Author: Vikram Raval

New Delhi,તા.08 AI રેાકાણમાં આવેલાં ઉછાળા અને શેરબજારેામાં તેજી હેાવા છતાં ભારતીય અબજોપતિઓ માટે આ સમયગાળેા બહુ ફાયદાકારક સાબિત થયેા નથી. અલ્ટ્રાટા બિલિયનેર સેન્સસ રિપેાર્ટ અનુસાર, ઝડપથી વધતા ભારતીય બજારમાં અબજોપતિઓનું રિટર્ન બીજા વર્ષે પણ ધીમું રહ્યું. ભારતીય અબજોપતિ રશિયા અને સિંગાપુર જેવા દેશેાના પેાતાનાં નજીકનાં હરીફેાથી પાછળ રહી ગયા. એશિયામાં મજબૂત ગ્રેાથ, પણ ભારત પાછળ  એશિયા ક્ષેત્રમાં અબજોપતિઓની કુલ સંખ્યા 6.5 ટકા વધીને 881 થઈ ગઈ અને તેમની કુલ સંપત્તિ 10 ટકા વધીને 3.1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ. જોકે, આ મજબૂત પ્રાદેશિક પ્રદર્શનથી વિપરીત ભારતનાં બજારમાં અબજોપતિઓની સંપત્તિમાં વૃદ્ધિ ધીમી રહી. છેલ્લા એક વર્ષમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 3.9…

Read More

New Delhi,તા.08 ઈરાન યુદ્ધના કારણે વિશ્વમાં ક્રુડતેલ સપ્લાય અસ્તવ્યસ્ત થઈ છે અને ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ બંધ હોવાથી તથા ગલ્ફના દેશોની ક્રુડતેલ ઉત્પાદન વહન ક્ષમતા ઘટી હોવાથી ભારતે તેની ક્રુડતેલ સપ્લાય માટે કુલ 31 દેશો સાથે કરાર કર્યા છે. પરંતુ રશિયા એ ભારતનું ટોચનું સપ્લાયર બની રહ્યું છે તથા દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર રશિયા પુરુ પાડે છે. એક તરફ અમેરિકા એ યુક્રેન યુદ્ધના કારણે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી સામે ભારત પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી છે પણ ભારતે તેની પરવા કર્યા વગર જ આ સપ્લાય ચેઈન જાળવી રાખી છે. રસપ્રદ બાબત એ છે કે, રશિયા પાસેથી ક્રુડતેલ મંગાવ્યા…

Read More

Washington,તા.08 અમેરિકાએ ચેતવણી આપી છે કે ભારતીયો માટે રોજગાર આધારિત પહેલી કેટેગરી (ઈબી-1) ગ્રીન કાર્ડની ઉપલબ્ધતા આવનારાં કેટલાક અઠવાડિયામાં અસ્થાયી રૂપે સમાપ્ત થઈ શકે છે. આનું કારણ આ કેટેગરીમાં ખૂબ જ વધારે અરજીઓ અને વધતી માંગ બતાવવામાં આવી છે. આ કારણસર પહેલેથી જ લાંબી રાહનો સામનો કરી રહેલા ભારતીય અરજદારોની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. અમેરિકી વિદેશ વિભાગે સપ્ટેમ્બર માટે વીઝા બુલેટિન જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતથી જોડાયેલી ઈબી-1 અરજીઓની સંખ્યા એટલી વધારે છે કે નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બરના રોજ પૂરું થાય તે પહેલાં આ શ્રેણી માટે નિર્ધારિત વીઝા સંખ્યા પૂરી રીતે વપરાઈ શકે છે. વિદેશ…

Read More

Jharkhand, તા. 8 રાત્રે કોઈ મહિલાનાં ઘરમાં ઘૂસવું કે તેના કપડાં ઊંચા કરવાનો પ્રયાસ કરવો તે ગુનો હોઈ શકે છે, પરંતુ તેને બળાત્કારનો પ્રયાસ (એટેમ્પ્ટ ટુ રેપ) ગણી શકાય નહીં. ઝારખંડ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં મહિલાની લજ્જા ભંગ કરવી અને બળાત્કારના પ્રયાસ વચ્ચેની કાનૂની સીમારેખા સ્પષ્ટ કરતાં આ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે આરોપીની અપીલ પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, આરોપીના આ કૃત્યથી બળાત્કારના પ્રયાસનો ગુનો સિદ્ધ થતો નથી. આ કેસ ડિસેમ્બર 1999નો છે, જેમાં પૂર્વ સિંહભૂમ જિલ્લાની સેશન્સ કોર્ટે આરોપીને બળાત્કારના પ્રયાસ માટે 4 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ચુકાદાને આરોપીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.…

