ યુગોમાં થયેલા મુખ્ય આઠ અવતારોનું અત્યંત ગંભીર અને શાસ્ત્રોક્ત વર્ણન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર આ આઠ અવતારો માત્ર પૌરાણિક કથાના પાત્રો નથી પરંતુ માનવ મન તથા આ સંસારમાં વ્યાપેલી આઠ મુખ્ય આસુરી વૃત્તિઓ મત્સર,મદ,મોહ,લોભ,ક્રોધ,કામ,મમતા અને અહંકારનો નાશ કરી માનવજાતને મુક્તિ અને સાચી સદ્બુદ્ધિનો માર્ગ બતાવવા માટે પ્રગટ થયા હતા. (૧) વક્રતુંડ અવતાર મત્સરાસુરનો સંહાર,દિવ્ય સ્વરૂપ વાંકી…
‘‘જ્યાં સંસ્કાર શ્વાસ બને, સંસ્કૃતિ જીવન બને અને સમર્પણ કર્તવ્ય બનેએ ધરતી એટલે India’’ શ્વેતા પટેલ ’સેતુ’-અમદાવાદ સૂર્યની પ્રથમ કિરણ જ્યારે હિમાલયનાં શિખરોને સ્પર્શે છે, ત્યારે જાણે ભારતની પ્રાચીન સંસ્કૃતિના કપાળે કંકુનો ચાંદલો થઈ જાય છે. ગંગાની ધારા જ્યારે ધરતીને પાવન કરતી વહે છે, ત્યારે તેમાં માત્ર જળ નથી વહેતું, પરંતુ હજારો વર્ષોની સંસ્કૃતિ, આસ્થા, પરંપરા અને માનવતાનો પ્રવાહ વહે છે. રણની રેતીથી લઈને દરિયાની લહેરો સુધી અને ગામડાની માટીની સુગંધથી લઈને મહાનગરોની આધુનિકતા સુધીભારતના દરેક કણમાં એક જીવંત સંસ્કૃતિ ધબકે છે. ભારતને સમજવું હોય તો માત્ર તેના નકશાને જોવો પૂરતો નથી. ભારતને સમજવા માટે તેના લોકોનાં હૃદયમાં ઉતરવું પડે,…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વતની અને હાલ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે રહેતા નિકેશભાઈ ભગવાનભાઈ કરણીયા મહાજનની માલિકીની જોગવડ ગામની જમીન અંગે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરવાનો હુકમ કર્યો છે. કેસની હકીકત મુજબ, નોકેશભાઈ ભગવાનભાઈ કરણીયા ની વડીલો પાર્જિત જમીન જોગવડ ગામે ખાતા નં. ૭૨ તથા સર્વે નં. ૮૪ અને ૩૧૧માં આવેલી હતી. આ જમીન જોગવડ ગામના હૈમતસિંહ દેવુભા કેર તથા હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ કેરને વાવેતર માટે આપવામાં આવી હતી. ત્યારબાદ જમીન ખાલી કરવા જણાવ્યા છતાં બંને વ્યક્તિઓએ જમીન ખાલી નહીં કરી તેમાં મગફળી તથા જુવારનું વાવેતર કરી પાકનો લાભ મેળવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો…
