- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ ૩૯ બોલમાં ૫૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી Dubai, તા.૧૪ દુબઈમાં રમાયેલી Women’s Asia Cupની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરતાં ૭૨ રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૩ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે માત્ર ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બેટિંગમાં તોફાન મચાવ્યું, જ્યારે બોલિંગમાં શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ શ્રીલંકાની કમર તોડી નાખી હતી.ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ ૩૯ બોલમાં ૫૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં ૫ ફોર અને…
હવાના ફ્લોમાં જ્યારે અચાનક ફેરફાર થાય છે ત્યારે વિમાનની ઉડાન પર અસર થાય છે, જેને એરોડાયનેમિક સ્ટાલ તરીકે પણ ઓળખવામાં આવે છે Chennai, તા.૧૪ આઇઆઇટી મદ્રાસ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. આઇઆઇટીએ બે દસકાના સંશોધન બાદ વિમાન માટે ફ્લેક્સિબલ પાંખિયા તૈયાર કર્યા છે. જે પહાડો જેવા વિસ્તારોમાં વિમાનોને ઉડવામાં વધુ મદદરૂપ થશે અને અકસ્માતો ટાળી શકાશે. પક્ષીઓની પાંખો પરથી પ્રેરણા લઇને વિમાનના આ પાંખિયા તૈયાર કરાયા છે.પક્ષીઓ આકાશમાં ઉડતા હોય ત્યારે પોતાની અનુકુળતા મુજબ પોતાની પાંખોને વાળી લેતા હોય છે. તેનાથી પ્રેરણા લઇને વિમાનના એવા પાંખિયા તૈયાર કરવામાં આવ્યા છે કે જેનાથી હવાનો ફ્લો મુક્ત…
નાગરિકો પર હુમલાને રોકવા અને તેની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા તે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીની જવાબદારી છે: ઈરાન New Delhi, તા.૧૪ અમેરિકાની સાથે વિવાદો વચ્ચે ઇરાનના પ્રમુખ બ્રિક્સ સમિટ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, ભારતની ધરતી પરથી તેમણે અમેરિકાના પ્રમુખ Donald Trumpનો ઉધડો લીધો હતો. સાથે બ્રિક્સ દેશોને ડોલર છોડીને નેશનલ કરન્સીમાં વેપાર વધારવાનું આહવાન કર્યું હતું. આ ઉપરાંત હોર્મુઝ ખાડી ખોલવાના સંકેતો પણ આપ્યા હતા.ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેસ્કિયાને રવિવારે બ્રિક્સ સમિટમાં કહ્યું હતું કે પશ્ચિમી તાકતો દ્વારા જે પણ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે તેને કારણે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને લોકોની સુખાકારી પર ભયાનક અસર પડી રહી છે. ઇરાન પર…
ન્યૂ યોર્ક યુનિવર્સિટીએ એઆઈ ટૂલ ડેવલપ કર્યું, આ મોડલ સમય સાથે બ્રેસ્ટ ટિશ્યુમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરે છે: ખર્ચાળ ટેસ્ટમાંથી મુક્તિ મળશે New York, તા.૧૪ મહિલાઓમાં Breast cancerના પ્રારંભિક નિદાન અને સારવાર ક્ષેત્રે એક આશાસ્પદ સફળતા મળી છે. ન્યૂ યોર્ક યુનિવસટી અને તેના પર્લમટર કેન્સર સેન્ટરના સંશોધકોએ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ મહિલાઓના જૂના અને તાજેતરના ૩ડી મેમોગ્રામ સ્કેનનું વિશ્લેષણ કરીને આગામી ૫ વર્ષમાં બ્રેસ્ટ કેન્સર થવાના જોખમની સચોટ આગાહી કરી શકે છે. પ્રસિદ્ધ તબીબી જર્નલ અમેરિકન જર્નલ ઓફ રોએન્ટજેનોલોજીમાં પ્રકાશિત આ સ્ટડી દર્શાવે છે કે, દર્દીના ક્રમિક લોન્ગીટુડીનલ ૩ડી મેમોગ્રામ સ્કેનનું મૂલ્યાંકન કરતી…
ફ્લાઇટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી એક પ્રવાસીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો Tunisia, તા.૧૪ ઈસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલી Turkish Airlinesની ફ્લાઇટ સાથે ૧૦ સપ્ટેમ્બરે એક ભયાનક ઘટના બની હતી. જ્યારે આ વિમાન ટ્યૂનિસ-કાર્થેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે તે અચાનક તીવ્ર તોફાન અને ખતરનાક ટર્બુલન્સની ઝપેટમાં આવી ગયું હતું. આ ભયાનક સ્થિતિને કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ભારે ડર ફેલાઈ ગયો હતો અને કેબિનમાં ચીસાચીસ મચી ગઈ હતી. ફ્લાઇટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી એક પ્રવાસીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ઉડાન દરમિયાન બધું સામાન્ય…
