- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
New Delhi,તા.08 ભારતીય ઓટોમોબાઇલ બજારમાં કાર ખરીદનારાઓની પસંદગીમાં ઐતિહાસિક પરિવર્તન નોંધાયું છે. લાંબા સમયથી બજારમાં સૌથી વધુ પસંદગી મેળવનારી પેટ્રોલ કાર્સની સરખામણીએ ગ્રાહકો હવે વૈકલ્પિક ઇંધણ તરફ ઝડપથી વળી રહ્યા છે. ઑગસ્ટ મહિનામાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે CNG, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક (EV) કાર્સનું સંયુક્ત વેચાણ પેટ્રોલ કાર્સ કરતાં આગળ નીકળી ગયું છે. આ ત્રણેય વિકલ્પોએ મળીને પેસેન્જર વ્હીકલના રિટેલ વેચાણમાં રેકોર્ડ 42% હિસ્સેદારી હાંસલ કરી લીધી છે, જ્યારે પેટ્રોલ કાર્સનો હિસ્સો ઘટીને 41%ના ઓલ-ટાઇમ નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઇંધણની પસંદગી બદલાવા છતાં દેશમાં કાર્સની એકંદર માંગમાં કોઈ ઘટાડો થયો નથી. ઑગસ્ટમાં પેસેન્જર વ્હીકલ્સનું રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે 16%…
Prayagraj,તા.08 પ્રયાગરાજમાં રામ વનગમન પથ પ્રોજેક્ટ હેઠળ બની રહેલો રોડ અને બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાનો મામલો સામે આવ્યો છે. નવાબગંજના શ્રૃંગવેરપુર ધામ નજીક લગભગ 100 મીટરના વિસ્તારમાં રસ્તો અનેક જગ્યાએથી ઉખડી ગયો છે. આ સિવાય રસ્તાની કિનારે બનેલી બોર્ડર પણ તૂટી ગઈ છે અને બ્રિજના અનેક ભાગોમાં મોટી-મોટી તિરાડો દેખાઈ રહી છે. રોડ અને બ્રિજની આ બગડેલી હાલતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે તંત્ર દ્વારા તાબડતોબ રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અયોધ્યાથી ચિત્રકૂટ સુધી લગભગ 210 કિલોમીટર લાંબો ‘રામ વનગમન પથ’ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર સરકાર આશરે ₹4400 કરોડનો ખર્ચ કરી…
New Delhi,તા.08 સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોના સભ્યો દ્વારા ડૉક્ટરો સાથે થતી મારામારીની વધતી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને કડક સૂચના આપી છે કે ડૉક્ટરો પર હુમલો કરનારા આવા રાજકારણીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની એક હૉસ્પિટલમાં શિવસેના નેતાઓ દ્વારા ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓ સાથે કરવામાં આવેલી મારામારીના બીજા જ દિવસે આવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે વહેલી સવારે રિલીફ હૉસ્પિટલમાં બની હતી. દહી હાંડી ઉત્સવ દરમિયાન ઘાયલ થયેલા એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના મુદ્દે હૉસ્પિટલના પેસેજમાં અચાનક વિવાદ અને હંગામો શરૂ થયો હતો. હૉસ્પિટલના એક…
New Delhi,તા.08 ઈરાન-અમેરિકા વચ્ચે ખાડી યુદ્ધ અને હોર્મુઝ સંકટના કારણે અટકેલા ગેસ પુરવઠાને પગલે સરકારે ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નિયમો બદલી નાખ્યા હતા. સિલિન્ડરની કિંમતથી લઈને બુકિંગ સુધી અનેક ફેરફારો થયા હતા. હવે કેન્દ્ર સરકારે ફરી એકવાર LPG સિલિન્ડર સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે સિલિન્ડર રિફિલિંગની મુદત ફરીથી 45 દિવસથી ઘટાડીને 25 દિવસ કરી દીધી છે.કેન્દ્ર સરકાર દ્વારા LPG રિફિલ બુકિંગનો સમયગાળો 45 દિવસથી ઘટાડીને 25 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર ગ્રામીણ વિસ્તારો માટે કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પ્રવાસન રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ…
Madhya Pradesh,તા.08 મધ્ય પ્રદેશનાં સાગર જિલ્લાનાં બંડામાં ઝેરી દારૂ પીવાને કારણે ૧૪ લોકોનાં મોત થયા છે. કેટલાક લોકોને ગંભીર હાલતમાં સાગર સ્થિત બુંદેલખંડ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાતનાં સમયે ૧૦૦થી વધુ લોકોની તબિયત ખરાબ થવાને કારણે બંડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન ૧૪ લોકોનાં મોત થયા છે.મૃતકોનાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ બંડા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર પ્રતિભા પાલ અને પોલીસ સુપ્રિટેન્ડેન્ટ અનુરાગ સુજાનિયા સહિત વહીવટી તંત્ર અને પોલીસનાં વરિષ્ઠ અધિકારી બંડા પહોંચ્યા હતાં.અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી અને કેસની તપાસ શરૂ કરાવી હતી. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે બંડામાં…
