Author: Shri Nutan Saurashtra

Srinagar,તા.૧૧ જમ્મુ અને કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકારે ગરીબ પરિવારોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. વહીવટીતંત્રે અંત્યોદય અન્ન યોજના (એએેવાય) હેઠળ આવરી લેવામાં આવેલા આશરે ૨.૨૨ લાખ પરિવારોને દર મહિને ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાની યોજના પર કામ ઝડપી બનાવ્યું છે. પાત્ર લાભાર્થીઓને ઓળખવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફક્ત એએવાય શ્રેણી હેઠળ નોંધાયેલા અને આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા પરિવારોને જ આ યોજનાનો લાભ મળશે. સંબંધિત વિભાગોને રેશનકાર્ડ અને વીજળી કનેક્શન રેકોર્ડ સાથે મેચ કરીને પાત્ર પરિવારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, જેથી યોજનાના લાભો યોગ્ય લોકો…

Read More

ટીએમસીના કુશાસનને કારણે સરકારી ભરતી માટે જે લોકો વધુ ઉંમરના થઈ ગયા છે તેમને પણ છૂટ આપવામાં આવી છે,વડાપ્રધાન Kolkata,તા.૧૧ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી પૂર્વ બર્દવાન જિલ્લામાં પહોંચ્યા. તેમણે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ અહીં એવા ઉદ્યોગો સ્થાપશે જે લાખો યુવાનોને રોજગાર આપશે. બંગાળ ભાજપે બેરોજગાર યુવાનો માટે સહાયની પણ જાહેરાત કરી છે. ટીએમસીના કુશાસનને કારણે સરકારી ભરતી માટે જે લોકો વધુ ઉંમરના થઈ ગયા છે તેમને પણ છૂટ આપવામાં આવી છે. સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ઝડપથી ભરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં અન્ય રાજ્યોની જેમ રોજગાર મેળાઓનું આયોજન…

Read More

સોનાના વાયદામાં રૂ.3754 અને ચાંદીના વાયદામાં રૂ.11273નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.1475નો કડાકો કોમોડિટી વાયદાઓમાં રૂ.224535.06 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1346360.58 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.133893.92 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36353 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 9 એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.1570899.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.224535.06 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1346360.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36353 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ઈરાનના માથે અમેરિકા અને ઈઝરાયેલે થોપેલા મહાયુદ્વમાં બન્ને તરફ મોટી ખુવારી બાદ ૪૦માં દિવસે બન્ને પક્ષો બે અઠવાડિયા માટે યુદ્વ વિરામ માટે સંમત થતાં વૈશ્વિક અર્થતંત્ર પર કટોકટીનું મોટું જોખમ ટળતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૧૮%જેટલો કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેર બજારોમાં ફરી તેજી થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ યથાવત રાખતાં બજારને ટેકો મળ્યો હતો. ભારતીય શેર બજારોમાં આજે ચાર મહિનાની સૌથી મોટી તેજી આવ્યા સાથે રોકાણકારોના ચહેરા પરની ૪૦ દિવસથી છીનવાયેલી ખુશી પરત ફરતી જોવાઈ હતી. શેરોમાં રોકાણકારોની સંપતિમાં એક દિવસનો વિક્રમી રૂ.૧૬.૨૫ લાખ કરોડનો જંગી વધારો થયો હતો. વેસ્ટ…

Read More

Rajkot, તા.11 દર વર્ષે બાલભવન દ્વારા ઉનાળુ વેકેશનના વર્કશોપનુ આયોજન કરવામાં આવે છે. જેમાં ૫ થી ૧૬ વર્ષના દરેક બાળકો ભાગ લેતા હોય છે બાલભવન રાજકોટના ટ્રસ્ટી ડો.અલ્પા ત્રિવેદી અને ડો.યજ્ઞેશ જોષીના માર્ગદર્શન હેઠળ બાલભવનના ઓફિસ સુપ્રિ.કિરીટ વ્યાસ, બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે આ વર્ષે પણ ઉનાળુ વેકેશન વર્કશોપનુ આયોજન થવા જઈ રહ્યું છે તા.૨૦ થી શરૂ થતા સાંજના વર્કશોપમાં ગ્લાસ પેઈન્ટીંગ, ગરબા તાલીમ, ઓરીગામી, કથ્થક નૃત્ય, નેઈલ આર્ટ, કીરીગામી, મહેંદી આર્ટ કલે ઓર્નામેન્ટસ, સેમી કલાસિકલ તેમજ સ્પોર્ટ વિભાગમાં બાસ્કેટબોલ, લોન ટેનીશ, સ્કેટીંગ, ટેબલ ટેનીશ, જીમ્નાસ્ટીક, લેડીઝ ફિટનેસ, જુડો, ટેકવોન્ડો અને ક્રિકેટ શીખવવામાં આવશે. તેમજ તા.૨૭ થી શરૂ થતા આ…

Read More

Rajkot તા.11 રાજકોટ શહેરમાં મોટા ભાગના વેપારીઓ નાની-મોટી દુકાન કે ઓફિસો વિગેરે ભાડે રાખીને પોતાનો ધંધો ચલાવી રહયા છે ત્યારે ભાડાની વિવિધ કોમર્શિયલ પ્રોપર્ટીઓ જેમ કે, દુકાન, શો રૂમ, ઓફિસ વગેરે ઉપર રાજકોટ મનપા દ્વારા જે બમણો ટેકસ વસુલવામાં આવી રહયો છે. તેના કારણે વેપારીઓ અને પ્રોપર્ટી માલિકોને અસહ્ય આર્થિક બોજનો સામનો કરવો પડી રહયો છે. તેમજ હાલમાં આશરે ૫૦% થી ઉપરનો વેપાર ઓનલાઈન થઈ ગયેલ હોવાથી તેઓના વેપાર-ધંધા ઉપર ગંભીર અસર પહોંચી છે. રાજકોટ મનપા દ્વારા આવી ભાડાની કોમર્શિયલ પ્રોપર્ટી ઉપર બમણો ટેકસ વસુલવો ખરેખર અયોગ્ય જણાઈ રહયુ છે. કારણે કે જે કોમર્શિયલ પ્રોપર્ટીનો ઉપયોગ માલીક પોતે કરે છે…

