- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
મૂલ્યનિષ્ઠ શિક્ષાણ માટે કટિબ્ધ્ધ VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવાગંતુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવની ઉજવણી થઈ હતી. આ પ્રવેશોત્સવમાં બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સ્તરે મોટીવેશનલ સ્પીકર તરીકે નામના ધરાવતા પૂજય અપૂર્વમુની સ્વામીજી, પૂજય સ્વરૂપનિષ્ઠ સ્વામીજી, વીવીપીના ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુકલ, ડો. નરેન્દ્રભાઈ દવે, વીવીપી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો.પિયુષભાઈ વણઝારા, ડીપ્લોમા એન્જીનીયરીંગના પ્રિન્સીપાલશ્રી ડો. પરેશભાઈ કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વી.વી.પી. દ્વારા પૂ. અપૂર્વમુનિ સ્વામીજીને ૧૧ એપ્રિલ થી ૧૭ એપ્રિલ ર૦ર૬ દરમિયાન યોજાયેલ ‘‘માનવ ઉત્કર્ષ મોહત્સવ‘‘ ની યાદગાર ક્ષણોની ફોટો ફે્રમ પ્રતીક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી અપૂર્વમુની સ્વામીજીએ જણાવ્યું હતું કે, આજે બધાં જ ઝઘડાઓ…
મહારાષ્ટ્ર સહિત દેશભરના શ્રધ્ધાળુઓના દેવ ગણેશ ચતુર્થીના આજે ગણેશ ચતુર્થીના દિવસથી આરંભાયેલા પાવન પર્વોત્સવના અવસરે આજે અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણી અને અદાણી પોટ્ર્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ સહપરિવાર પચિંચપોકલી ચા ચિંતામણીથ ખાતે પૂજા-અર્ચના કરી હતી. મુંબઇના વિખ્યાત પચિંચપોકલી ચા ચિંતામણીથનો ૧૦૭મા વર્ષમાં પ્રવેશ પસંગે ગણનાયકની પૂજા-અર્ચના કરવાની પ્રાપ્ત થયેલી તકને ધન્ય ઘડી જણાવી અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર અને એગ્રો, ઓઇલ એન્ડ ગેસ કં૫નીના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું હતું કે નસ્ત્રચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ સાથે જોડાવાનું સદભાગ્ય ગણાવી ગૌરવની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ઉત્સવ ભક્તિભાવનો સમૃદ્ધ વારસો, એકતા અને મુંબઈના…
રાજુલામાં ધોધમાર વરસાદથી હવેલી શેરી સહિતના વિસ્તારોમાં પાણી-પાણી, જાળીયામાં ૪ ઇંચથી તળાવ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીની લહેર રાજુલા ૨, જાફરાબાદ ૧ અને વડીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૪ઃ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. શરૂઆતમાં ધીમીધારે વરસેલા વરસાદે હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં જોર પકડ્યું છે. ખાસ કરીને કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાએ મહેર વરસાવતાં રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. રાજુલા શહેરમાં આજે વરસાદે અચાનક જોર પકડતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના બજારોમાં વરસાદી…
નોટિસ છતાં લેણું ન ચૂકવતા કોર્ટે ફોજદારી કેસ ચલાવ્યો, રૂ.૬૩ હજાર વળતર વળતર બે માસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા Rajkot તા.૧૪ઃ શ્રી સદગુરુ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દરજ્જે લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુના નો કેસ ચાલી જતા અદાલતે ડીફોલ્ટર લોન ધારક કિશોરભાઈ ચિતલીયા ને એક વર્ષની સજા અને ચેક ની રકમ નું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા કિશોરભાઈ ગોકુલદાસ ચિતલીયાએ શ્રી સદગુરુ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ ધિરાણ લીધું હતું ધિરાણની રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી એકાઉન્ટ ક્લોઝના સેરા સાથે પરત ફર્યો હતો બાદ ફરિયાદી મંડળી…
કારણ અકબંધ Rajkot તા.૧૪ઃ રાજકોટ તાલુકાના ભાયાસર ગામે રહેતા ૧૮ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ભાયાસર ગામે રહેતા પિયુષભાઈ હરેશભાઈ ભાલાળા ઉંમર વર્ષ ૧૮ વર્ષીય યુવકે તારીખ ૧૨ ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તાત્કાલિક અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા યા ટૂંકી સારવાર દરમિયાન તબીબે યુવકને મૃત જાહેર કરતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે…
