Author: Vikram Raval

આરોપીએ પ્રથમ હત્યા માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે કરી હતી અને અત્યાર સુધીમાં કુલ ૮૦ લોકોને મોતને ઘાટ ઉતાર્યા Brazil, તા.૧૮ Brazilમાં પોલીસને થાપ આપવા માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડઝનબંધ હત્યાઓના શંકાસ્પદ આરોપીએ ધરપકડથી બચવા સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો હતો. ૩૩ વર્ષીય જોરલાન અલ્વેસ દા સિલ્વા નામના આ શખ્સને પોલીસે મહિલાના કપડાંમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાના જીવનમાં અંદાજે ૮૦ લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે અને આ દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, આ ઘટના…

Read More

ગોળીબારીનું કારણ કે ગોળીબાર કરનારાઓ અંગે હજી સુધી કોઈ માહિતી નથી Baltimore, તા.૧૮ મેરીલેન્ડ રાજ્ય સ્થિત બાલ્ટીમોરમાં બુધવારે રાત્રિએ કેટલાયે લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી છે. પોલીસ જણાવે છે કે પૂર્વ બાલ્ટીમોરના બ્લોક ૧૪૦૦ની ઈસ્ટ ફાયેટ-સ્ટ્રીટમાં આ ઘટના બની હતી. આ ગોળીબારના સમાચારો મળતાં જ પોલીસ તે સ્થળે પહોંચી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી દીધી હતી. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે બાલ્ટીમોરનાં મેયરનાં કાર્યાલયે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં તો માત્ર પાંચ લોકોને જ ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે.બાલ્ટીમોરના પોલીસના જણાવ્યા પ્રમાણે અધિકારીઓને આશરે રાત્રે નવ વાગે ગોળીબારની માહિતી મળી હતી. પોલીસે તુર્ત જ ત્યાં પહોંચી…

Read More

મિશિગન સ્ટેટ પોલીસે ક્રેશ સ્થળની એક માઇલની ત્રિજ્યામાં રહેતા રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો New Delhi, તા.૧૮ અમેરિકાના મિશિગનથી તાજા સમાચાર મળી રહ્યા છે. મિશિગનની ગ્રાન્ડ ટ્રાવર્સ કાઉન્ટીમાં નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ટેક્સાસ એર નેશનલ ગાર્ડનું F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.  અહેવાલ મુજબ, દુર્ઘટના બાદ પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા; તેમને ઈજાઓ થઈ હતી પરંતુ બાદમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું હતું. ટેક્સાસ નેશનલ ગાર્ડની ૧૪૯મી ફાઈટર વિંગ દ્વારા સંચાલિત આ વિમાન અલ્પેના સ્થિત એર નેશનલ ગાર્ડના ‘કોમ્બેટ રેડીનેસ ટ્રેનિંગ સેન્ટર’થી તાલીમ મિશન પર હતું ત્યારે આ ઘટના બની હતી. ટેક્સાસ મિલિટરી ડિપાર્ટમેન્ટે પુષ્ટિ કરી છે કે…

Read More

દેશી દારૂ પીધા બાદ ઘણા લોકો બીમાર પડવા લાગ્યા હતા, શરૂઆતમાં તેમને ઝાંખું દેખાવું, ઉલટી અને માથાનો દુખાવો જેવા લક્ષણો જણાયા હતા, જે અંતે જીવલેણ સાબિત થયા Odigbo, તા.૧૮ Nigeriaના દક્ષિણી રાજ્ય ઓન્ડોમાં ઝેરી દેશી દારૂ પીવાથી ૪૮ લોકોના મોત થયા છે. આ સાથે જ ૧૦૦થી વધુ લોકો ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં ઝેરી દારૂ અંગે તપાસ અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોમાં ઓન્ડો રાજ્યના ઓડિગ્બો અને આઈરેલે સ્થાનિક સરકારી વિસ્તારોમાં બની હતી.દેશી દારૂ પીધા બાદ ઘણા…

Read More

૮૩ વર્ષના Amitabh Bachchan હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૮મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે Mumbai, તા.૧૮ અમિતાભ બચ્ચને પોતાની નિવૃત્તિને લઈને ચાલી રહેલી અટકળો પર સ્પષ્ટતા કરી છે. તાજેતરના બ્લોગમાં તેમણે ‘ટાઈમ ટુ રિટાયર’ વિશે લખતા કેટલાક અહેવાલોમાં તેમણે અભિનય કારકિર્દીમાંથી નિવૃત્તિના સંકેત ગણવામાં આવ્યો હતો. જોકે, અભિનેતાએ જણાવ્યું કે તેમનો ઉલ્લેખ કામ છોડવા અંગે નહીં, પરંતુ રાત્રે સમસર ઉંઘવા જવા અંગે હતો.અહેવાલો સામે આવ્યા બાદ અમિતાભે અખબારની કટિંગ શેર કરીને લખ્યું, “મેં બ્લોગમાં લખ્યું હતું કે ‘ઇટ્‌સ લેટ, ટાઈમ ટુ રિટાયર’… જેનો અર્થ આપણે બધા જાણીએ છીએ—મોડું થઈ ગયું છે, હવે પથારીમાં જવાનો સમય છે.”પોતાની તાજેતરની બ્લોગ પોસ્ટમાં તેમણે…

