Author: Vikram Raval

પુત્રને ઘરે રમાડવા આવતા શખ્સે પરિણીતાને ધમકાવી દેહ ચૂંથ્યો, હવસખોરની ધરપકડ Rajkot તા.૧૪ઃ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તાબાના વિસ્તારમાં રહેતી પરિણીતા પર પાડોશમાં રહેતા શખ્સે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. અંતે પરિણીતાએ હિંમત દાખવી ફરિયાદ આપતાં સ્થાનિક પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આરોપી ભોગ બનનાર પરિણીતાનો કૌટુંબિક સંબંધી છે. હવસખોર શખ્સ પાડોશમાં જ રહેતો હોય તે અવાર નવાર પરિણીતાના ઘરે  દિકરાને રમાડવા જતો હોઈ તે દરમિયાન એક વખત છેડછાડ કરી લીધી હતી. બાદમાં તેણીને ધમકાવીને દુષ્કર્મ આચરી લીધુ હતું. આ પછી આવુ અવાર-નવાર કરતાં અંતે કંટાળીને મહિલાએ પરિવારજનોને…

Read More

જામનગર-ઉના રૂટની સરકારી બસએ તુલસી ટ્રાવેલ્સની બસને ટક્કર મારતા ડ્રાયવર-કંડક્ટર અને ૧૧ મુસાફરો ઘવાયા Rajkot તા.૧૪ઃ ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામ નજીક મોહનનગર પાસે રવિવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને એસ.ટી. નિગમની બસ વચ્ચે સામસામી જોરદાર ટક્કર થતાં મહિલા મુસાફરનું મોત નીપજ્યું હતું. જ્યારે બન્ને બસના ચાલકો તેમજ ૧૧ મુસાફરો ઘાયલ થયાં હતા. ઘટનાને પગલે સ્થાનિકોં તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરથી ઉના તરફ જઈ રહેલી એસ.ટી. બસ (જેનો નંબર જીજે૧૮ઝેડ ટી૦૮૮૫ છે) અને તુલસી નામની ખાનગી…

Read More

યુવાનના કહેવાથી વિનીત ભટ્ટએ જે કંપનીમાં રૂ. ૧૫ લાખનું રોકાણ કર્યું તેનો માલિક નાણાં લઈને ફરાર થઇ ગયો’તો, હવે પૈસા તારે આપવા પડશે કહી ફટકાર્યો, ગુનો નોંધાયો Rajkot તા.૧૪ઃ શહેરના ઢેબર રોડ પર રહેતા જમીન-મકાનના ધંધાર્થીને રાત્રિના સમયે મળવા બોલાવી મિત્રએ માર માર્યો હતો. યુવાનના કહેવાથી વિનીત ભટ્ટ નામના શખ્સે ક્રાઉડ પાવર નામની પેઢીમાં રૂ. ૧૫ લાખનું રોકાણ કર્યું હતું પણ કંપનીનો માલીક રોકાણના પૈસા લઈને ભાગી જતાં વિનીતએ યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરી યુવાનને મળવા બોલાવી ફડાકા ઝીંકી દીધી હતા. શહેરના ઢેબર રોડ પર લાલ બહાદુર સોસાયટી શેરી નં.-૨ બ્લોક નં. ૨૭/૨ માં રહેતા ૩૦ વર્ષીય જમીન મકાનના ધંધાર્થી…

Read More

કર્મચારી સાથે માથાકૂટ કરી દસ મિનિટમાં તમારું મેડિકલ બંધ કરાવી દેવાની  ધમકી આપી સાગરીતો સાથે ધોકા સહિતના હથિયારો સાથે ધસી આવી ૧૩ કોમ્પ્યુટર, પાંચ સીસીટીવી કેમેરા, ટીવી, પ્રિન્ટરમાં તોડફોડ કરી રૂ. ૩.૨૫ લાખનું નુકસાન સર્જયું Rajkot તા.૧૪ઃ શહેરમાં વધુ એકવાર ખાખીના ખૌફ પર ગંભીર સવાલ ઉભા કરતો બનાવ સામે આવ્યો છે. રૈયા રોડ પર હનુમાનમઢી નજીક આવેલ નજીક દેવપુષ્પ મેડિકલ સ્ટોર ખાતે કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ ધોકા સહિતના હથિયારો સાથે ધસી જઈ ૧૩ કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી રૂ. ૩.૨૫ લાખનું નુકસાન કરી રીતસરનો ભયનો માહોલ ઉભો કર્યો હતો. વધુમાં ટોળકીએ મેડિકલ સ્ટોરના કર્મચારીને પણ ફટકાર્યો હતો. સાજીદ કચરા…

Read More

’ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ અને ઢોલ-નગારાના તાલે બપ્પાની પ્રતિમાની સ્થાપના Rajkot તા.૧૪ઃ શહેર પોલીસ પણ ગણેશજીના રંગે રંગાઈ ગઈ છે. શહેરના પોલીસ હેડક્વાર્ટર, ક્રાઇમ બ્રાન્ચ કચેરી અને વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ ઉચ્ચ અધિકારીઓની કચેરીઓમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ’ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ અને ઢોલ-નગારાના તાલે બપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શહેરની સુરક્ષા કાજે સતત પ્રયત્નશીલ પોલીસ વિભાગના ગણપતિ મહોત્સવનું પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભાવભેર ઉજવણી શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ ડીસીબી કચેરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ સ્થાપનાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની અંદર ભવ્ય પંડાલ તૈયાર…

