- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Surat,તા.૧ રાજ્યમાં મેઘરાજા ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધૂંઆધાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તોફાની મેઘમહેર જોવા મળી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં સૌથી વધુ ૨૪ ઈંચ (૫૬૫ મિમી) કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય મુખ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદની વાત કરીએ તો તાપી (ડોલવણ) ૧૭ ઈંચ (૪૨૫ મિમી), ખેડા (વસો) ૧૬.૫ ઈંચ (૪૧૬ મિમી), નવસારી…
New Delhi,તા.૧ રામ મંદિર માટે દાનની કથિત ચોરી અંગે સાંસદ પપ્પુ યાદવે સંસદમાં વિરોધ કર્યો. તેમણે સંતના વેશમાં વિરોધ કર્યો, અને અન્ય વિપક્ષી સાંસદો પણ તેમાં જોડાયા. પપ્પુ યાદવના વિરોધ બાદ, જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી સૂર્યા મૈથિલ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં પપ્પુ યાદવ પર વિરોધ દરમિયાન ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષ ભારત ગઠબંધનના અનેક નેતાઓએ આ વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો હતો. આ બાબત અંગે, સૂર્ય મૈથિલે આરોપ લગાવ્યો હતો કે પપ્પુ યાદવે સંસદની બહાર તેમના વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક પ્રતીકોનું અપમાન કર્યું હતું. મૈથિલે…
Rajkot તા.૧ શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૨, ૩ અને ૭માં તાજેતરમાં ઘણા દિવસો સુધી દુષિત અને ગંદા પાણીનું વિતરણ થતા લોકો હેરાન થઇ ગયા હતા. ઉપરથી નર્મદાની પાઇપલાઇન મારફત આવતું પાણી નવી આવક સાથે ક્ષારવાળુ બનતા આ હાલત સર્જાઇ હતી જેના પગલે વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર ધૈર્યભાઇ પારેખે સતત ત્રણ દિવસ વોર્ડ નં.રના જુદા જુદા વિસ્તારોમાં ફરીને, અધિકારીઓને સાથે રાખી આ પ્રશ્ન મોટા ભાગે હલ કરાવી દીધો છે. હવે કાશી વિશ્વનાથ પ્લોટ સહિતના વિસ્તારોમાં રાબેતા મુજબ શુધ્ધ પાણી મળવા લાગ્યાનું નગરસેવકે જણાવ્યું હતું. જુના રાજકોટના વોર્ડ નં.ર, ૩ અને ૭ના અનેક વિસ્તારોમાં ઘણા દિવસો સુધી દુષિત પાણી આવતું હતું અને…
Rajkot તા.૧ Rajkot કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળાના ૨૨૮ સ્ટોલ પ્લોટ માટે ૫૩૪ ફોર્મ સબમીટ વેપારીઓએ કરાવેલ છે.જો કે આ વખતે રમકડાના સ્ટોલ માટે વેપારીઓએ નિરૂત્સાહ બતાવેલ છે. લોકમેળામાં દર વર્ષે ભારે આકર્ષણ જમાવતા રમકડાંના ૧૦૦ સ્ટોલ સામે માત્ર ૯૫ ફોર્મ જ ભરાયા છે. જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે તેના કરતાં પણ ૫ ફોર્મ ઓછા આવ્યા છે. આ સ્થિતિને કારણે તંત્રએ રમકડાંના સ્ટોલ માટે કોઈપણ પ્રકારની હરરાજી (હરાજી) કરવાની જરૂર રહેશે નહીં. અરજી કરનાર તમામ ૯૫ વેપારીઓને સીધી જ ફાળવણી કરી દેવામાં આવશે, જ્યારે બાકી રહેલા ૫ સ્ટોલ અંગે તંત્ર આગામી નિર્ણય…
Paper Mafiaઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે New Delhi,તા.૧ રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારા બિલને મંજૂરી આપી છે. આ સાથે, પેપર લીક કાયદામાં સજાની જોગવાઈઓ વધુ કડક બની ગઈ છે. નવી જોગવાઈ મુજબ, પેપર લીક કેસોમાં ચુકાદો ત્રણ મહિનામાં આપવામાં આવશે. દોષિત ઠરનારાઓને ૧૦ વર્ષ સુધીની જેલ અને ?૧૦ કરોડ સુધીના દંડનો સામનો કરવો પડશે. પ્રશ્નપત્ર લીક વિરોધી સુધારા બિલ અંગે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે જણાવ્યું હતું કે આ બિલ પેપર લીકના સમગ્ર નેટવર્કને નાબૂદ કરવાનો પ્રયાસ છે. તે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા વધારશે. લોકસભામાં ખૂબ જ હોબાળા પછી આ સુધારા બિલ પસાર કરવામાં…