Read More

Mumbai, તા.૧૮ Alia Bhatt પોતાની માતા સોની રાઝદાન અભિનિત ફિલ્મ ‘ઓમ કા હરી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ પિતા અને ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે જોડાયેલી બાળપણની એક રમૂજી યાદ તાજી કરી હતી. આલિયાએ કહ્યું કે તેનાં પિતાનો વધારે પડતો નાટકીય અંદાજ ઘણી વખત પરિવાર માટે યાદગાર ક્ષણો ઊભી કરી દે છે. પોતાનાં બાળપણની વાત કરતાં આલિયાએ કહ્યું, “મારા પિતા બહુ થિયેટ્રિકલ છે અને ક્યારેક એમાંથી બહુ સારા કિસ્સા બની જાય છે. હું જ્યારે પહેલાં ધોરણમાં હતી ત્યારે મારી સ્પેલિંગ ટેસ્ટ હતી અને કોઈ કારણસર મને ડર હતો કે હું ‘ંરી’નો સ્પેલિંગ ભુલી જઈશ. મારા પિતાએ એ સ્પેલિંગ મારા મગજમાં બેસાડી દેવાનું નક્કી…

Read More

એમ.એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મદુરાઈમાં થયો હતો Mumbai, તા.૧૮ અભિનેત્રી Rashmika Mandanna હવે ભારતીય શાસ્ત્રીય સંગીતનાં દિગ્ગજ ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ ફિલ્મના નિર્માતાઓએ રશ્મિકાને સુબ્બુલક્ષ્મીના પાત્ર માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે. ફિલ્મ સત્તાવાર રીતે ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ લોંચ કરવામાં આવ્યું. આ તારીખ એમ.એસ. સુબ્બુલક્ષ્મીની ૧૧૦મી જન્મજયંતિ પણ છે. ફિલ્મનું દિગ્દર્શન ‘કિંગડમ’ ફેમ ગૌતમ તિન્નનુરી કરશે, જ્યારે અનિરુદ્ધ રવિચંદર ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરશે. લોન્ચ ઇવેન્ટમાં અભિનેતા કમલ હસન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.એમ.એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મદુરાઈમાં…

Read More

આ પ્રસંગે ડિઝાઇનર શિલ્પા રેડ્ડી અને સ્ટાઇલિસ્ટ નીરજા કોના સહિતના નજીકના મિત્રો પણ ઉપસ્થિત રહ્યાં હતાં Mumbai, તા.૧૮ અભિનેત્રી Samantha Ruth Prabhuએ પતિ અને દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૬માં પ્રથમ સંતાનના આગમનની તૈયારી કરી રહેલા દંપતીએ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ પરંપરાગત બૅબી શાવર સેરેમની યોજી હતી. સમંથાએ વિધિની તસવીરો શેર કરવાની સાથે તેની પાછળ રહેલા આધ્યાત્મિક અર્થ વિશે પણ વાત કરી હતી.આ પ્રસંગે સમંથાએ ડાર્ક યલો અને ગોલ્ડ રંગનો પરંપરાગત અનારકલી ડ્રેસ પહેર્યો હતો. પરંપરાગત જ્વેલરી અને વાળમાં તાજા ફૂલો સાથે તેનો લૂક જોવા મળ્યો હતો. રાજ નિદિમોરુ પણ વિધિમાં તેની સાથે…

Read More

Prabhasની છેલ્લી ફિલ્મ ‘ધ રાજા સાબ’ હતી, જેને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો Mumbai, તા.૧૮ Prabhasની આગામી ફિલ્મ ‘ફૌજી’ની રિલીઝ તારીખમાં ફેરફાર થવાની શક્યતા છે. હનુ રાઘવપુડીના નિર્દેશનમાં બની રહેલી આ પિરિયડ એક્શન ડ્રામા અગાઉ ૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં આવવાની હતી. જોકે, ફિલ્મના વ્યાપક પોસ્ટ-પ્રોડક્શન કામને ધ્યાનમાં રાખીને હવે તેની રિલીઝ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી લંબાવવાની ચર્ચા ચાલી રહી હોવાનાં અહેવાલો છે. આ અહેવાલો મુજબ, પ્રભાસ પોતાનું શૂટિંગ ટૂંક સમયમાં પૂરું કરે તેવી શક્યતા છે, પરંતુ ફિલ્મના કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ હજુ બાકી છે. આ ઉપરાંત પોસ્ટ-પ્રોડક્શન માટે પણ સમય જરૂરી હોવાથી નિર્માતાઓ ફેબ્રુઆરી ૨૦૨૭ની રિલીઝ તરફ…

Read More

અભિનેત્રી Mona Singh પોતાની કારકિર્દી અંગે વાત કરી Mumbai, તા.૧૮ અભિનેત્રી Mona Singh પોતાની કારકિર્દી અંગે વાત કરતાં જણાવ્યું છે કે લોકપ્રિય ટીવી પાત્ર ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા માટે તેને મળેલા મોટાભાગના પ્રોજેક્ટ્‌સને ના કહેવાનું પસંદ કર્યું હતું. મોનાના મતે, કલાકારની કારકિર્દી ઘડવામાં ઇન્ડસ્ટ્રીની તકો જેટલો જ ફાળો તેમની પોતાની પસંદગીઓનો પણ હોય છે.‘ જસ્સી જૈસી કોઈ નહીં’માં જસ્સીની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતી બનેલી મોના સિંહે કહ્યું કે આ પાત્રની સફળતા બાદ તેને સતત ‘નેક્સ્ટ ડોર ગર્લ’, મુલ્યો આધારીત સાચો માર્ગ અપનાવતી અને સંવેદનશીલ યુવતી જેવા પાત્રોની ઓફર મળતી હતી. તેઓ કહે છે કે આ કારણે કારકિર્દીના શરૂઆતના તબક્કામાં મળતા રોલ…

Read More