Author: Vikram Raval

Junagadh,તા.૧૫ લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કાળા વાદળો છવાઈ ગયા છે અને અનેક સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં લાંબી રાહ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કાળઝાળ ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે…

Read More

ઘરઘાટીએ વિદેશી ચલણ, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની મતા ચોરી કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી Ahmedabad, તા.૧૫ શહેરના પાલડીમાં આવેલા સુવિધા શોપિંગ સેન્ટર સામેની ગૌતમબાગ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે. ન્યુ ક્લોથ માર્કેટના વેપારીના ઘરમાં જ કામ કરતા ઘરઘાટીએ નોકરીએ લાગ્યાના પાંચ માસમાં જ હાથ સાફ કરીને રાજસ્થાન ભેગો થઇ ગયો છે. ઘરઘાટીએ વિદેશી ચલણ, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૪૯.૬૨ લાખની મતા ચોરી કરતા પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાલડીમાં આવેલા સુવિધા શોપિંગ સેન્ટર સામે આવેલી ગૌતમબાગ સોસાયટીમાં રહેતા કરણ શાહ ન્યુ ક્લોથ માર્કેમાં દુકાન ધરાવીને કાપડનો વેપાર કરે છે. ગત તા.૯…

Read More

કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ૩ લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મહેસાણાને દરખાસ્ત કરી Mehsana, તા.૧૫ વડનગર તાલુકાની એક સગીરાનું અપહરણ કરી સુરતમાં ભાડાની રૂમમાં રાખી દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિસનગરના ગોઠવા ગામના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષ સખત કેદ અને કુલ રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યો હતો.વિસનગર તાલુકાના ગોઠવા ઓખાજીપુરામાં રહેતો વિશાલજી ઉર્ફે જતીન હમરાજજી ઠાકોર તા.૧૬-૧૨-૨૪ના રોજ વડનગર તાલુકાની એક સગીરાને લગ્નની લાલચ આપીને તેણીનું અપહરણ કરીને સુરત લઈ ગયો હતો. સુરતમાં ભાડેથી રૂમ રાખીને વિશાલજીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે વિશાલજી ઠાકોર સામે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહિતની…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ઃ વાંકાનેર રેલ્વે કોલોની વિસ્તારમાં નવા પંપ હાઉસ પાસેથી રેલવેના ૪.૮૧ લાખની કિમતના ઇલેક્ટ્રિક કેબલના ૩ ડ્રમની ચોરી સામે આવી હતી ચોરીની ઘટના મામલે મુંબઈ હેડ ક્વાર્ટરથી તપાસના આદેશ છુટ્ટા છઙઋ ટીમે તપાસ હાથ ધરી રેલ્વે કર્મચારી સહીત ચાર ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે ગત તા. ૧૧ જુલાઈના ૨૫ ચોરસ મીમી ક્ષમતાનો ૫૧૭ મીટર લાંબો એક કેબલ અને ૩૫ ચોરસ મીમીના ૪૯૪ અને ૫૦૨ મીટર લાંબા કેબલ રાત્રીના અજાણ્યા ઇસમોએ ક્રેઇન જેવા ભારે મશીનનો ઉપયોગ કરીને કેબલના ૩ ડ્રમ ઊંચકી મીની ટ્રકમાં લઇ જઈને ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ કુલ ૧૫૦૮ મીટર લાંબો…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ મોરબી જીલ્લામાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને પોલીસ ટીમો નાસતા ફરતા અને પેરોલ ફર્લો રજા પરથી જમ્પ થયેલ આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન ત્રિપલ મર્ડર ગુનામાં પેરોલ જંપ કરી ફરાર થયેલ ઈસમને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રિપલ મર્ડર ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી પૈકી ભરત નારણભાઈ ડાભી રહે મોરબી કેનાલ રોડ વાડી વિસ્તાર વાળો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૪ દિવસની ફર્લો રજા મંજુર થઇ હતી અને તા. ૨૮-૧૦-૨૦૨૫ ના રોજ ફર્લો રજા પૂર્ણ થતા રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર નહિ…

