- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
એક શખ્સની ધરપકડ; નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ Rajkot,તા.07 રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કાલાવાડ રોડ નજીક પી.સી.બી. ટીમે પેટ્રોલીંગ દરમિયાન દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, કાલાવાડ રોડ પર આવેલી શ્રી હરી સોસાયટી પાસે રોડ પરથી પી.સી.બી.ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ભગવતીપરા મેઇન રોડ પર આવેલ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપ અશોકભાઇ બાબરીયા નામના શખ્સ પાસેથી રૂ.૨૧,૫૮૮ની કિંમતની ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો. બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા મુકેશભાઇ ડાંગરના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી રૂ.૨૦,૭૫૨ ની…
અલગ-અલગ બંને બનાવની પોલીસે ગુમ નોંધ દાખલ કરી શોધખોળ હાથ ધરી Rajkot,તા.07 રાજકોટ શહેરમાં બે જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વ્યક્તિઓ અચાનક ગુમ થયા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં માતાના ઠપકાથી નારાજ પુત્ર ઘર છોડીને ચાલ્યો ગયો છે, જ્યારે બીજા કિસ્સામાં પતિ સાથેના ગૃહકંકાસ બાદ સગર્ભા મહિલા હોસ્પિટલ ચોક પાસેથી અચાનક ગુમ થઈ ગઈ છે. આ બંને બનાવો અંગે ભક્તિનગર અને પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે અને પોલીસે ગુમ થનાર વ્યક્તિઓની શોધખોળ માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખોડિયારનગર શેરી નં. ૩/૪ના ખૂણે કમલેશભાઈ વેકરીયાના મકાનમાં ભાડેથી રહેતા…
જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપનાર બંને શખ્સ સામે ફરિયાદ Rajkot,તા.07 રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઠોઠારીયા (આણંદપર) ગામે જૂની અદાવતનું મનદુઃખ રાખીને યુવક અને તેના સાથીઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કોઠારીયા ગામે રહી મજૂરીકામ કરતા ૩૨ વર્ષીય રવિભાઈ લક્ષ્મણભાઈ જાદવ નામના યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. વિગતો અનુસાર, આરોપીઓ દ્વારા અગાઉ થયેલી બોલાચાલી અને ઝઘડાની ખાર રાખીને રવિભાઈને ગામમાં આવેલી ઠક્કરની દુકાન નજીક રોડ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આરોપી વિશાલ કિશોરભાઈ વાઘેર તથા દિનેશભાઈ વાઘેરનો…
Rajkot,તા.07 રાજકોટ શહેરમાં જન્માષ્ટમી લોકમેળાના તહેવારના બંદોબસ્ત વચ્ચે પોલીસે નોમને દસમને દિવસે સાંજે ખાસ ડ્રાઇવ યોજી શહેરભરમાં ચેંકીંગ હાથ ધરી છરી સાથે, દારૂ પી વાહન હંકારનારા અને દેશી વિદેશી દારૂ સાથે શખ્સોને, મહિલાઓને પકડી લીધા હતાં. જાણવા મળ્યા મુજબ છરી સાથે નીકળેલા છ શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતાં જેમાં થોરાળા પોલીસ સ્ટેશન હેઠળ યુનારાવાડ શેરી નં. ૪માં રહેતો પ્રદીપ ઉર્ફે પદીયો રણજીતભાઇ ધાધલ (ઉં.વ. ૨૨) મયુરનગર મેઇન રોડ પરથી છરી સાથે, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર નં. ૩૩૭માં રહેતો તેજમલ સુપટાભાઇ રાઠોડ (ઉ.વ. ૩૧) ઉજન્નતિ સ્કૂલ સામેથી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળ રહેતો હરેન્દ્ર…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા વિદ્યાર્થી ચળવળો, નાગરિક સ્વતંત્રતાઓ અને રાજ્યની જવાબદારી વચ્ચેના સંતુલનની દ્રષ્ટિએ, 1 સપ્ટેમ્બર 2026 ને વૈશ્વિક સ્તરે ભારતના લોકશાહી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ન્યાયિક સીમાચિહ્ન તરીકે નોંધી શકાય છે. સુપ્રીમ કોર્ટે 20 થી 25 જુલાઈ, 2026 દરમિયાન રાષ્ટ્રીય પાત્રતા-કમ-પ્રવેશ પરીક્ષા માં કથિત ગેરરીતિઓ અને પ્રશ્નપત્ર લીક સામે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો સંબંધિત પ્રથમ માહિતી અહેવાલો પર એક મોટો આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વિરોધ પ્રદર્શનો સંબંધિત કેસોને વધુ કાર્યવાહી અથવા તપાસ માટે ચલાવવામાં આવશે નહીં અને બધા હેતુઓ માટે બંધ ગણવામાં આવશે. જો કે, આ વ્યાપક રાહતમાં, એક…
