- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
દેશી ઓલાદની ગીર, કાંકરેજ ગાય અને જાફરાબાદી, બન્ની ભેંસના સંવર્ધન-ઉછેરને પ્રોત્સાહિત કરવાનો રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ (મહેશ રાવલ દ્વારા) Surendranagar,તા.૧૪ઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામ ખાતે યોજાતા વિશ્વવિખ્યાત લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે ૧૪ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ત્રીજ) થી ૧૬ સપ્ટેમ્બર (ભાદરવા સુદ પાંચમ) દરમિયાન ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભુસડીયા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, કલેક્ટર શ્રી જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, તરણેતરના સરપંચશ્રી…
(મહેશ રાવલ દ્વારા) Surendranagar,તા.૧૪ઃ કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી વિધિવત શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન ભુસડિયા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. તરણેતર લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ મેળાનું મહત્વ સમજાવતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો આપણી ઐતિહાસિક સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાને જીવંત રાખતો મેળાવડો છે. આ ભવ્ય ભાતીગળ મેળાનો આનંદ માણવા માટે માત્ર ગુજરાત…
આલેખનઃવિનોદ માછી નિરંકારી સનાતન વૈદિક ધર્મમાં ભાદરવા સુદ પંચમી તિથિ અત્યંત પવિત્ર,મંગલકારી અને શ્રદ્ધાસ્પદ માનવામાં આવે છે.આ દિવસને વિશ્વભરમાં ’Rishi Panchami’ અને લોકબોલીમાં ’સામા પાંચમ’ તરીકે ઓળખવામાં આવે છે.ગણેશ ચતુર્થીના બીજા દિવસે આવતો આ પાવન ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક શુદ્ધિ,આત્મસંયમ,ગુરૂઋણ,પ્રકૃતિ સાથેના અદભૂત તાલમેલ અને ઋષિમુનિઓ પ્રત્યેની કૃતજ્ઞતાનું અમર પ્રતીક છે.આ દિવસે વૈદિક જ્ઞાન-વિજ્ઞાન અને સંસ્કૃતિના સંવાહક એવા સાત મહાન ઋષિઓ-સપ્તર્ષિઓ અને પવિત્રતાની સાક્ષાત્? મૂર્તિ માતા અરૂંધતીનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં ઋષિ પંચમીના વ્રતને કાયિક-વાચિક અને માનસિક પાપોમાંથી મુક્તિ આપનારૂં માનવામાં આવ્યું છે.મનુષ્ય જીવનમાં આચરવામાં આવેલી અજાણતાં ભૂલો,અશૌચ અને શારીરિક કે માનસિક અશુદ્ધિઓનું શુદ્ધિકરણ કરવા માટે આ વ્રત વિશેષ…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૪ઃ મોરબી જીલ્લામાં રવિવારે સાંજથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો રવિવારે સાંજથી શરુ થયેલો વરસાદ રવિવારે રાત્રીના અને સોમવારે સવારથી સાંજ સુધી ઝરમર વરસાદ અને ક્યારેક હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા સાંજ સુધી સતત વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં હળવદમાં સવા ઇંચ અને મોરબીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો રવિવારે સાંજે ૪ થી સોમવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં ૨૩ મીમી, માળિયા તાલુકામાં ૦૪ મીમી, ટંકારા તાલુકામાં ૧૯ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૦ મીમી અને હળવદ તાલુકામાં ૩૧ મીમી વરસાદ નોંધાયો છે સોમવારે સવારથી સુરજ…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૪ઃ વિઘ્નહર્તા દુંદાળા દેવ, ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન મોરબી ખાતે થઇ ચુક્યું છે છેલ્લા ૨-૩ દિવસથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓની ખરીદી કર્યા બાદ આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઢોલ નગારાના તાલે નાચતા ઝૂમતા ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કરી સ્થાપના કરવામાં આવી છે મોરબીના કેનાલ રોડ પર સિદ્ધિ વિનાયક કા રાજા, રવાપર ઘુનડા રોડ પર પટેલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ, રવાપર રોડથી નવા બસ સ્ટેન્ડ જતા રોડ પર બાલાજી ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ સહિતના મોટા આયોજન ઉપરાંત શેરીએ ગલીએ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોની બજાર કા રાજા ગણેશ મહોત્સવમાં આજે વેરાઈ શેરીના રહીશોએ ઢોલ નગારા અને…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૪ઃ ઘૂટું નજીકથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ ૮.