Author: Vikram Raval

New Delhi,તા.૧ ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ ના ૯મા દિવસે જુડોમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે જુડોમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. દિલ્હીના રહેવાસી હર્ષ સિંહે ૬૦ કિગ્રા વર્ગમાં આ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેટ્‌ઝ જોશુઆને ૧૦-૦થી હરાવ્યો હતો. તેમણે વાઝા-એરી ચાલથી આ પ્રભાવશાળી વિજય મેળવ્યો. આ સાથે, હર્ષ સિંહ કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા. મેડ. જુડોમાં આ ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ, ભારતની અસ્મિતા ડેએ ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે જુડોમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. તેણીએ ફાઇનલ મેચમાં કેનેડાની હેઈડી ક્વાશને હરાવી હતી.…

Read More

New Delhi,તા.૧ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે એક ઐતિહાસિક દિવસ હતો, જ્યાં ભારતે જુડોમાં બે ગોલ્ડ મેડલ સહિત ત્રણ મેડલ જીત્યા હતા અને ડેકાથલોન ઇવેન્ટમાં પણ પ્રથમ વખત મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર તેજસ્વિન શંકરે ૧૫૦૦ મીટર દોડની અંતિમ સ્પર્ધામાં કુલ ૭૯૭૬ પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શંકર ડેકાથલોનમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. ૧૦ ઇવેન્ટની આ કઠિન સ્પર્ધામાં, શંકર પગમાં ઈજાને કારણે તેના નિયમિત ઊંચા કૂદકામાં ભાગ લઈ શક્યો ન હતો. ૨૧ ડિસેમ્બર, ૧૯૯૮ ના રોજ દિલ્હીમાં જન્મેલા, તેજસ્વિન શંકરે બાળપણમાં ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોયું હતું, તેના ઘરનું વાતાવરણ તેની સફળતામાં મુખ્ય પરિબળ હતું.…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧ Morbiના ઘૂટું ગામમાં પત્નીને માર મારતા પતિને સાઢુભાઈ સમજાવવા જતા મારામારી થવા પામી હતી બંને પક્ષે મારામારી થયા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોરબીના ઘૂટું ગામે રહેતા કિશનભાઈ ગેલાભાઈ સોલંકી (ઉ.વ.૨૭) વાળાએ આરોપીઓ જયદીપ દિનેશ રાઠોડ, દિનેશ રાઠોડ અને રેખાબેન રહે ઘૂટું વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયદીપ દિનેશ રાઠોડ તેના સાઢુભાઈ થતા હોય અને પત્નીને માર મારતો હતો જેથી પત્નીને માર નહિ મારવા બાબતે સમજાવતા સારું નહિ લાગતા આરોપી જયદીપ રાઠોડ, દિનેશ રાઠોડ અને રેખાબેને ફરિયાદીના ઘર પાસે જઈને ફરિયાદીના માતા…

Read More

“આ સરકારમાં રાજીનામું નહીં” ના ગર્વને તોડનાર કોકરોચ જનતા પાર્ટીના આંદોલનથી ઘેરાયેલા સ્વ-મગ્ન વિપક્ષે ભૂલવું ન જોઈએ કે આ પરંપરાગત રાજકારણ માટે એક મોટો અને કઠોર પાઠ છે. દેશમાં શિક્ષણની નબળી સ્થિતિ કોઈ રહસ્ય નથી, પરંતુ સરકારો ઇચ્છિત પગલાં લેવામાં નિષ્ફળ ગઈ. તેથી જ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં, શાળા શિક્ષણને અસર કરતી છેતરપિંડી અને પેપર લીકના પ્રકોપે ઉચ્ચ શિક્ષણને પણ ઘેરી લીધું છે. શિક્ષણ માફિયાની ચર્ચા ત્યારે પણ થતી હતી અને આજે પણ થતી રહે છે. આનો અર્થ એ થયો કે આ લાંબા સમયગાળા દરમિયાન, સત્તામાં પરિવર્તન આવ્યું છે, પરંતુ વ્યવસ્થા બદલાઈ નથી. કહેવાની જરૂર નથી કે આ…

Read More

આ ફિલ્મમાં કિયારા નાદીયાના પાત્રમાં દેખાશે, નવા પોસ્ટરે ફેન્સને ઈમ્પ્રેસ કર્યા Mumbai, તા.૧ સાઉથના સુપરસ્ટાર યશની મચ અવેઈટેડ ફિલ્મ ‘ટોક્સિક’ની ત્રણ-ત્રણ વાર રિલીઝ ડેટ બદલ્યા બાદ આખરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું એક ગીત પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં યશ અને કિયારા રોમાન્સ કરી રહ્યા છે. હોટ સીનને લઈને ગીતની ચર્ચા થઈ રહી છે ત્યારે કિયારાએ આ ફિલ્મમાં પોતાના રોલને લઈ એક મોટી અને  મહત્ત્વની વાત કહી છે. પોતાના પાત્રને લઈને દિલ ખોલીને વાત કરતા એક્ટ્રેસે કહ્યું હતું કે, હું એવા રોલની શોધમાં હતી જેમાં કંઈક અલગ હોય. ખરેખર તો આ ફિલ્મને લઈને કિયારાએ જે મહેનત…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧ માળિયા તાલુકાના ખીરઈ ગામ નજીક નેશનલ હાઈવે પર એસટી બસ ડમ્પર પાછળ અથડાઈ હતી જે અકસ્માતમાં એસટી બસમાં સવાર મહિલા સહીત પાંચ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મધ્યપ્રદેશના વતની હાલ રાજકોટ માધાપર ચોકડીએ રહેતા મુકેશ કાલુભાઈ ભુરીયા (ઉ.વ.૩૨) વાળાએ એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૧૫૩૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે ગત તા. ૩૧ જુલાઈના રોજ એસટી બસના ચાલક મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે પર ખીરઈ ગામના પાટિયા પાસે ફરિયાદીના ડમ્પર પાછળ એસટી બસ અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં એસટી બસમાં સવાર રાહુલ…