રેલ્વેથી માંડી મોબાઇલ ટાવર કંપનીઓ મોટી દેવાદાર, વ્યાજ રાહત યોજનાના પ્રારંભે ટેકસ બ્રાન્ચનું વાસ્તવિક ચિત્ર Rajkot તા.૧ Rajkot મનપાએ આજે ૧ ઓગષ્ટથી નાના મિલ્કત અને પાણીવેરા બાકીદારો માટે બંને ટેકસમાં કુલ રૂા. ૧૦ હજાર સુધીની વ્યાજ માફી યોજના લાગુ કરી છે. બે મહિનાની આ યોજનામાં ૧.૪૦ લાખથી વધુ આસામીને લાભ થવા ધારણા છે ત્યારે આજની સ્થિતિએ મનપાનું ટેકસનું કુલ માંગણુ ૧૪૦૦ કરોડ ઉપર હોવાનું ટેકસ શાખાના ચોપડે બોલે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા સાથે મોટા માથા જેવા બાકીદારો, સરકારી કચેરીઓ, વિવાદમાં રહેલ મોબાઇલ ટાવર કંપનીના માલિકો પાસેથી પણ રીકવરી માટે નકકર પ્રયાસ આગળ વધારવા જોઇએ તેવો મત…
Rajkot તા.૧ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જીજે૩કયુએફ સીરીઝનું ઓનલાઈન ઈ-ઓકશન કરવામાં આવેલ હતું.જેમાં તા.૨૮/૦૭ના બપોરના ૪ કલાક થી ૨૮/૦૭ના બપોરના ૪ કલાક સુધી પસંદગી નંબરોમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું. ત્યાર બાદ તા.૨૮/૭ બપોરનાં ૪.૦૧ કલાકથી ૩૦/૭ના બપોરનાં ૪ સુધી ઓનલાઈન બિડિંગ કરવામાં આવેલ હતું.જેમાં કુલ ૨૨૧૭ અરજદારોએ ભાગ લીધો હતો. જેમાંથી કુલ ૧૭૯૦ અરજદારોએ સફળતાપુર્વક નંબર પ્રાપ્ત કરેલ હતાં. જેના દ્વારા સરકારને રૂ।૨,૬૬,૫૦૦ની કુલ આવક થવા પામેલ છે. ઉલ્લખનિય છે કે આ ઓકશનમાં ૭-નંબર માટે સૌથી વધુ રૂ।.૨૧ લાખની ઓફર થઈ હતી. તેમજ ૯-નંબર માટે ૧.૯૧ અને એકડા માટે…
તમામ તાલુકાઓમાં એક ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧ અમરેલી જિલ્લામાં એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતાં શુક્રવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ સમગ્ર જિલ્લામાં રાતભર ધીમીધારેથી લઈને ધોધમાર વરસ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં એક ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ નોંધાતા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ રહ્યું હતું. અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં નદી જેવો દૃશ્ય સર્જાયો હતો, જ્યારે અનેક…
Srinagar,તા.૧ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવીને તેમની હત્યા કરી. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત તમામ પક્ષોના નેતાઓએ આ ઘટના પર દુઃખ અને નિંદા વ્યક્ત કરી છે, પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દરમિયાન, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ આ ઘટના પર સવાલ ઉઠાવ્યા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફારુક અબ્દુલ્લાએ ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેમને ખબર પણ નથી કે કામદારોની હત્યા કોણે અને કેવી રીતે કરી. તેમણે કહ્યું કે હત્યારાઓને શોધવા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે આપણે રાજ્યનો દરજ્જો માંગીએ…
નદી-તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક, ખરીફ પાકને મળશે નવજીવન ચિતરંજન છાટબાર Babra તા.૧ Babra શહેર સહિત સમગ્ર તાલુકામાં છેલ્લા રાત-દિવસ દરમિયાન અંદાજે પાંચ ઇંચ જેટલો સારો અને સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી ધીમીધારે અને સતત વરસી રહેલા વરસાદના કારણે તાલુકાની નદીઓ, તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે. વરસાદનું પાણી ધીમે-ધીમે જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાબરા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં ઉભેલા ખરીફ પાકને નવજીવન મળ્યું છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન, મગ, ચણા સહિતના પાક માટે આ…
