- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
૨૫ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઝળકશે સુરેન્દ્રનગરની ગ્રામ્ય પ્રતિભા* મહેશ રાવલ Surendranagar ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ, કલા અને પરંપરાઓનું જીવંત દર્શન કરાવતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો આ વર્ષે પણ સાંસ્કૃતિક રંગોથી ઝળહળી ઊઠશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ સ્પર્ધાઓમાં લોકગીત, ભજન, દુહા-છંદ, લોકનૃત્ય, પરંપરાગત વાદન, હસ્તકલા અને વેશભૂષા સહિતની વિવિધ કલાઓનો સંગમ જોવા મળશે. તરણેતરના મેળાને સાંસ્કૃતિક સ્વરૂપ આપવા આ સ્પર્ધાઓનું આયોજન ત્રીજી વખત કરવામાં…
રેડ ક્રોસ સોસાયટીની ભૂમિકાઃ ગુજરાતમાં ૧૨૪ શાખાઓ, છેલ્લા ત્રણ વર્ષમાં ૪.૪૫ લાખ લોકોને પ્રાથમિક સારવાર તાલીમ આલેખન રાજકુમાર સપ્ટેમ્બર – નાની-મોટી ઈજા હોય કે અચાનક સર્જાયેલી મોટી દુર્ઘટના, કટોકટીની ક્ષણે મળતી પ્રાથમિક સારવાર દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનતી અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડોક્ટર કે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલાંનો સમય ઘણીવાર જીવન અને મૃત્યુ વચ્ચેની નિર્ણાયક કડી બની રહે છે. આવા સમયે યોગ્ય રીતે આપવામાં આવેલી પ્રાથમિક સારવાર ઈજાગ્રસ્તને તાત્કાલિક રાહત આપવાની સાથે તેનું જીવન બચાવવામાં પણ મદદરૂપ બની શકે છે. તેથી, પ્રાથમિક સારવાર અંગેનું જ્ઞાન અને યોગ્ય તાલીમ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે. તા. ૧૨ સપ્ટેમ્બર, વિશ્વ પ્રાથમિક સારવાર…
ત્રણ વર્ષ પહેલાં બાઈક ઉઠાવનાર રોહિત સાકરીયા ઝડપાયો, બી-ડિવિઝન વિસ્તારમાંથી ચોરીની કબૂલાત બાળ કિશોર પાસેથી પણ ચોરીનું બાઈક મળ્યું, આજીડેમ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો Rajkot શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વાહન ચોરીનો ભેદ ઉકેલ ત્રણ વર્ષ પૂર્વે બાઈક હંકારે જનાર રોહિત સાકરીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ક્રાઈમ બ્રાન્ચ છે ઉઠાવી લઈ રૂપિયા ૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરમા વધતા જતા આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ વાહન ચોરી ઘરફોડી ચીલ ઝડપ અને લૂંટ સહિતના આર્થિક ગુનાઓને ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્રારા આપવામાં આવેલી સૂચનાને…
૩૫ હજારથી વધુ સમાધાનલાયક કેસો મુકાશે, પ્રી-લિટિગેશન કેસોનો પણ નિકાલ થશે ચેક રિટર્ન, બેંક લેણાં, અકસ્માત વળતર, લગ્નવિષયક સહિતના કેસોમાં સમાધાનથી ઝડપી ન્યાય Rajkot રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં આવતીકાલે તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલત યોજાશે. રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ રાજકોટ જિલ્લા મથક તેમજ તાલુકા મથકની તમામ અદાલતોમાં યોજાનારી આ લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે સમાધાન થઈ શકે તેવા ૩૫ હજારથી વધુ કેસો મુકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સત્તાવાર માહિતી મુજબ ૧૨ સપ્ટેમ્બરે વર્ષ-૨૦૨૬ની ત્રીજી નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે. આ મેગા લોક અદાલતમાં અદાલતોમાં પડતર કેસો…
ખેડૂતો દ્વારા પાકનું વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ચારે તરફ મુકેલ તારને અડી જતા મોત થયાનું પ્રાથમિક તારણ, યુવકના વાલી વારસની શોધખોળ Rajkot ગોંડલ તાલુકાના રીબ ગામની સીમમાં કપાસના વાવેતર ખેતરમાં ભૂંડ સહિત અન્ય પ્રાણીઓથી રક્ષણ મેળવવા ખેતર મુકેલ જાટકા મશીનમાં તારમાં ઝટકા લાગવાથી અજાણ્યો યુવક કોઈ કોહવાયેલી હાલત પડેલ જેની જાણ ખેત મજૂર ને થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કરતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે યુવકનું ઝાટકા થી મોત થયાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.આ અંગે મળતી માહિતી મુજબ…
બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી પરિવારમાં ગમગીની છવાઈ Rajkot શહેરના સંત કબીર રોડ પર રહેતા અને બાઈક લઈને ઘરે જતી વેળાએ પાણીના ઘોડા નજીક રામ મંદિર પાસે કોઈ કારણોસર એકટીવા માંથી પડી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તબીબે વૃદ્ધને મૃત જાહેર કરતા ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરના સંત કબીર રોડ ઉપર રહેતા પરબતભાઈ જીવરાજભાઈ હરસોડા ઉંમર વર્ષ ૭૦ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે પાણીના ઘોડા નજીક…
૬ વર્ષ પૂર્વે પત્નીનું મોત બાદ એકલવાયું જીવન જીવતા કેતનભાઇ આચાર્યએ ભર્યું પગલું પોલીસે વધુ તપાસ હાથ ધરી Rajkot રેલનગરમાં રહેતા અને વ્યવસાયએ એડવોકેટ પ્રૌઢે આર્થિકભીસ થી કંટાળીને ગત તા ૭ ના રોજ બપોરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજતા ઘટના સ્થળે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રેલનગરમાં સફળ વિલા બ્લોક નંબર ૧૦૯ માં રહેતા અને વ્યવસાયે એડવોકેટ કેતનભાઇ…
સામાન હટાવી લેવાનું કહેતા બેલડીએ વૃદ્ધ અને તેના જમાઈને ગાળો ભાંડી, છરી-પાઇપ વડે હુમલાની કોશિશ Rajkot શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક ભારત હોટેલ ધરાવતા વૃદ્ધને મંડપ સર્વિસના ધંધાર્થીએ ખૂનની ધમકી આપી હતી. સામાન હટાવી લેવાનું કહેનાર વૃદ્ધ અને તેના જમાઈને મંડપ સર્વિસના ધંધાર્થી અને તેના સાગરીતે બેફામ ગાળો ભાંડી છરી-પાઇપ વડે હુમલાની કોશિશ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જંકશન પ્લોટ મોરબી હાઉસ પાસે હાલીમાં મંઝીલમાં રહેતા અકબરભાઇ અબ્દુલભાઈ ખિયાણી (ઉ.વ. ૬૨) નામના વૃદ્ધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અરબાઝ દાઉદાણી અને સૈફુ સલીમભાઈ સંઘારના નામ આપ્યા છે. જમાઈ નિઝામભાઈ ગોરી જિલ્લા ગાર્ડન ચોક ખાતે ભારત ચાની હોટલ…
ગોડાઉન સંચાલક સાથે થયેલી માથાકુટનો ખાર રાખી બીએમડબ્લ્યુ કાર, રીક્ષા, સ્પોટ્ર્સ બાઈક સહિતના વાહનોમાં તોડફોડ Rajkot શહેરના મોચીબજાર ચામડીયા ખાટકીવાડમાં રાત્રિના સમયે હથિયારધારી ટોળકીએ આતંક મચાવ્યો હતો. અલ્તાફ ખિયાણી અને તેની ટોળકીએ ગોડાઉન સંચાલક સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી બીએમડબ્લ્યુ કાર, રીક્ષા, સ્પોટ્ર્સ બાઈક સહિતના વાહનોમાં ધોકા-પાઇપના ઘા ઝીંકી તોડફોડ કરી હતી. દરમિયાન સમજાવવા ગયેલા વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. મામલામાં રજાકભાઇ સીદ્દીકભાઈ શેખ (ઉ.વ.૬૮) (રહે, મોચી બજાર ચામડીયા ખાટકીવાડ સંધીનો ડેલો) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્તાફ બશીરભાઇ ખીયાણી અને તેની સાથેના અજાણ્યા શખસોના નામ આપ્યા છે. વૃધ્ધ સુતા હતા ત્યારે…
ઓશિકા નીચેથી મોબાઈલ અને રૂ. ૧૭ હજારની રોકડ ઉઠાવી લીધી Rajkot મોચી બજારના ખાડા પાસે આવેલ મકાનમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો હતો. મહિલાએ ઓશિકા નીચે રાખેલ મોબાઇલ ફોન અને રૂ.૧૭ હજાર રોકડ સહિત રૂ.૫૪ હજારની મત્તાની ચોરી કરી તસ્કર ફરાર થઇ ગયો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોમલબેન દીનેશભાઈ જરીયા(ઉ.વ.રહે. મોચી બજારનો ખાડો પોસ્ટ ઓફીસની બાજુમાં) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓશીકાની બાજુમા તેમનો મોબાઈલ રાખ્યો હતો. યુવતીએ નવો મોબાઈલ ખરીદવા માટે ભેગા કરેલા રૂ.૧૭૦૦૦ મારા માતાના મોબાઈલની બાજુમાં રાખી માતાને કહ્યું હતું કે, આ પૈસા સવારે તમે કબાટમાં મુકી દેજો. રાત્રીના સાડા…
