- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ Morbi સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલના વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરીને ધમકી આપી ખંડણી માંગનાર અને સ્કૂલ ફીના નામે રૂપિયા પડાવવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે અગાઉ પણ વિવિધ જિલ્લાઓમાં સાયબર ઠગાઈ સહિત કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફરિયાદીની પત્નીને સ્કૂલ સંચાલકના નામે ફોન કરીને ઓટીપી મેળવી તેમનું વોટ્સએપ હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ મારફતે ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ.૩૦ હજાર પડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જાનથી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ Morbiના વીસીપરા વિસ્તારમાં નોતીયાર પાનની પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને કુલ પાંચ શખ્સોને રોકડ રકમ તથા ગંજીપત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ દરોડા દરમિયાન વીસીપરામાં નોતીયાર પાનની પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરત ભવાનભાઇ ગાગડીયા અને સિકંદર કાદરભાઇ પારેડીનો સમાવેશ થાય છે. પોલીસે આ રેઇડ દરમિયાન ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા ૫,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની અટકાયત કરી હતી. જ્યારે…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ Morbiમાં નટરાજ ફાટક પર બની રહેલા -૩૧ રેલવે ઓવરબ્રિજ ના કામમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. આ બાબત ધ્યાને આવતા બાંધકામમાં ગુણવત્તા અને સલામતીના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બ્રિજના બાંધકામની નિયમિત તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એક પિલરની એક લિફ્ટ નિર્ધારિત સામર્થ્ય () ના ધોરણો મુજબ નથી. જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને માર્ગ અને મકાન વિભાગએ કોન્ટ્રાક્ટરને આ પિલર સંપૂર્ણપણે તોડી પાડવાનો તાત્કાલિક આદેશ આપ્યો છે. આ સાથે જ મંજૂર ડિઝાઇન અને ટેકિન્કલ સ્પેસિફિકેશન મુજબ સ્વખર્ચે નવો પિયર…
Hyderabad ,તા.૧૫ તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એન્જિનિયર બી. રવિન્દર સામે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. આ કાર્યવાહી ચીફ એન્જિનિયરની ૯.૨૪ કરોડથી વધુની સંપત્તિના ખુલાસા બાદ થઈ છે. એસીબીના સિટી રેન્જે ૧ થી ૧૪ જુલાઈ દરમિયાન આરોપી બી. રવિંદરના ઘર, ઓફિસ અને તેના સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામીદારોના નવ અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. એસીબીના જણાવ્યા મુજબ, તેમના દ્વારા ઓળખાયેલી મિલકતોની નોંધાયેલ કિંમત ૯ કરોડ ૨૪ લાખ ૨ હજાર ૨૭૬ છે, જોકે તેમની વાસ્તવિક બજાર કિંમત ઘણી વધારે હોવાની ધારણા છે. ભ્રષ્ટાચાર દ્વારા મિલકત હસ્તગત કરવાના આરોપસર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (૨૦૧૮…
Rajkot તા.૧૫ શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી શરીર પર કાટ-મશ લગાડી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગાયકવાડી શેરી નં. ૫ માં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં, સુરેશ પાન પાસે રહેતા સંદીપ રાજેશભાઈ કુવાડિયા (ઉં ૧૯) તેના ઘર પાસે જ પકો રઘુ વાજલિયા નામના શખ્સે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલના બિછાને સંદીપે જણાવ્યું હતું કે, તે આરોપી પકા પાસે દારૂ લેવા માટે ગયો હતો. સંદીપે દારૂ માંગતા આરોપી પકાએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે,…