આલેખન કેતન સારેસા અસમર્થતાથી આત્મનિર્ભરતા સુધીની સફર ફિઝિયોથેરાપી બની હજારો માટે નવી આશા રાજકોટમાં છેલ્લા ૧૫ વર્ષથી નિઃશુલ્ક ફિઝિયોથેરાપી સેવા; દર વર્ષે અંદાજે ૧૪થી ૧૫ હજાર જરૂરિયાતમંદોને મળી રહ્યો છે સારવાર અને રિહેબિલિટેશનનો સહારો વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ( ) દર વર્ષે ૮ સપ્ટેમ્બર ના રોજ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે.આ દિવસ ફિઝિકલ રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપીનું મહત્વ સમજાવે છે. ૮ સપ્ટેમ્બર ૧૯૫૧ ના રોજ લંડનમાં ’ ’ – ) ની સ્થાપના કરવામાં આવી હતી. આ વૈશ્વિક સંસ્થાની સ્થાપનાના દિવસને યાદગાર બનાવવા માટે વર્ષ ૧૯૯૬ થી સત્તાવાર રીતે ’વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે. …
તા.08-09-2026 મંગળવાર તિથિ દ્વાદશી (બારસ) – ૧૪ઃ૪૪ઃ૪૭ સુધી નક્ષત્ર પુષ્ય – ૧૬ઃ૪૦ઃ૧૧ સુધી કરણ તૈતુલ – ૧૪ઃ૪૪ઃ૪૭ સુધી, ગરજ – ૨૫ઃ૩૭ઃ૧૧ સુધી પક્ષ કૃષ્ણ યોગ પરિઘ – ૨૪ઃ૪૦ઃ૨૨ સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૨ઃ૧૫ સૂર્યાસ્ત ૧૮ઃ૩૫ઃ૦૯ ચંદ્ર રાશિ કર્ક ચંદ્રોદય ૨૭ઃ૫૨ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૬ઃ૪૮ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૩ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૨ઃ૩૨ઃ૫૩ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૩૨ઃ૫૦ થી ૦૯ઃ૨૩ઃ૦૨ ના કુલિક ૧૩ઃ૩૩ઃ૫૯ થી ૧૪ઃ૨૪ઃ૧૧ ના દુરી / મરણ ૦૬ઃ૫૨ઃ૨૭ થી ૦૭ઃ૪૨ઃ૩૯ ના રાહુ કાળ ૧૫ઃ૨૬ઃ૫૫ થી ૧૭ઃ૦૧ઃ૦૨…
તા.08-09-2026 મંગળવાર મેષ આજે તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. વૃષભ તમારા જીવનને હળવાશથી…
New Delhi,તા.૭ દિલ્હી યુનિવર્સિટીના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી ઉજવણીમાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય બોલાચાલી વધુ તીવ્ર બની છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સરકારની યોજનાઓનો વિરોધ કરનારાઓને “ક્રોધિત અંકલ” કહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હવે આ ટિપ્પણી પર વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ કહ્યું કે એસઆરસીસી જેવું પ્લેટફોર્મ યુવાનો, શિક્ષણ, રોજગાર અને તેમના ભવિષ્ય પર ચર્ચા કરવાની તક હતી, પરંતુ વડાપ્રધાનનું ભાષણ રાજકીય અભિયાનમાં ફેરવાઈ ગયું. તેમણે આરોપ લગાવ્યો કે પ્રશ્નો ટાળવા માટે દર વર્ષે વિપક્ષને નવું નામ આપવામાં આવે છે. જવાબમાં, ભાજપ અધ્યક્ષ નીતિન નવીને પણ કોંગ્રેસ પર કટાક્ષ…
New Delhi,તા.૭ ભારત અને પાકિસ્તાન ઘણા વર્ષોથી શ્રેણી રમ્યા નથી. હવે, તેઓ ફક્ત આઇસીસી અને એસીસી ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. પરિસ્થિતિ એવી છે કે બંને ટીમો એકબીજાના હોમ ગ્રાઉન્ડ પર ક્રિકેટ પણ રમતી નથી. આનો ભારત પર કોઈ પ્રભાવ નથી, પરંતુ પાકિસ્તાન ચિંતિત છે. પાકિસ્તાન ભારત સામે શ્રેણી રમવા માટે ખૂબ ઉત્સુક લાગે છે. શક્ય છે કે તેમની ઇચ્છા પૂર્ણ થાય. આ મહિને આઇસીસી સેમિનારનું આયોજન છે, અને આ મુદ્દા પર ત્યાં ચર્ચા થઈ શકે છે. ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે દુબઈમાં આઈસીસી સેમિનાર યોજાવાનો છે. આ બેઠક પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણી અંગે ચર્ચા ફરી શરૂ થઈ…
