- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
Gandhinagar,તા.૨૫ દેશમાં નીટનું પેપર લીક થયા બાદ સમગ્ર દેશમાં યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દિલ્હીના જંતર મંતર ઉપર એક મહિના કરતાં વધારે સમયથી આંદોલન ચાલી રહી છે. આંદોલનનો પ્રવાહ ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે. ગઈકાલે ગાંધીનગર શહેરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી. જેના બીજા દિવસે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવાના મેસેજ ફરતા હતા. જેને લઈને ગાંધીનગર પોલીસ સાબદી થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ રસ્તા ઉપર બેરીકેટ્સ મૂકીને આંદોલન કાર્યોને એકઠા તથા અટકાવવા માટે કામગીરી કરવામાં આવી છે જેમાં ૨૦૦ લોકોની અટકાયત કરવામાં આવી…
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષા માટેની આગામી કાર્યવાહી શરૂ કરવામાં આવશે Ahmedabad, તા.૨૫ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ થશે. શાળાઓમાં યોગ્ય અને સક્ષમ આચાર્યની પસંદગી માટે લેવાતી ‘આચાર્ય અભિરૂચિ કસોટી’ (HMAT)ના આયોજન અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પગલે હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પરીક્ષા અંગેનું આયોજન કરશે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય અભિરૂચિ કસોટી યોજવા માટે શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલાઈ હતી. આ દરખાસ્તને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા HMAT પરીક્ષાના આયોજન માટે સૈદ્ધાંતિક…
(નયના દવે દ્વારા) Jamnagar તા.25 જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે બે અલગ-અલગ સ્થળોએ સફળ કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બે આરોપીઓ સામે ગુના નોંધ્યા છે. પ્રથમ કાર્યવાહીમાં તા. ૨૪.૦૭. ૨૦૨૬ ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે નિકાવા ગામે ખડધોરાજી રોડ ઉપર દરોડો પાડી કમલેશભાઈ જુવાનસિંહ દેવકા (મૂળ વતન સેમલાયા ગામ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ નિકાવા ગામ)ને ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના ૮૦ સીલબંધ ચપટા, કિંમત રૂપિયા ૧૬૦૦૦, સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) તથા ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી…
(નયના દવે દ્વારા) Jamnagar તા.25 જામનગર જિલ્લાના પંચકોષી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મૃત્યુ (એ.ડી.) નોંધવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, હડમતીયા ગામના રહેવાસી અશોકભાઈ રવજીભાઈ ગોંડલીયા (ઉંમર ૭૦ વર્ષ)ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તેમના પુત્ર વિશાલભાઈ અશોકભાઈ ગોંડલીયાએ પોલીસને જાણ કરતાં પંચકોષી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હૃદય બંધ થઇ જવાથી…
વિરોધ પ્રદર્શનો વચ્ચે, Delhiમાં દારૂની દુકાનો સપ્તાહના અંતે ફક્ત રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
New Delhi,તા.૨૫ રાજધાનીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ ચાલુ છે. આને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારે હવે દિલ્હીમાં દારૂની દુકાનો અંગે એક મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં દારૂની દુકાનો હવે સપ્તાહના અંતે રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં દારૂની દુકાનો સામાન્ય કરતાં બે કલાક વહેલા બંધ થશે, એટલે કે રાત્રે ૧૦ વાગ્યાને બદલે રાત્રે ૮ વાગ્યે, જ્યાં સુધી સપ્તાહનો…
બે અલગ-અલગ બનાવોમાં સગા ભાઈઓએ જ ૧૧૨ જનરક્ષક સેવાની મદદ લઈ બંનેને પોલીસને સોંપ્યા (નયના દવે દ્વારા) Jamnagar તા.25 જામનગર શહેરમાં દારૂના નશામાં તોફાન મચાવવાના અને જાહેરમાં બકવાસ કરવાના બે અલગ-અલગ બનાવોમાં પરિવારજનોએ જ ૧૧૨ જનરક્ષક સેવાની મદદ લેતાં સીટી એ. ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવમાં બાઈની વાડી આંબેડકર વાસ વિસ્તારમાં રહેતા મનિષભાઈ રાજુભાઈ ભટ્ટીની ફરિયાદ મુજબ તેમના ભાઈ ગોવિંદ રાજુભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૩) તા. ૨૪ જુલાઈની રાત્રે દારૂના નશામાં ઘરે આવી ગાળો બોલી ઝઘડો કરી તોફાન મચાવતા હતા. પરિસ્થિતિ વણસતા મનિષભાઈએ ૧૧૨ પર જાણ કરી હતી.…
સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ મહાનગરપાલિકા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરશે, લાખો મુલાકાતીઓ માટે સુવિધાઓનું આયોજન કરાશે (નયના દવે દ્વારા) Jamnagar તા.25 જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે આગામી ૧ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસીય શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય શુક્રવારે સાંજે યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ મેળાના આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી આપતાં હવે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સમગ્ર આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન પરંપરાગત રીતે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી યોજાતો આ મેળો શહેર તેમજ જિલ્લાના લોકો માટે આકર્ષણનું…
(નયના દવે દ્વારા) Jamnagar તા.25 જામનગર શહેરના મહાકાળી સર્કલ વિસ્તારમાં ખુલ્લા પટમાં કબાડ હાલતમાં પડેલી એક લકઝરી બસમાં શુક્રવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. બસમાંથી ધુમાડાના ગોટા ઊઠતાં ત્યાંથી પસાર થતા એક રાહદારીએ તરત જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાના કારણે બસનો કબાડનો ભાગ બળી ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, અને કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ પ્રાથમિક તબક્કે…
પશુરોગ સંશોધન એકમ અને પશુપાલન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી, તમામ બીમાર પશુઓની સારવાર શરૂ (નયના દવે દ્વારા) Jamnagar તા.25 જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં મોટી સંખ્યામાં ઘેટાં અને બકરાંના મોત નીપજતાં માલધારી પરિવારમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પશુરોગ સંશોધન એકમ-જામનગર અને પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મળતી વિગતો મુજબ જગા ગામના નારણભાઈ લીંબાભાઈ ઠુંગાના ૨૧ ઘેટાં અને ૪ બકરાં મળી કુલ ૨૫ પશુઓના મોત થયા છે. જ્યારે મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના ૧૮ ઘેટાં અને ૩ બકરાં મળી કુલ ૨૧ પશુઓના મોત થયા છે. આમ બંને માલિકોના મળી કુલ ૪૬ પશુઓના…
(નયના દવે દ્વારા) Jamnagar તા.25 જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોન ના ઉપયોગ નું વધુ એક વખત નેટવર્ક જામનગર સાઈબર ક્રાઇમ સેલની ટીમ પકડી પાડયું છે. જામનગરની જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ ના માધ્યમથી ઊંડાણ પૂર્વકની તપાસ બાદ પાંચ આરોપીઓ ના નામ ખુલ્યા હોવાથી પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર આરોપીઓ સામે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લા…
