- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Mehsana,તા.૭ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે રૂપિયા ૬ લાખ ૧૪ હજારથી વધુની કિંમતનો ૨૦૪.૮૬ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ ઝોન અને ગાંધીનગર ઝોનની બંને ટીમો દ્વારા સાથે મળીને આ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ વિભાગ તરફથી આવેલા સત્તાવાર નિવેદન મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, મહેસાણાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. બાતમી મળતા જ રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન સર્વેલન્સ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મળેલી વિશ્વાસનીય બાતમીના આધારે શંકાસ્પદ ઈસમોની હિલચાલ પર નજર રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.…
Ahmedabad,તા.૭ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મહાદેવજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી ભકતોએ શિવ પૂજા કરી હતી અમદાવાદ સહિત ગુજરાતભરના મહાદેવના મંદિરોમાં સવારથી જ ભકતોની ભીડ ઉમટી પડી હતી અને ભકતોએ શિવના શિવલીંગ પર દુધ,પાણી,બિલીપત્રનો અભિષેક કર્યો હતાં કેટલાક મહાદેવના મંદિરોમાં શિવપુરાણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે ધોળેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળ્યો છેલ્લા સોમવારે મહાદેવજીના શિવલિંગને શણગાર કરવામાં આવ્યો આ ઉપરાંત અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મંદિરના પટાંગણમાં ભવ્ય ફૂલોની રંગોળી બનાવવામાં આવી છે. આ ઉપરાંત આજના દિવસે દીપમાળા, ચાર પ્રહર આરતી,…
Ahmedabad,તા.૭ શહેરના ઇસનપુર વિસ્તારમાં પરિણીતાને ધમકી આપી તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે તેના પિયરના પાડોશમાં ભાડે રહેતા મિસ્ટુકુમાર સિંહા નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, આરોપીએ મહિલાની બે વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મહિલાનો આક્ષેપ છે કે આરોપીએ ઘટનાના સમયે તેની અંગત તસવીરો પણ પોતાના મોબાઇલમાં લઈ લીધી હતી. ત્યારબાદ આ તસવીરો તેના પતિ અને સાસરિયાઓને મોકલી દેવાની ધમકી આપીને તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી. મહિલાએ પરિવારને સમગ્ર વાત જણાવ્યા બાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે…
Ahmedabad,તા.૭ અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી ૧૨ વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી તેની માતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે માતાની નજર સામે જ બાળકીનું મોત નીપજ્યું હતું. સદનસીબે બાળકીની માતાને કોઈ ઈજા થઈ નહોતી મળતી માહિતી મુજબ, ૧૨ વર્ષની આરાધ્યા બારોટ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાની માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહી હતી. દરમિયાન થલતેજ વિસ્તારમાં જીજે ૨૪ એકસ ૫૧૩૦ નંબરના ડમ્પર સાથે એક્ટિવાની ટક્કર થઈ હતી. અકસ્મતમાં આરાધ્યાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.…
Ahmedabad,તા.૭ શહેરના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં ધોરણ-૮ના વિદ્યાર્થીને શાળા છૂટ્યા બાદ હાથમાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી. ઈજા એટલી ગંભીર હતી કે વિદ્યાર્થીના હાથમાં આશરે ૧૫ ટાંકા આવ્યા હતા. વિદ્યાર્થીને ઈજા કઈ રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. વિદ્યાર્થીના વાલીએ શાળા પાસે સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની રજૂઆત કરી હતી. જોકે, ઘટના સમયે સીસીટીવીનું રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાનું શાળા તરફથી જણાવવામાં આવ્યું છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળા પાસેથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ તેમજ સીસીટીવી ફૂટેજ રજૂ કરવા સૂચના આપી છે. મળતી માહિતી મુજબ, ૩૧ ઓગસ્ટે શાળા છૂટ્યા બાદ ધોરણ-૮નો વિદ્યાર્થી સ્કૂલ વાનમાં બેસવા ગયો…
