Author: Vikram Raval

જુગારના એક દરોડા દરમિયાન તોડ કરવાના પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ.  સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ઃ જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલા કુમકુમ એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા જુગારધામ પર ૧૧૨ નંબરની પીસીઆર વાનના જવાનોએ દરોડો પાડ્યા બાદ રૂ.૩૫ હજારનું સેટલમેન્ટ કરી લીધું હોવાના આક્ષેપો સાથેનું પ્રકરણ સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ ગંભીર નોંધ લઈ ફરજમાં બેદરકારી અને શિસ્તભંગ બદલ બે પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. શહેરમાં જુગારધામો સામે કાર્યવાહી દરમિયાન ૧૧૨ના પોલીસકર્મીઓ દ્વારા તોડકાંડ કરાયાના પ્રકરણો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ઃ જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિજીના મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન સાથે બોલાચાલી બાદ ચાર-પાંચ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. રાકાપાર્ક સ્કાયલાઇન એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા સાગર દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, તા.૧૩ના રાત્રિના સમયે તેઓ સુભાષ બ્રિઝ પાસે બજરંગ પાનની દુકાન ખાતે ગણપતિ મંડપ બાંધવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ ગાંડીનો છોકરો તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો લોખંડના પાઈપ લઈને ત્યાં આવ્યા હતા.આ શખ્સોએ ગાળો આપી સાગરભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને રઈશે લોખંડના પાઈપ વડે…

Read More

Jamnagar તા.૧૪ઃ જામનગરના હાલાર હાઉસ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, હાલાર હાઉસ પાસે સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ ગરસાણીયાએ જાણ કરતાં સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, તેમના પત્ની મીનાબેન રમેશભાઈ ગરસાણીયા (ઉ.વ.૩૨)એ તા.૧૩ના સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.ઝેરી દવાની અસર થતાં મીનાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સીટી-બી ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More

Wankaner તા.૧૪ઃ Wankaner તાલુકાના રાતીદેવરી ગામે દુકાન પાસે મારામારી કરતા હોય અને અન્યને પથ્થર મારવા જતા વુંર્દ્ધ્‌ને આંખ નીચે અને નાક પર પથ્થરના ઘા વાગતા ઈજા પહોંચી હતી મારામારી બાદ આરોપીઓ નાસી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે વૃદ્ધની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા અમૃથ્ભાઈ મેઘજીભાઈ વોરા (ઉ.વ.૬૩) વાળાએ આરોપીઓ પ્રકાશ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા અને ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા રહે બંને રાતીદેવરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અમૃતભાઈ ગામમાં આવેલ દુકાન પાસે બેઠા હતા અને આરોપીઓ પ્રકાશ અને ભરત બંને લાકડીના ધોકા લઈને બજારમાં આવી બાવજીભાઈ વોરાને બેફામ ગાળો બોલી બજારમાં પડેલ છુટા પથ્થરના…

Read More

Rajkot તા.૧૪ઃ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે મોરબી જુના બસસ્ટેશન પર બે કિશોરી છેલ્લા કેટલાક કલાકથી એકલી બેઠી છે કિશોરી કાંઈ પણ બોલતી નથી અને સરખું સરનામું પણ આપતી નથી બંને કિશોરી ખુબ જ ગભરાયેલી હાલતમાં છે અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે જેથી ફરજ પરના ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તેમજ પાયલોટ વિરમભાઇ જીડ ઘટના સ્થળે કિશોરી ની મદદ માટે પહોંચ્યા હતા કિશોરીને તાત્યા લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને…

Read More

Morbi તા.૧૪ઃ શહેરની ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ પોતાના ઘરે બાથરૂમ જતા ચક્કર આવતા પડી જતા બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં આધેડનું મોત થયું હતું મોરબીના કેનાલ રોડ ગોકુલ મથુરા સોસાયટી વર્ણી હાઈટ્‌સ ફ્લેટ નં ૧૦૨ ના રહેવાસી જગદીશભાઈ કરમશીભાઈ શેરશીયા (ઉ.વ.૪૯) નામના આધેડ પોતાના ઘરે બાથરૂમ જવા માટે જતા ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બે બિલ્ડીંગ વચ્ચેના ભાગે પડી જતા યુવાનનું મોત સામાકાંઠે બિલ્ડીંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચે…