Read More

Mithapur, તા.11 દ્વારકા રૂપેણ બંદરે હોડી રાખવાના મામલે બે જૂથ વચ્ચે બઘટાડી બોલતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હોડી રાખવાના મામલે પ્રથમ શાબ્દીક યુઘ્ધ થયા પછી મામલો ઉગ્ર બન્યો હતો અને બન્ને પક્ષો સામસામે મારામારી થઈ હતી. આ બઘડાટીમાં કુલ ચાર લોકો ઘાયલ થયા હતા અને તમામને દ્વારકામાં જ સારવારમાં ખસેડાયા હતા. ચારમાંથી એકની સ્થિતી નાજુક જણાતા વધુ સારવાર માટે જામનગર ખસેડેલ છે. બનાવની જાણ થતા સ્થાનીક પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરીસ્થિતી પર કાબુ મેળવેલ હતો અને ઈજાગ્રસ્તો ત્થા સાક્ષીઓના નિવેદન લીધા પછી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બનતા જ આ વિસ્તારમાં તંગદીલી જેવી સ્થિતી ઉભી…

Read More

Mithapur, તા.૧૦ દેવભૂમી દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકામાં રબારીગેટ ચાર રસ્તા પાસે સ્પીડબ્રેકર મુકવા માંગ ઉઠી છે. આ ચાર રસ્તે રહેતી હોવા છતા સ્પીડબ્રેકરના મામલે ઉદાસીન છે. આ સ્થળે એક માર્ગ મીઠાપુર તરફ બીજો સરકારી દવાખાના દ્વારકા તરફ, ત્રીજો માર્ગ દ્વારકા ત્રણબતી ચોક તરફ અને ચોથો માર્ગ રેલ્વે સ્ટેશન તરફ જતો હોય આખો દિવસ ટ્રાફીક રહે છે. અહીંથી મોટા વાહનો પણ રબારીગેટ અંદરથી પસાર થાય છે ઉપરાંત યાત્રીકો અને સ્થાનીકોની પણ વિશેષ અવરજવર રહે છે પરંતુ અહીં એક પણ સ્પીડબ્રેકર ન હોવાથી વાહનો બેફામ ગતિએ ચાલતા જોઈ શકાય છે. આ સ્થળ પર ચારે ચાર માર્ગ પર સ્પીડબ્રેકર અતિ જરૂરી છે. દ્વારકામાં…

Read More

Rajkot, તા.11 સ્વયંભૂ બ્રહ્મ સેવક ગ્રુપ દ્વારા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી તા.૧૪ થી ૧૯ એપ્રિલ કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમોની રૂપરેખામાં તા.૧૪ ના ગૃહ મંદિર એવા અયોઘ્યા ચોકથી સાંજે ૫ કલાકે આલાપ ગ્રીનસીટી ખાતે સ્થાપના યાત્રા, રાત્રે ૮-૩૦ રાષ્ટ્રગીત-મહાઆરતી તા.૧૫ ના મહિલા પાંખ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકો માટે અલગ-અલગ સ્પર્ધા, તા.૧૬ની સાંજે શિવ ડાન્સીકલ ગ્રુપ અને તેમની ટીમ દ્વારા નૃત્ય-ડાન્સનો કાર્યક્રમ યોજાશે. તા.૧૭ ના રોજ મહિલા પાંખ દ્વારા દાંડિયારાસની રમઝટ તથા તા.૧૮ ની સાંજે ૪.૩૦ કલાકે આનંદનો ગરબો, અન્નકૂટ તથા રાત્રે ૮ થી ૧૧ હર્ષિલ કનૈયા તથા ચિરાગ કવાનો લોકડાયરો કાર્યક્રમ તેમજ તા.૧૯ ને…

Read More

બીએપીએસના આંતરરાષ્ટ્રીય વકતા અપૂર્વમૂનિ સ્વામિનુ વ્યકતવ્ય Rajkot, તા.11 રાજકોટના આંગણે રેસકોર્ષ મેદાનમાં આજથી સાત દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બીએપીએસના આંતરરાષ્ટ્રીય વકતા અને મોટી વેશનલ સ્પીકર સંત તથા રાજકોટના સંત વકતા અપૂર્વમુનિ સ્વામિ પોતાની રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રસંગો, દ્રષ્ટાંત, સંવાદ, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફોટો વિડીયોની અદભૂત પ્રસ્તુતિ સાથે દરરોજ રાત્રે શાસ્ત્રમાત્રના સાર સમાન વિવિધ વિષયો ઉપર પારાયણ દ્વારા પ્રત્યેક માનવને ઉત્કર્ષની અનુભૂતિ કરાવશે. પ્રથમ દિવસ તા.૧૧ ના સંકલ્પો સાકાર કરવાના સુત્રો, તા.૧૨મીએ સબ દર્દો કી એક દવા, તા.૧૩મીએ આર્ય સંતાનો સાવધાન, તા.૧૪મીએ સત્ય સનાતન દેશ હૈ મેરા, તા.૧૫મીએ પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?…

Read More