Read More

માલપૂઆ -દિવ્ય સાયં શણગાર -ધ્વજારોહણ ધૂન -પાઠના વિવિધ કાર્યક્રમો (મીનાક્ષી ભાસ્કર દ્વારા) Prabhas Patan  તા.૧૫ સોમનાથ- પ્રભાસ -પાટણ ખાતે નાના કોળીવાડામાં શ્રી રામદેવજી મહારાજના મંદિરે વહેલી સવારથી જ ભગવાનના મહાપ્રસાદ અર્થે પરંપરાગત રીતે માલપુડા બનાવવા શરૂ થઈ જશે જેમાં ૧૦૦થી વધુ કોળી સમાજના ભાઈબહેનો જોડાઈ સેવાઓ આપશે સાંજે શ્રી રામદેવજી મહારાજને બનેલા એ માલપુડા અર્પણ કરી થાળ ધરાવવામાં આવશે અને મહા આરતીમાં સૌ જોડાશે આ અગાઉ સવારે મંદિરે ધ્વજારોહણ કરાશે અને સાંજે મંદિર સંકુલમાં આશરે ચાર હજારથી ઉપર સંખ્યાના ભાવિકો સમૂહ પ્રસાદી આરોગશે તેમ નાના કોળીવાડાના પટેલ પ્રવીણભાઈ તથા સેક્રેટરી જગદીશ વાજાએ જણાવ્યું હતું પ્રભાસના સુપ્રસિદ્ધ દૈત્યસુદન મંદિરે જે અક્ષય…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ ભાવેશભાઈ રામાભાઈ ગાગીયા (ઉં.વ. ૨૯), રહે. મોડપર ગામ, તા. લાલપુર, જિ. જામનગર અને વ્યવસાયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (એમ.પી.એચ.ડબ્લ્યુ.) તરીકે ફરજ બજાવતા યુવકે મેઘપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તા. ૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ તેઓ રાસંગપર ગામના સરકારી સબ સેન્ટર ખાતે ફરજ પર હાજર હતા. તે દરમિયાન બપોરના સમયે તેમના મિત્ર મયુરભાઈ કરશનભાઈ ફળદુ અને નિર્મળભાઈ ડાંગર ત્યાં આવ્યા હતા.ફરિયાદ મુજબ, ભાવેશભાઈએ અગાઉ મયુરભાઈને દસ લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જેના બદલામાં મયુરભાઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો હતો. ચેક બાઉન્સ થતાં જામ-ખંભાળિયા કોર્ટમાં ચેક રિટર્નનો કેસ હાલ ચાલી રહ્યો છે. આ…

Read More

કુળદેવી ચામુંડા માતાજી, ખોડિયાર માતાજી અને વાકોલ માતાજીના મંદિરોને બનાવ્યા નિશાન (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ જામનગર તાલુકાના ચન્દ્રાગા ગામમાં આવેલા ત્રણ પૌરાણિક મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે. આ અંગે નવાગામ ઘેડ ખાતે રહેતા યશગીરીશભાઈ બાબુલાલ પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ ચન્દ્રાગા ગામમાં આવેલા ખવાસ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પૌરાણિક મંદિરમાં પરિવાર દ્વારા વર્ષોથી ચડાવવામાં આવેલા આશરે બે કિલો પંચધાતુના છત્તરો તેમજ બે ગ્રામ વજનનું સોનાનું છત્તર મળી અંદાજે રૂ. ૧ લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં પરિવારજનોએ ગામમાં પૂછપરછ…

Read More

ચાર પાડોશીઓ સામે ગુનો નોંધાયો, સાસુ-વહુને લાકડાના ધોકાથી માર માર્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ Jamnagarમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર-૨ વિસ્તારમાં રહેતી એક મહિલાએ જામનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૯ જુલાઈની રાત્રે આશરે નવ વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે ચાર શખ્સો તેમના ઘરે ધસી આવ્યા હતા. ફરિયાદ મુજબ, ઘરના દરવાજા પર લાકડાનો ધોકો પછાડી તેમના દીકરાઓ વિશે પૂછતાં ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. મહિલા તથા તેમના બંને દીકરાની પત્નીઓ બહાર નીકળતાં આરોપીઓમાંથી એકે લાકડાના ધોકાથી મહિલાના જમણા પગના સાથળના ભાગે માર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને મુઢ ઈજા પહોંચી હતી. ફરિયાદમાં…

Read More

સુસાઇડ નોટના આધારે ફરિયાદ; લોન અને વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવકને સતત ઉઘરાણી અને ધમકીઓથી મરવા મજબૂર કર્યાનો ફરિયાદમાં આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ભંગાર-સ્ક્રેપનો વ્યવસાય કરતા આશિષભાઈ કિશોરભાઈ ચાંદ્રા (ઉ.વ. ૩૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકના મોટા ભાઈ અમરીશભાઈ કિશોરભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ આશિષભાઈએ વર્ષ ૨૦૧૮માં કેપરી ગ્લોબલ ફાઈનાન્સ પાસેથી માતાના નામના મકાન પર મોર્ગૅજ રાખી આશરે રૂ. ૨૫.૯૪ લાખની લોન લીધી હતી. પિતાના વર્ષ ૨૦૧૯માં હાર્ટ એટેકથી…

Read More