Read More

જૅનિફર વિંગેટના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્ન અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા Mumbai, તા.૧ ટીવીની જાણીતી અભિનેત્રી જૅનિફર વિંગેટ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેના અભિનયને કારણે નહીં, પરંતુ તેના ટ્રેડિશનલ અને ગ્લેમરસ લુકને કારણે. સોશિયલ મીડિયા પર જૅનિફરનો લીલી પૈઠણી સાડીમાં એક લુક વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પરંપરાગત પૈઠણી સાથે તેણે ટ્યુબ બ્લાઉઝ પહેરીને ટ્રેડિશનલ લુકને એકદમ મોડર્ન ટચ આપ્યો છે.જૅનિફરની લીલી પૈઠણી સાડી પરની સોનેરી જરીની નકશી તેના લુકને રોયલ ટચ આપે છે. સામાન્ય બ્લાઉઝની જગ્યાએ સ્લીક ટ્યુબ બ્લાઉઝ પસંદ કરીને તેણે સાડીને ફ્યુઝન સ્ટાઇલમાં રજૂ કરી…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧ Morbiમાં રહેતા ૫૦ વર્ષીય આધેડને ભંગારના કારખાનામાં ભાગમાં રાખવાની લાલચ આપી રૂ ૧.૧૩ કરોડ પડાવ્યા બાદ ભાગીદારી નહિ આપી રૂ ૧.૧૩ કરોડ ઓળવી જઈને ચીટીંગ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મૂળ બીલીયા હાલ મોરબીના આલાપ પાર્ક શેરી નં ૧૧ માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદીયા (ઉ.વ.૫૦) વાળાએ આરોપી ગૌરવ જયંતીલાલ ડઢાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બે વર્ષ પૂર્વે ફરિયાદી ફેક્ટ પેપરમિલના ભાગીદાર હતા અને મિલ બંધ કરી જેથી પેપરમિલ બંધ થતા કામધંધાની તલાશ કરતા હતા દરમિયાન પોણા બે વર્ષ પૂર્વે સંબંધી ગૌરવભાઈ સાથે સંપર્ક થયો હતો અને…

Read More

જે મહિલા ખરેખર ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરે છે એમના યોગદાનની નોંધ યોગ્ય રીતે લેવાવી જ જોઈએ: મુનમુન Mumbai, તા.૧ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ની ગ્લેમરસ એક્ટ્રેસ ‘બબીતાજી’-મુનમુન દત્તાએ ઈન્ડસ્ટ્રીમાં કામ મળવું કેટલું મુશ્કેલ છે એના અંગે દિલ ખોલીને વાત કરી હતી. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના સન્માન અને કામ મળવાની બાબતમાં કેટલીક તરફેણ અંગે તેમણે વિગતવાર વાત કહી છે. મુનમુન દત્તાનું કહેવું છે કે, આ કોઈ એક પ્રોડક્શન કે યુનિટની વાત નથી. ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ કરવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી. મહિલાઓને એટલી કોઈ ક્રેડિટ આપવામાં આવતી નથી જેટલી એ ખરેખર ઈચ્છતી હોય છે કે, ડીઝર્વ કરતી હોય છે.…

Read More

હરિદ્વાર પહોંચ્યા પછી ચારેય મિત્રો કાવડ યાત્રા ઉપાડીને શુક્રવારે વહેલી સવારે ચંદીગઢ જવા રવાના થયા હતા Haridwar, તા.૧ હરિદ્વારથી ગંગાજળ ભરી પરત ફરી રહેલા ચાર સગીર મિત્રો ગંગા સ્નાન દરમિયાન ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ચારેય મિત્રો ગંગા નહેરમાં ડૂબી ગયા હતા તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ચારે મિત્રો ચંદીગઢના રહેવાસી હતા.આ દુર્ઘટના જ્વાલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જટવાડા પુલ પાસે સ્નાન કરતી વખતે ગંગા નહેરના ઊંડા પાણીમાં ડૂબી જવાથી થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર ચાર મિત્રો  ૩૦ જુલાઈની રાત્રે કાવડ યાત્રા કરવા માટે હરિદ્વાર પહોંચ્યા…

Read More