Rajkot,તા.૭ એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકોટના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘની ચૂંટણી આવતીકાલે, ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાવાની છે. ખાસ વાત એ છે કે ચૂંટણીમાં સામસામે રહેલા તમામ ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હોવાથી આ ચૂંટણીને ભાજપ વિરૂધ્ધ ભાજપ તરીકે જોવામાં આવી રહી છે. સંઘની કુલ ૧૫ બેઠકોમાંથી ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની ૫ બેઠકો માટે ૧૦ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ સંગઠન દ્વારા પાંચ બેઠકો માટે પોતાના પસંદગીના ઉમેદવારોના નામ જાહેર કરીને તેમને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ભાજપના જ અન્ય ઉમેદવારો…
Chandigarh,તા.૭ પંજાબ કોંગ્રેસમાં થયેલા ફેરબદલે માત્ર પાર્ટીના સ્થાનિક એકમને જ આશ્ચર્યચકિત કર્યું નથી, પરંતુ એક સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે કેન્દ્રીય નેતૃત્વની પોતાની પ્રતિક્રિયા પ્રણાલી છે અને તે કોઈ એક વ્યક્તિના મંતવ્યો પર આધાર રાખતી નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે ભૂપેશ બઘેલને જૂથબંધીગ્રસ્ત રાજ્ય એકમને એક કરવાના ચોક્કસ કાર્ય સાથે પંજાબ મોકલ્યા હતા. હાલમાં, એક જૂથનું નેતૃત્વ ચરણજીત સિંહ ચન્ની અને સુખજિંદર સિંહ રંધાવા કરી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા અને પ્રદેશ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ પોતાના જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજ્ય પ્રમુખ તરીકે, રાજા વારિંગને જિલ્લા પ્રમુખોનો પણ ટેકો છે, કારણ કે વારિંગે તેમની…
Ahmedabad,તા.૭ અમદાવાદમાં આજથી શરૂ થયેલી રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળે શહેરના રોજિંદા પરિવહન સામે મોટો પડકાર ઊભો કર્યો છે. ઓલા-ઉબેર સહિતની એપ આધારિત કેબ સેવાઓ સામે ‘રોજગાર બચાવો’ના નારા સાથે ચાલકો હડતાળ પર ઊતર્યા છે. ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ આંદોલનમાં રાજ્યભરમાં ૩.૭૦ લાખથી વધુ ચાલકો જોડાવાના દાવા વચ્ચે અમદાવાદના મુસાફરો માટે આગામી ચાર દિવસ ખાસ કરીને મુશ્કેલ બની શકે છે. લાંબી રજાઓ અને વેકેશન પૂર્ણ થતાં શહેરમાં બહારગામથી પરત આવેલા લોકોની અવરજવર પહેલેથી જ વધી છે. પરિવાર સાથે પરત ફરેલા મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરી-ધંધા માટે નીકળતા લોકો અને રેલવે-એસટી-એરપોર્ટ પરથી શહેરમાં પહોંચતા મુસાફરો માટે રિક્ષા અને કેબ સૌથી સરળ વિકલ્પ ગણાય…
Ahmedabad,તા.૭ આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. જેને પગલે હવે તેઓ વિધાનસભા સત્રમાં હાજરી આપી શકશે. ચેતર વસાવાએ ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખતા હાઈકોર્ટે ૭ દિવસના શરતી જામીન મંજૂર કર્યા છે. નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદભે આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૧, ૧૪૯, ૧૮૬, ૨૯૪, ૩૫૩, ૩૮૬ અને આર્મ્સ એકટની કલમ ૨૫ વગેરે મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં નર્મદાની કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ ૯ આરોપીને ૭ વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ ૨૩…
Islamabad,તા.૭ પાકિસ્તાનમાં સશસ્ત્ર બળવાખોરી સામે ચાલી રહેલી લડાઈ સુરક્ષા દળો પર વધુને વધુ ભારે નુકસાન પહોંચાડી રહી છે. દક્ષિણ એશિયામાં આતંકવાદ અને સુરક્ષા વિકાસ પર નજર રાખતા સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલના તાજેતરના ડેટા પુષ્ટિ કરે છે કે પાકિસ્તાની સૈન્ય માટે આ આંતરિક યુદ્ધ વર્ષ-દર-વર્ષ કેટલું લોહિયાળ અને અનિયંત્રિત બની રહ્યું છે. બે વર્ષમાં મૃત્યુમાં ૧૩૧%નો વધારોઃ ૨૦૨૩ઃ ૫૩૨ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા,૨૦૨૪ઃ આ સંખ્યા વધીને ૭૫૪ થઈ, જે ૪૧.૭% નો વધારો છે.૨૦૨૫ઃ મૃત્યુ ૧,૨૨૯ પર પહોંચી ગયા, જે એક વર્ષમાં લગભગ ૬૩% નો વધારો છે.માત્ર બે વર્ષમાં (૨૦૨૩ થી ૨૦૨૫) સુરક્ષા દળોમાં મૃત્યુમાં ૧૩૧% નો વધારો થયો. જાન્યુઆરી-ઓગસ્ટ ૨૦૨૬ઃ આઠ…