દક્ષિણપૂર્વ ઈરાનમાં યુએસ હવાઈ હુમલામાં સાત સૈનિકો માર્યા ગયા Tehran,તા.૧૫ ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલાથી ઈસ્લામિક રિપબ્લિકમાં ભારે વિનાશ થયો છે. ઈરાની સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહજેરાનીએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલામાં ૩૦ થી વધુ લોકો માર્યા ગયા છે. જોકે, તેમણે મૃત્યુઆંકનો ઉલ્લેખ કયા સમયગાળા માટે કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટ કર્યું નથી. ઈરાની સરકારનું આ નિવેદન ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાત્રે યુએસ હવાઈ હુમલામાં ૨૬૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાની સૈન્યએ જણાવ્યું છે કે ઈરાનશહરમાં બામપુર ગેરિસન પર યુએસ હુમલામાં તેના સાત સૈનિકો માર્યા ગયા છે. ઈરાની સૈન્યએ એમ પણ…
Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ
એમએચસી બિલ્ડિંગના છઠ્ઠા માળે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ નિષ્ણાત તબીબોની ટીમ અને ૨૦ નર્સિંગ સ્ટાફ ત્રણ શિફ્ટમાં સંભાળશે મોરચો Rajkot તા.૧૫ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા બાદ રાજકોટનું આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરની પ્રતિષ્ઠિત જનાના હોસ્પિટલ ખાતે તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કે, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કોઈ જ ખતરો નથી, જેથી નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. માત્ર તકેદારી અને સાવચેતી રાખવી અનિવાર્ય છે. આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા પગલાંના ભાગરૂપે જનાના હોસ્પિટલના નવનિર્મિત એમસીએચ બિલ્ડિંગના છઠ્ઠા માળે ૧૦ બેડનો…
મોટો ભાઈ દુકાનનું શટર ખોલીને અંદર જોતા પ્રોઢ લટકેલી હાલતમાં જોવા મળ્યા, કારણ અકબંધ Rajkot તા.૧૫ શહેરના ગુરુપ્રસાદ ચોક નજીક આવેલા સત્યમ્? કોમ્પ્લેક્સમાં વેપારીએ પોતાની જ ગાંઠિયાની દુકાનની અંદર શટર બંધ કરી પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ દોડી ગયેલી માલવીયાનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા પાછળના કારણો શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના જૂની પપૈયાવાડી શેરી નંબર-૫માં રહેતા દિનેશભાઈ રવજીભાઇ વાસાણી (ઉં ૫૦) ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા સત્યમ્? કોમ્પ્લેક્સમાં ’પટેલ ગાંઠિયા’ નામની દુકાન ચલાવતા હતા. રોજિંદા ક્રમ મુજબ ગઈકાલે સાંજે તેઓ પોતાની દુકાને…
ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે
Washington,તા.૧૫ ભારતીય મૂળના અવકાશયાત્રી અનિલ મેનન રશિયન સોયુઝ એમએસ ૨૯ અવકાશયાનમાં રવાના થયા છે. તેમણે કઝાકિસ્તાનના ઐતિહાસિક બાયકોનુર કોસ્મોડ્રોમથી રશિયન અવકાશયાત્રીઓ પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકીના સાથે પ્રક્ષેપણ કર્યું. ડુબ્રોવ અને કિકિના બંને માટે આ બીજું મિશન હશે. આ ત્રણેય ૨૦૨૭ માં પૃથ્વી પર પાછા ફરતા પહેલા લગભગ આઠ મહિના સુધી વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજી પ્રયોગો કરે તેવી અપેક્ષા છે. મંગળવારે રાત્રે ૮ઃ૧૭ વાગ્યે લોન્ચ થયેલ આ અવકાશયાન ત્રણ કલાકથી થોડા વધુ સમય પછી ઓર્બિટલ લેબોરેટરી સાથે ડોક કરશે. નાસા કહે છે કે તે અલ્ટ્રાસાઉન્ડ પ્રક્રિયાઓ સહિત અદ્યતન તબીબી અને ટેકનોલોજી પ્રયોગોમાં પણ ભાગ લેશે. આ પ્રક્રિયાઓ ભવિષ્યના ઊંડા અવકાશ…
૧૨.૬૩ લાખ એક માસમાં ફરિયાદીને ભરપાઈ ન કરે તો કેસ દીઠ વધુ છ છ માસથી સજા Rajkot તા.૧૫ ધંધાકીય વ્યવહાર પેટેની રકમ ચૂકવવા આપેલા ૧૩ ચેકો રિટર્ન થતા તમામ ચેકો અંગે દાખલ થયેલી ચેક રિટર્નની ચાર ફરિયાદોના દરેક કેસમાં અદાલતે આરોપીને એક એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવા પ્રકારની છે કે, રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડ,આર.ટી.ઓ. ઓફીસ પાસે, ઉર્જા એન્ટરપ્રાઈઝના નામે વેપાર પેઢી પાસેથી મહેક એન્ટરપ્રાઈઝના નામે ચાલતી પેઢીના ઓથોરાઈઝ પર્સન પ્રીતિ દિપકભાઈ મોટવાણી તથા તેમના પતિ દિપકભાઈએ માલ ફરીયાદી પેઢી પાસેથી પોતાની જરૂરીયાત મુજબનો માલ ખરીદેલ અને લેણી…