Read More

Gandhinagar, તા.8 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે અને વડોદરા તથા નવસારીમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપવા સાથે 3પ,ર00 કરોડના કેન્દ્ર તથા ગુજરાત સરકારના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પ્રથમ વખત વડોદરા ખાતેના કાર્યક્રમમાં રેમ્પ વોક સ્ટાઇલમાં એન્ટ્રી કરીને જેન-ઝી સાથે સંવાદ કરશે આ કાર્યક્રમ માટે બુક માય શો  મારફત ટીકીટનું વેંચાણ કરીને સંપૂર્ણ પ્રોફેશ્નલ ટચ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાન લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. તેમાં 32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા 2,597 કરોડથી…

Read More

Gandhinagar, તા.8 ગુજરાત વિધાનસભાના આવતીકાલથી શરૂ થતાં ત્રણ દિવસના ટુંકાસત્રમાં ભરચક્ક કામગીરી નિર્ધારિત કરવામાં આવી છે. વ્યાપાર-ઉદ્યોગ માટે વ્યવસાય સરળ બનાવવા તથા વિવિધ ગૂંચવણો દૂર કરવા માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશરૂપે  ખાસ વિધેયક દાખલ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે જુદા-જુદા પાંચ કાયદાને એક જ વિધેયકમાં આવરી લેવાયા છે. તેમાં વેપાર ધંધા 24 કલાક ખુલ્લા રાખવા, સરળ રજીસ્ટ્રેશન, બીજા રાજ્યોમાં નોંધાયેલા તબીબોની સરળ નોંધણી જેવી બાબતોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર વિધાનસભાનાં આગામી ચોમાસૂ સત્ર દરમિયાન ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ બિલ, 2026’ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં નિયમો અને કાયદાકીય પ્રક્રિયાઓને સરળ…

Read More

New Delhi,તા.08 દેશભરમાં હવામાનની પેટર્નમાં ઝડપી ફેરફારો જોવા મળી રહ્યા છે. પહાડી વિસ્તારોની જેમ મેદાની વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પહાડી રાજ્યો માટે અતિ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ યુપીમાં સવારથી જ વરસાદનો દોર શરૂ થઈ ગયો છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ઘટ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા છે. દ્વારકામાં હજુ સુધી સીઝનનો માત્ર 6.81% જ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદની ઘટ 73% પર…

Read More

લખનઉએ બાજી મારી, ઇન્દોર બીજા તો જબલપુર ત્રીજા સ્થાને New Delhi,તા.08 કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે(CPCB) સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કર્યા છે. આ વખતે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉએ બાજી મારી છે, તો મધ્યપ્રદેશનું ઇન્દોર બીજા તો જબલપુર ત્રીજા સ્થાને છે. જેમાં દેશની રાજધાની દિલ્હી 172 અંકો સાથે 21મા સ્થાને છે અને મુંબઈ 160 અંક સાથે 28મા સ્થાને છે. બીજી બાજુ, છત્તીસગઢની રાજધાની રાયપુર 189 અંક સાથે છઠ્ઠા સ્થાને છે. દુર્ગ-ભિલાઈ 175.3 અંક સાથે 17મા નંબર પર છે. કેટેરગી-Iમાં 10 લાખથી વધુ વસતિવાળા શહેર પણ સામેલ છે. જેમાં યુપીની રાજધાની લખનઉ પહેલા ક્રમાંકે, મધ્યપ્રદેશનું ઇન્દોર બીજા, જબલપુર ત્રીજા, ભોપાલ અને આગ્રા…

Read More

New Delhi,તા.08 આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. તેને લઈને અત્યારથી જ પાર્ટીઓએ રાજકીય સમીકરણ સાધવાના શરૂ કરી દીધું છે. આ વચ્ચે હવે ચૂંટણીની તારીખોને લઈને ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. ચાર ચૂંટણી રાજ્યોમાં વસતી ગણતરીની તારીખોને પહેલા કરાવવાના અને મણિપુરમાં તેને ટાળવાના નિર્ણય બાદ એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ફેબ્રુઆરી-માર્ચ 2027માં ચૂંટણીઓ યોજવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠક છે. તમને જણાવી દઈએ કે, વસતી ગણતરી અને ચૂંટણી બંનેમાં સરકારી કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષકોની જ ડ્યૂટી લાગે છે.…

Read More

New Delhi,તા.08 કેરળના કોચી ઍરપૉર્ટથી અબુ ધાબી માટે ઉડાન ભર્યા બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં આકાશમાં જ મોટી કટોકટી સર્જાઈ હતી. ફ્લાઇટ શરૂ થયાના આશરે 50 મિનિટ બાદ 36000 ફૂટની ઊંચાઈએ વિમાનના એક એન્જિનમાં ઇંધણ(ઓઇલ)નું સ્તર ઝડપથી ઘટવા લાગ્યું હતું. ખતરાને પારખીને ક્રૂ મેમ્બર્સે તુરંત જ વિમાનને પાછું વાળીને કોચી ઍરપૉર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ સમયસૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સલામત છે.અહેવાલ મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737 વિમાન (ફ્લાઇટ નંબર IX 415) કોચીથી અબુ ધાબી તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ક્રૂ મેમ્બર્સના ધ્યાને આવ્યું કે એન્જિન 1 માં…

Read More