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક સફેદ કલરની બ્રેઝા કાર જીજે ૩૬ બીબી ૫૬૫૬ વાઈમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ઘૂટું ગામથી ઉંચી માંડલ વચ્ચે આવેલ કેનાલ પાસે વોચ ગોઠવી હતી અને કેનાલ પાસે રોડ પર ગાડી ઉભી હોય જેને ચેક કરતા દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની ૩૧૫ બોટલ કીમત રૂ…
Rajkot તા.૧૪ઃ ધર્મેન્દ્રસિંહજી આટ્ર્સ કોલેજ, રાજકોટ ખાતે તા. ૦૯/૦૯/૨૦૨૬ના રોજ વિદ્યાર્થીઓને રોજગારની યોગ્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે Placement Fair / Campus Recruitment Driveનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરાવી તેમની રોજગારલક્ષી તકો વધારવાનો તેમજ વિદ્યાર્થીઓને કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન અને ભરતી પ્રક્રિયાનો પ્રાયોગિક અનુભવ આપવાનો હતો. આ Placement Fairમિાં કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે તેમની શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય, સંવાદક્ષમતા, વ્યક્તિગત ક્ષમતા તથા કારકિર્દી સંબંધિત બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ, વ્યક્તિગત ચર્ચા, દસ્તાવેજ ચકાસણી અને ભરતી પ્રક્રિયાના…
રૂ. ૧ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. ૧,૭૦૦ – રૂ. ૧,૭૮૫ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ Ahmedabadતા.૧૪ઃ National Stock Exchange of India લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણું (PO)) માટે રૂ. ૧ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. ૧,૭૦૦ થી રૂ. ૧,૭૮૫ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો પ્રારંભિક જાહેર ભરણું (IPO અથવા ોફર) સબ્સ્ક્રિપ્શન માટે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ખુલશે અને ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ ૮ ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ ૮ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. હાલમાં રૂ. ૧ ની મૂળ કિંમત ધરાવતા ૨,૪૭૫,૦૦૦,૦૦૦ ઇક્વિટી શૅર અસ્તિત્વમાં છે…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ઃ જામનગરમાં પોલીસે દારૂના બે અલગ-અલગ બનાવોમાં કાર્યવાહી કરી છે. શહેર સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં શંકરટેકરી ઇમામહુસેન નંબર-૫ના ચોક પાસે આવેલા વંડામાં દરોડો પાડતા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૦ બોટલ મળી આવી હતી. રૂ.૨૨,૪૧૬.૯૦ની કિંમતનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જોકે દારૂ રાખનાર નાજીર ઉર્ફે નાજલો નુરમામદ ધોધા રહે. શંકરટેકરી, નવી નિશાળ પાસે, જામનગરનો મળી આવ્યો ન હતો. પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં શહેર એ ડિવિઝન પોલીસે સુભાષ શાકમાર્કેટના ભોયવાડામાં ભોય સમાજની વાડી સામે જાહેર રોડ પરથી આદીલ હસનભાઇ સરગઠ (ઉ.વ.૩૧), રહે. ટીટોડીવાડી,…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ઃ જામનગરના કાલાવડ નાકા બહાર કે.જી.એન. ચાની હોટલ પાસે જૂની બોલાચાલીનો ખાર રાખી એક યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કરી હાથના કાંડાના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડ્યાની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. નૂરી ચોકડી પાસે અનપુર્ણા માતાજીના મંદિરની બાજુમાં રહેતા અયાનભાઇ મજીદભાઇ સાદી (ઉ.વ.૨૬)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે દોઢ વર્ષ પહેલાં આરોપી પૈકીના એક સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી તા.૧૨ સપ્ટેમ્બરના રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં તે કાલાવડ નાકા બહાર કે.જી.એન. ચાની હોટલ પાસે ઉભા હતા ત્યારે આફતાબ આશીફ ખફી અને સંજર સાહીલ માજોઢી એક્સેસ મોટરસાઇકલ પર આવ્યા હતા. જ્યારે…
