- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.25 ભારતના Private space mission ના ’વિક્રમ’ રોકેટ માટે કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપનાર જામનગરની દીકરી પૃથ્વી સંઘાણી ભંડેરી પોતાના વતન પરત ફરતાં જામનગર નજીક આવેલા તેમના વિભાપર ગામમાં ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના ગ્રામજનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને બેન્ડવાજા, ડીજે અને શોભાયાત્રા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા પૃથ્વી સંઘાણીને પુષ્પહાર પહેરાવી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૃથ્વીની આ આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિથી સમગ્ર વિભાપર ગામમાં ભવ્ય આતશબાજી સાથે આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. ગામના સ્થાનિકોએ તેમને યુવાનો અને…
વિનોદભાઇ માછી નિરંકારી બહુચરાજી શક્તિપીઠનું ધાર્મિક મહાત્મય જોઇએ તો પૌરાણિક કથાઓ મુજબ જ્યારે ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને લઈને બ્રહ્માંડમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતી ર્માંના શરીરના ટુકડા કર્યા હતા,એવું માનવામાં આવે છે કે અહીં દેવી સતીના શરીરનો જમણો હાથ પડ્યો હતો જેથી આ સ્થાન ‘બાહુચરાજી’ અને સમય જતાં બહુચરાજી તરીકે ઓળખાયું. ગુજરાતના મહેસાણા જિલ્લામાં બહુચરાજી યાત્રાધામથી માત્ર ત્રણ કિ.મી.ના અંતરે આવેલું શંખલપુર એ ર્માં બહુચરનું અસલ પ્રાગટ્ય સ્થાન-મૂળ સ્થાનક છે,આ એક અતિ પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ છે. માતાજીએ દંડસુર રાક્ષસનો વધ કરી વૈદિક ધર્મની પુનઃસ્થાપના કરી હતી. ર્માં બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા…
વિનોદભાઇ માછી નિરંકારી યજ્ઞોનું વર્ણન સાંભળીને એવી જીજ્ઞાસા થાય કે તે યજ્ઞોમાંથી કયો યજ્ઞ શ્રેષ્ઠ છે? એનું સમાધાન ભગવાન આગળના શ્ર્લોક(૪/૩૩)માં કરતાં કહે છે કે.. શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે (પરંતપ પાર્થ-હે પરંતપ અર્જુન ! દ્રવ્યમયાત્-દ્રવ્યમય, યજ્ઞાત્-યજ્ઞની અપેક્ષાએ, જ્ઞાનયજ્ઞઃ-જ્ઞાનયજ્ઞ, શ્રેયાન્-શ્રેષ્ઠ છે. સર્વમ્-સઘળાં, કર્મ-કર્મો અને, અખિલમ્-પદાર્થો, જ્ઞાને-જ્ઞાન તત્વમાં, પરિસમાપ્યતે-સમાપ્ત-લીન થઇ જાય છે.) હે પરંતપ અર્જુન ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.સઘળાં કર્મો અને પદાર્થો જ્ઞાન તત્વમાં સમાપ્ત-લીન થઇ જાય છે. ‘શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ’ જે યજ્ઞોમાં દ્રવ્યો-પદાર્થો તથા કર્મોની આવશ્યકતા રહે છે તે બધા યજ્ઞો દ્રવ્યમય યજ્ઞો છે. એવા દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે કેમકે જ્ઞાનયજ્ઞમાં દ્રવ્ય અને કર્મની આવશ્યકતા હોતી નથી. બધા જ યજ્ઞોને ભગવાને કર્મજન્ય કહ્યા છે.…
દાતાશ્રીઓ અને સેવાભાવી ભક્તોનું થયું સન્માન Surendranagar તા.25 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ભગવાનનું ગામ તરીકે જાણીતા સાયલામાં આવેલી શ્રી લાલજી મહારાજની જગ્યાએ ભક્તો માટે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી રાંધણશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. જોકે, મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશ પાઠવી મંદિર ટ્રસ્ટ અને ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી લાલજી મહારાજની જગ્યાએ વર્ષભર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓથી સજ્જ નવી રાંધણશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, વૈશ્વિક સ્તરે, ભારતની લોકશાહી તેની સૌથી મોટી શક્તિ જાહેર ભાગીદારી, અસંમતિ માટે આદર અને શાંતિપૂર્ણ વિરોધની પરંપરામાંથી મેળવે છે. કોઈપણ લોકશાહી પ્રણાલીમાં, વિરોધ પ્રદર્શનો, પ્રદર્શનો, સત્યાગ્રહ અને જન આંદોલનો માત્ર વિરોધના માધ્યમ નથી, પરંતુ સરકાર અને જનતા વચ્ચે સંવાદ સ્થાપિત કરવાના બંધારણીય માધ્યમ પણ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં અહિંસક પ્રતિકારની ખૂબ જ પ્રાચીન પરંપરા પણ છે, જેને મહાત્મા ગાંધીએ આધુનિક યુગમાં સત્યાગ્રહ અને અહિંસક વિરોધના રૂપમાં વિશ્વ સમક્ષ સ્થાપિત કરી હતી. સ્વતંત્રતા સંગ્રામથી લઈને ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સામાજિક સંગઠનો સુધી, શાંતિપૂર્ણ આંદોલનોએ વારંવાર સરકારોને જનતાની ભાવનાઓને ધ્યાનમાં લેવા માટે પ્રેરિત કર્યા છે. લોકશાહીનો…