Read More

નોકરીમાંથી કાઢી નાખ્યાનો ખાર રાખી શબ્બીર સુમરાએ યુવાનને ડરાવી ગુગલ પેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી તેના સાળાએ પણ નાણાં ખંખેર્યા Rajkot તા.૧૪ઃ ગોંડલના પ્રમુખનગરમાં રહેતા યુવાનને ડરાવી-ધમકાવી અગાઉ સાથે નોકરી કરતા શખ્સ અને તેના સાળાએ રૂ. ૪.૦૧ લાખની ખંડણી પડાવી લીધી હતી. નોકરીમાંથી કાઢી મુક્યાનો ખાર રાખી હું તારી માતા અને બહેનને ઉઠાવી લઈશ કહી બેલડીએ નાણાં પડાવ્યા હતા. બાદમાં શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી શબ્બીરના સાળાએ ખંડણી પડાવ્યા છે.મૂળ જૂનાગઢના માખીયાળા ગામના વતની અને હાલ ગોંડલના આશાપુરા ચોકડી નજીક પ્રમુખનગરમાં…

Read More

બેંક કર્મી.ની ઓળખ આપી એટીએમ પીન અને ઓટીપી મેળવી રૂ. ૭.૧૦ લાખની પર્સનલ લોન મેળવી ગઠીયાએ નાણાં ટ્રાન્સફર કરી લીધા, પુત્રને જાણ થતાં બાકીની રકમ બચી ગઈ Rajkot તા.૧૪ઃ ગોંડલમાં નિવૃત રેલ્વેકર્મી સાથે રૂ.૩.૫૮ લાખનું સાયબર ફ્રોડ આચરી લેવામાં આવ્યું હતું. વૃદ્ધને ફોન કરી એસબીઆઈ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી એપ ડાઉનલોડ કરાવી એટીએમ કાર્ડન્ક પાસવર્ડ અને ઓટીપી મેળવી વૃદ્ધના નામે રૂ. ૭.૧૦ લાખની પર્સનલ લોન મંજુર કરાવી નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. સદનસીબે વૃદ્ધના પુત્રને જાણ થતાં અન્ય રકમ બચી ગઈ હતી. સમગ્ર મામલે ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. બનાવ અંગે ગોંડલ શહેરના  ગોકુલ વાટીકા સોસાયટીમાં…

Read More

વડાપ્રધાન મોદીએ શરૂ કરેલો જનસેવાનો યજ્ઞ રાજ્યમાં મુખ્યમંત્રી આગળ વધારી રહ્યા છે: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા Rajkot તા. ૧૪ઃ ’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગોંડલથી પ્રસ્થાન થયેલી ‘‘સોમનાથથી વડનગર બાઇક યાત્રા‘‘ જસદણ તથા વિંછીયા પહોંચી હતી. જ્યાં આટકોટ, જસદણ તથા વિંછીયા ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રીશ્રી રિવાબા જાડેજા તેમજ સાંસદશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા સહિત મહાનુભાવો અને બાઈક યાત્રામાં જોડાયેલા યુવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત મોટા માંડવા, મોટા દડવા, લીલાપુર, હિંગોળગઢ, આટકોટ અને અમરાપુર સહિતના ગામોમાં ગ્રામજનોએ બાઇક યાત્રાનું સ્વાગત કરી યાત્રા-કળશમાં જળ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે આટકોટ-જસદણ ખાતે મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને…

Read More

સ્માર્ટ મીટર – સ્માર્ટ વપરાશ – સ્માર્ટ બચત ટાઈમ ઓફ યુઝ યોજના અંતર્ગત સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધીના વીજ વપરાશ બદલ ગ્રાહકોને મળ્યું રૂ. ૧.૭૦ કરોડથી વધુનું વળતર Rajkot તા. ૧૪ઃ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પી.જી.વી.સી.એલ.) દ્વારા વીજ ગ્રાહકોને આધુનિક, પારદર્શક અને સુવિધાજનક વીજ સેવા પૂરી પાડવાના હેતુથી સમગ્ર પશ્ચિમ ગુજરાત વીજ ઝોનમાં સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પશ્ચિમ ગુજરાત વીજ વિસ્તારમાં ૮.૨૦ લાખથી વધુ સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ પણ સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી વિવિધ ડિવિઝનોમાં વેગવંતી બની છે. કચેરી દ્વારા જણાવ્યા મુજબ,…

Read More

(સલીમ પતાણી દ્વારા) Kotda Sangani તા.૧૪ઃ કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા એક દિવસથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકાભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. કોટડાસાંગાણી તાલુકા પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદ પડેલ છે, જેમાં ભાડવા, રાજપરા, ખરેડા, રાજગઢ, માણેકવાડા, મોટા માંડવા, અરડોઈ, રામોદ, મોટી મેઘણી, ભાડુઈ, સોળીયા અને આણંદપર સહિત અનેક પંથકોમાં ધોધમાર વરસાદ વરસી હોવાના અહેવાલ છે. આ ભારે વરસાદને કારણે કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે ખેડૂતોના ખેતરોના રસ્તાઓ ધોવાઈ ગયા છે તેમજ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ભાડવા ગામે નવા પુલનું કામ ચાલુ હોવાથી તેના માટે…

Read More