જહાજ Indonesiaના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી બોર્નિયો ટાપુ પર આવેલા શહેર બંજારમાસિન માટે રવાના થયું હતું Borneo, તા.૧૪ Indonesiaના બોર્નિયો ટાપુ નજીક જાવા સમુદ્રમાં એક જહાજ ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ૨૪૦ થી વધારે લોકો સવાર હતા. આ જહાજનો સંપર્ક તૂટયા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૬ લોકોના મોત થયા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન તેજ કરાતા છ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ૧૦૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૩૦ મુસાફરો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.આ જહાજ પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ…
Aamir Khan રેસ ૪ માટે પણ વાટાઘાટ ચલાવી રહ્યો છે, જો કે હાલ તો બંને પ્રોજેક્ટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ Mumbai, તા.૧૪ Aamir Khan મહત્વાકાંક્ષી સુપરહીરો ફિલ્મ વિશે પ્રોડયુસર સાજિદ નડિયાદવાલા સાથે પ્રાથમિક ચર્ચા કરી રહ્યો છે જેનું દિગ્દર્શન આર. બાલ્કી કરશે. પ્રોજેક્ટ હજી પ્રાથમિક તબક્કામાં છે અને આમિર ખાન તેમાં રસ દાખવી રહ્યો છે, જો કે હજી તેણે કોઈ સત્તાવાર પ્રતિબદ્ધતા નથી આપી. સર્જકો આગળ વધવા અગાઉ પટકથા, પાત્રાલેખન અને પ્રોડક્શન ડિઝાઈનમાં સુધારા-વધારા કરે તેવી અપેક્ષા છે. આ પ્રસ્તાવિત ફિલ્મ અગાઉ આમિરની તામિલ ફિલ્મસર્જક લોકેશ કાનાગરાજ સાથે સુપરહીરો સહયોગ વિશે વાટાઘાટ થઈ હતી, જે આખરે પટકથા સંબંધિત…
સલમાને સોનાક્ષી સિંહા, ઝરીન ખાન, ડેઝી શાહ અને સાઈ માંજરેકર સહિત અનેક નવોદિતોને સમર્થન આપ્યું છે Mumbai, તા.૧૪ Salman Khanનો લાંબા સમયથી બોડીગાર્ડ રહેલો શેરા (ગુરમીત સિંઘ જોલી)નો પુત્ર ફિલ્મ ‘ટાર્ઝન’ સાથે તેનો લાંબા સમયથી રાહ જોવાતો બોલીવૂડ ડેબ્યુ કરી રહ્યો છે, જેમાં સંભવિતપણે સૂરજ પંચોલી પણ સામેલ થઈ શકે છે.અબિરના લોન્ચની ચર્ચા છેક ૨૦૨૨થી થઈ રહી હતી જ્યારે અહેવાલો મુજબ સલમાન તેના ડેબ્યુ પ્રોજેક્ટમાં અંગત રસ લઈ રહ્યો હતો. જો કે આ બાબત વિશે કોઈપણ સત્તાવાર જાહેરાત નહોતી કરાઈ.અગાઉના પ્રોજેક્ટનું દિગ્દર્શન અગ્રણી ફિલ્મસર્જક સતિષ કૌશિક કરવાના હતા અને તેનું શૂટિંગ ૨૦૨૩માં શરૂ થવાની તૈયારી ચાલી હતી. જો કે આ…
પ્રિયદર્શન દિગ્દર્શિત ફિલ્મ ‘હૈવાન’માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે મુંબઈ, તા.૧૪ અભિનેતા Boman Irani પોતાની ભૂમિકાની ઝીણવટભરી તૈયારી માટે જાણીતા છે. જોકે આગામી ક્રાઇમ થ્રિલર ‘હૈવાન’ માટે કામ કરતી વખતે તેમની આ તૈયારીની પદ્ધતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન સાથે કામ કરતા તેમણે પોતાની ભૂમિકા માટે વધુ પડતું રિહર્સલ કરવાની આદતને થોડા સમય માટે બાજુ પર રાખવી પડી હતી. પોતાની તૈયારીની રીત વિશે વાત કરતા બોમને કહ્યું, “એક અભિનેતા તરીકે હું ઘણી વખત જરૂર કરતાં વધારે રિહર્સલ કરું છું. હું મોજાં પહેરતી વખતે, શેવિંગ કરતી વખતે પણ મારા ડાયલોગ્સ બોલતો રહું છું. પરંતુ…
લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ વિશે વાત કરે છે, કારણ કે ઇન્ટરનેટ પર ઘણી વખત અંધાધૂંધી સર્જાી શકે છે Mumbai, તા.૧૪ અભિનેત્રી અને આન્ત્ર પ્રિન્યોર Shanaya Kapoor સોશિયલ મીડિયા પર મળતી નકારાત્મક કમેન્ટ્સથી દૂર રહેવાને બદલે તેમાંથી ઉપયોગી પ્રતિસાદ અલગ તારવવાનું પસંદ કરે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલી શનાયાએ કહ્યું કે સોશિયલ મીડિયા તેના માટે માત્ર ટીકા કે નકારાત્મકતાનું માધ્યમ નથી, પરંતુ એક અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક તરીકે પોતાની જાતને સુધારવાનો રસ્તો પણ છે. શનાયા જ્વેલરી બ્રાન્ડ ‘ઇન્ડીનૂર’ની સહસ્થાપક પણ છે.શનાયાએ કહ્યું, “લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ વિશે વાત કરે છે, કારણ કે ઇન્ટરનેટ પર ઘણી વખત અંધાધૂંધી…