લોકસેવા અને વિકાસની નવી પ્રતિબદ્ધતા જિલ્લા પંચાયત પદાધિકારીઓ ની ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકા મથકો ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલન મીટિંગ Kotdasangani તા.25 જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેનભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ના નેતૃત્વ હેઠળ ની રાજ્ય સરકાર ની સર્વાંગી વિકાસ ની નીતિઓ અને ગ્રામ્ય વિસ્તાર ની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે ત્યારે આ યોજના ના અસરકારક અમલીકરણ માટે અને છેવાડા ના લોકો સુધી લાભો પહોંચાડવા માટે આજ રોજ ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી…
વરસાદી પાણીના ભરાવા અને નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થા અને તાત્કાલિક કામગીરી અંગે સ્થળ પર જ સમીક્ષા Rajkot, તા.૨૫ Rajkot શહેરમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૨૪-૦૭-૨૦૨૬ના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ ફિલ્ડ મુલાકાત કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા અને નિકાલની સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલની કામગીરી તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે સ્થળ પર જ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સિટી એન્જિનિયર અધિકારીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ડ્રેનેજ વિભાગ તથા અન્ય સંબંધિત શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, જંકશનો,…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, જુલાઈ 2026નું ચોમાસુ સત્ર ભારતના લોકશાહી ઇતિહાસમાં માત્ર રાજકીય મુકાબલા માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય પ્રતીકોની બંધારણીય સ્થિતિ પર નવી ચર્ચા માટે પણ વૈશ્વિક સ્તરે યાદ કરવામાં આવશે. ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જ્યારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે તેનો સખત વિરોધ કર્યો હતો. વિવિધ વિપક્ષી પક્ષોએ તેને ગેરબંધારણીય ગણાવીને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી. ગૃહમાં સતત હોબાળો થયો, જેના કારણે બિલ પર વિગતવાર ચર્ચા થઈ શકી નહીં. ૨૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ, બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની ચર્ચા અને ત્યારબાદની કાયદાકીય પ્રક્રિયા મડાગાંઠને કારણે આગળ વધી શકી…
Rajkot , તા.૨૫ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના યશસ્વી PM Modiનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત દ્વારા દર માસના અંતિમ રવીવારે મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. તેમજ ભારતીય જનતા પાર્ટી દરેક શહેરમાં આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરના મુખ્ય આગેવાનો, સંગઠનના હોદેદારો, રાજકોટ શહેર મોરચાના કાર્યકર્તાઓ, વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, બુથના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ રાજકોટ શહેરના વિવિધ સ્થળોએ ગોઠવણી કરી કાર્યક્રમને નિહાળતા હોય છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપની…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.25 મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ અલગ રેડ દરમીયાન પકડવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો એસડીએમ, ડીવાયએસપી અને નશાબંધી વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં ૪.૨૫ કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો સરહદી રેંજ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા વિદેશી દારૂના મુદામાલનો નાશ કરવાની સુચના મળી હતી જેને પગલે એસ.ડી.એમ મોરબી પ્રવીણસિંહ જેતાવતના અધ્યક્ષસ્થાને, ડીવાયએસપી એસ એચ સારડા, ડીવાયએસપી જે એમ આલ, નશાબંધી સબ ઇન્સ્પેકટર એસ સી વાળાના સુપરવિઝન હેઠળ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો મોરબી જીલ્લાના સીટી એ ડીવીઝન, સીટી બી ડીવીઝન તેમજ મોરબી તાલુકા અને ટંકારા…