Read More

શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન ભાદરવા સુદ ચોથ ને મંગળવારે તા. ૧૫.૯.૨૦૨૬ ના રોજ Rishi Panchami છે. આ દિવસે શ્રધ્ધાળુઓ આખો દિવસ વ્રત રાખી અને સામો તથા ફળ ખાઈ પોતાની શકિત અનુસાર દાન-ધર્મ કરી પૂણ્યનું ભાથું બાંધશે. મંગળવાર, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ઋષિ પંચમી (સામા પાંચમ) ઉજવાશે. જ્યોતિષીય ગણતરી આ વર્ષે ભાદરવા સુદ ચોથ અને મંગળવારે દરેક પંચાંગ અને જ્યોતિષના નિયમો અનુસાર ઋષિ પંચમી આવી રહી છે પંચાંગ પ્રમાણે મંગળવારે ઋષિ પંચમી શા માટે ? ભાદરવા સુદ ચોથ (ઋષિ પંચમી) મંગળવાર, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે ૦૭૪૪ વાગ્યાથી પાંચમ તિથિ શરૂ થાય છે, જે બુધવાર, ૧૬ સપ્ટેમ્બરના રોજ…

Read More

તાલુકા અને જિલ્લા સ્તરે થઇને કુલ ૩૦૭ મેડલ મેળવ્યા ( ભરત ભોગાયતા) JAMNAGAR/ભાટિયા તા.૧૪ઃ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા વિકસાવવાની તકો મળે તે દિશામાં કરવામાં આવતા પ્રયાસોના પરિણામે દેવભૂમિ દ્વારકા ના ભાટિયા સ્થિત RSPL વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત લક્ષ્મીદેવી દયાલદાસ એકેડેમી – એલ ડી એ -સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિીયા ની સ્પોટ્‌ર્સ ટુર્નામેન્ટમાં તાલુકા તથા જિલ્લા લેવલ થઈ કુલ  ૩૦૭  મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ૨૦૧ ગોલ્ડ, ૫૦ સિલ્વર અને ૫૬ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં એલ ડી એ ના વિદ્યાર્થીઓએ તાઈક્વોન્ડો, જુડો, બેડમિન્ટન, વોલીબોલ, કબડ્ડી,…

Read More

Rajkot તા.૧૪ઃ ખેરિયા ઓટોકોમ્પ લિમિટેડએ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ NSE EMERGE પ્લેટફોર્મ પર લિસ્ટેડ થવા માટે પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે જાહેરમાં જવાની તેની યોજનાની જાહેરાત કરી છે.કુલ ઇશ્યૂ કદ  ૪,૬૪૪.૩૮ લાખ સુધીના ૪૫,૯૮,૪૦૦ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ,પ્રાઈઝ બેન્ડ  ૯૬ થી  ૧૦૧ પ્રતિ શેર,મુખ્ય મૂલ્ય  ૧૦/- પ્રતિ શેર ખેરિયા ઓટોકોમ્પ લિમિટેડઃખેરિયા ઓટોકોમ્પ લિમિટેડ મુખ્યત્વે ઓટોમોટિવ ક્ષેત્રને જરૂરી ઉચ્ચ-ચોકસાઇવાળા પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ ઘટકો અને સબ-એસેમ્બલી પૂરા પાડવાની કામગીરીના ઉત્પાદનમાં રોકાયેલ છે. કંપની ટાયર-ઈંઈં સપ્લાયર તરીકે કાર્ય કરે છે, જે મુખ્ય ઓટોમોટિવ ઘઊખ ની માગ પ્રમાણે માલ આપતા ટાયર-ઈં સપ્લાયર્સની ડિઝાઇન અને સ્પષ્ટીકરણો અનુસાર ચોકસાઇવાળા ભાગોનું ઉત્પાદન કરે છે.કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો…

Read More

સામાજિક વ્યવહારોનું મનદુઃખ રાખી ભાઇએ ભાઇની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ Palanpur, તા.૧૪ Palanpur તાલુકાના દલવાડા ગામે ખેતરમાં ખેતી કામે ગયેલા બે ભાઇઓ વચ્ચે સમાજીક વ્યવહારો બાબતે બોલાચાલી થતાં ઉશકેરાઇ ગયેલા નાનાભાઇએ ખેતરમાં જ વાંસીના જીવલેણ ઘા મારી મોટાભાઇની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતા રમેશભાઇ ચેલાભાઇ ભુટકા સવારે ખેતરમાં કામ કરવા ગયા હતા તે સમયે તેમની બાજુના ખેતરમાં તેમના નાનાભાઇ હિરાભાઇ ચેલાભાઇ ભુટકા પણ કામ કરતા હતા. તે સમયે બંને ભાઇઓ વચ્ચે સામાજીક વ્યવહારો બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ આ બોલાચાલી દરમિયાન નાનાભાઇએ…

Read More