૭.૫૦ લાખની લોનમાં ૧૬,૫૦૦ના ૮૪ હપ્તા ચૂકવ્યા, ૯.૯૬ લાખ બાકી દર્શાવ્યા સિનિયર સિટિઝનની ફરિયાદ ગ્રાહક આયોગે માન્ય રાખી, ૯ લાખ ૬% વ્યાજ સાથે પરત ચૂકવવા હુકમ Rajkotતા.૧૪ઃ કેથોલિક સિરિયન બેંકમાંથી શૈક્ષણિક લોનમા વધુ ઇએમઆઇ વસૂલવા અંગેની ફરિયાદમાં ગ્રાહક તકરાર નિવારણ આયોગે રૂપિયા નવ લાખ છ ટકા વ્યાજ સહિત સિનિયર સિટીઝનને ચૂકવવા બેંકને હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વરિષ્ઠ નાગરિક અને શિક્ષણવિદ્? થેંકચન જોસ કૈથરથ દ્વારા પોતાની પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે કેથોલિક સિરિયન (સીએસબી) બેંક પાસેથી રૂ. ૭.૫૦ લાખની લોન લેવામાં આવી હતી. લોનની મંજૂરી વખતે રૂ. ૧૬,૫૦૦ના ૮૪ હપ્તા ચુકવણી કરવાની શરત હતી. દરમિયાન ફરિયાદીનો આક્ષેપ હતો કે તમામ…
ચીફ જસ્ટિસે બે મહિલા કો-ઓપ્ટેડ સભ્યો તરીકે નિવૃત્ત જસ્ટિસ મૌના ભટ્ટ અને એડવોકેટ મેઘા જાનીની નિમણૂક કરી, કુલ ૨૫ સભ્યોનું સંખ્યાબળ પૂર્ણ Rajkot તા.૧૪ઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારોની રચના માટેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા બાર કાઉન્સિલમાં બે કો-ઓપ્ટેડ મહિલા સભ્યો તરીકે નિવૃત્ત જસ્ટિસ મૌના એમ. ભટ્ટ અને સિનિયર એડવોકેટ મેઘાબેન જાનીની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે, જે સાથે જ કાઉન્સિલના કુલ ૨૫ સભ્યનું સંખ્યાબળ વિધિવત પૂર્ણ થઈ ચૂક્યું છે.કો-ઓપ્ટેડ સભ્યોની નિમણૂક પૂર્ણ થતાં જ હવે બાર કાઉન્સિલના હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે.…
ફરિયાદીના ભાણેજને આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાથી હુમલો કરાયાનું ખુલ્યું, કુવાડવા પોલીસે બે ભાઈ અને પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો Rajkot તા.૧૪ઃ શહેરની ભાગોળે નવાગામ પાસે રંગીલા સોસાયટીમાં રહેતી ૩૭ વર્ષે મહિલા પોતાની બેનના ઘરે બેઠી હતી તે સમયે રાજકોટ રહેતા સ્કોર્પિયો લઈ ત્રણ શખ્સો ઘસી આવેલ અને મહિલાના બનેવીને ગાળો આપી ધોકા વડે મહિલાના ભાણેજ પર હુમલો કરતા છોડાવવા વચ્ચે પડેલ મહિલા ને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ અંગે મહિલા સહિત તેના બનેવી અને બે ભાણેજને માર માર્યો હતો તેમજ મહિલાના બેનના દીકરા દ્વારા આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાનો ખાર રાખી…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૪ઃ સુરત ખાતે યોજાયેલી જવાહરલાલ નેહરુ જુનિયર હોકી સ્પર્ધામાં અમરેલીના ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ રજત પદક પ્રાપ્ત કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની શ્રેષ્ઠ શાળાકીય હોકી ટીમો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની -૧૭ ભાઈઓની હોકી ટીમે કટોકટીભર્યા મુકાબલાઓમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીની સફર ખેડી હતી. ફાઇનલ મુકાબલામાં પણ ટીમે જોરદાર રમત દાખવી હતી અને અંતે રજત પદક પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ સિદ્ધિથી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર થયું છે. ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના પ્રતિભાશાળી ખેલાડીઓની આ સફળતાને સમગ્ર જિલ્લા…
૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ૧૧ ડીવાયએસપી, ૩૦ પીઆઈ અને ૨ કંપની એસઆરપી સહિત મોટો કાફલો તૈનાત આલેખન ભાવિકા લીંબાસીયા: માહિતી બ્યુરો,Surendranagar Surendranagar જિલ્લાના થાનગઢ નજીક આગામી ૧૪ થી ૧૭ તારીખ દરમિયાન વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભવ્યતાથી યોજાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્રો અને આસ્થાના આ મહાપર્વમાં સમગ્ર ગુજરાત, દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ ઉમટી પડે છે. મેળામાં આવતા તમામ મુલાકાતીઓની સુરક્ષા, શાંતિ અને સલામતી અકબંધ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ સુદૃઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પૂર્વતૈયારીના ભાગરૂપે આગામી ૧૩ તારીખથી…