New Delhi,તા.08 ખાડી દેશોમાં તંગદિલીને કારણે ઓઇલ અને ગેસનાં પુરવઠા પર અસર થઇ છે.જો કે ભારતમાં ઓઇલ અને ગેસનાં પુરવઠા પર અસર ખૂબ જ નહીંવત જોવા મળી છે. એટલું જ નહીં પણ ભારત હવે અન્ય દેશોને ઓઇલ સપ્લાય કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.એક રિપોર્ટ અનુસાર રશિયાની નિકાસમાં મંદી અને અમેરિકન શિપમેંટમાં નબળાઇને પગલે હવે ભારત યુરોપને ડીઝલ પૂરોપાડનાર એક અગ્રણી દેશ બનીને ઉભરી રહ્યો છે.રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં બાબ-અલ-મંડેબ સ્ટ્રેટથી થઇને યુરોપ જનારા જહાજોપરપહોંચેલ ડીઝલનો લગભગ ૬૦ ટકા હિસ્સો ભારતીય રિફાઇનરીઓ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. ગયા મહિને યુરોપ જનારાપ્રમુખશિપિંગ રૂટથી લગભગ બે લાખ બેરલ પ્રતિદિન ડીઝલની અવરજવર થઇ હતી.…
New Delhi,તા.08 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વ માટે નવો નકશો જાહેર કરવામાં આવ્યો છે. ભારતે આ નકશાને સમર્થન આપ્યું છે સાથે જ એવી સ્પષ્ટતા કરી છે કે ભારતના સત્તાવાર નકશામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ કરાયેલો છે તેમાં કોઇ જ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે.ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વિશ્વના નવા નકશા માટે મતદાન થયું હતું, ભારતે આ નવા નકશાની તરફેણમાં મતદાન કર્યું છે. જોકે સાથે જ કહ્યું છે કે ભારતની અખંડતા સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ નહીં ચલાવી લેવાય. ભારતના જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના સત્તાવાર નકશા મુજબ વિશ્વના નકશામાં પણ જળવાઇ રહેવા જોઇએ.ભારતે એવી…
વાહન ઊભું રાખવા જેવી નજીવી બાબતમાં પાઇપ અને લાકડી ફટકારતાં પરિવારના 6 સભ્યો લોહીલુહાણ હાલતમાં સિવિલમાં સારવાર હેઠળ Rajkot,તા.07 શહેરના કોઠારીયા (આણંદપર) વિસ્તારમાં વાહન રસ્તા વચ્ચે ઊભું રાખવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સરપંચના દીકરા સહિત બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને પરિવાર પર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પરિવારના ૬ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે એટ્રોસિટી અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠારીયા આણંદપર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઈ લક્ષ્મણભાઈ…
Rajkot,તા.07 પડધરી તાલુકાના દહિસરડા ગામમાં એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના બની હતી. શનિવારે (5 સપ્ટેમ્બર) બપોરના સમયે ગામના પાટવાળા હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબી ગયા હતા. જોકે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે ચોથા બાળકની શોધખોળના 8 કલાક બાદ ફાયરની ટીમને તેનો મૃતદેહ મળી આવ્યો હતો બીજી બાજુ રવિવારે નાના એવા દહિસરડા ગામમાં એકીસાથે ત્રણ બાળમિત્રોની સ્મશાન યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું હતું. મળતી માહિતી મુજબ, દહિસરડા ગામમાં એક જ શેરીમાં રહેતા અને સ્કૂલમાં સાથે ભણતા ત્રણ મિત્રો દરરોજ સાથે જ રમતા હતા. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જામનગરના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામથી 12 વર્ષીય…
ઉત્તરપ્રદેશના શખ્સની શોધખોળ; ૧૮.૪૬૭ કિ.ગ્રા. ગાંજો, મોબાઈલ, રોકડ બે ટ્રોલી બેગ સહિત ૯.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત Rajkot,તા.07 રાજકોટ રેલવે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ રેલવે, રાજકોટની ટીમે રાજકોટ રેલવે સ્ટેશન પરથી આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતના માદક પદાર્થ સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. એલ.સી.બી. અને એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે, રાજકોટની ટીમ રાજકોટ રેલવે સ્ટેશન પર આંતર રાજ્ય ટ્રેનો ઉપર વોચ રાખી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ રામજીભાઈ અને અન્ય પોલીસ કર્મીઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી…
