- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
New Delhi,તા.૧૫ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ ચાલુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી છે. તેમણે કહ્યું કે જીૈંઇ પ્રક્રિયા મતદાર યાદીમાંથી નામો દૂર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને લોકશાહીને નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે જીૈંઇ એ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની પ્રક્રિયાને અસર કરી છે. તેમના નવા પુસ્તક, “ઇન્ડિયા એન્ડ આઇઃ અ હન્ડ્રેડ મેમોરીઝ, નોટ અ મેમોઇર” ના વિમોચન પહેલા કુરેશીએ કહ્યું કે વર્તમાન એસઆઇઆર પ્રક્રિયા મતદાર યાદીમાંથી નામો દૂર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જાણે કે ચૂંટણી પંચને વધુ નામો દૂર કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. કુરેશીએ કહ્યું…
સુપ્રીમ કોર્ટના આ કડક પગલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જાતીય ગુનાઓના કેસોમાં ન્યાયિક અને પોલીસ સંવેદનશીલતા અંગે કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં. New Delhi,તા.૧૫ દેશની સર્વોચ્ચ અદાલતે જાતીય ગુનાના કેસોમાં સંવેદનશીલતા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નીતિ અને વહીવટી નિર્દેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના તાજેતરના આદેશ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે, જેમાં મહિલા પર બળજબરી કરવાના કૃત્યને “બળાત્કારનો પ્રયાસ” ગણવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે જાતીય ગુનાઓ સંબંધિત કેસ નોંધવા અને સુનાવણી માટે અદાલતો અને પોલીસે નિર્ધારિત સંવેદનશીલતા માર્ગદર્શિકાનું…
Anand,તા.૧૫ આણંદ જિલ્લામાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવા દારૂના નશામાં હોવાના આરોપ સાથે ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્યાની ઘટનાએ લોકોમાં પણ ભારે રોષ ફેલાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પીઆઇ પી.પી. વસાવા બોરસદ વિસ્તારમાં કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમણે પહેલા એક કારને ટક્કર મારી હતી. જોકે અકસ્માત બાદ તેઓ અટક્યા નહોતા અને કાર વધુ ઝડપે હંકારી આગળ નીકળી ગયા હતા. ત્યારબાદ વહેરા પાટિયા નજીક તેમની કાર બાઈક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક…
Rajkot,તા.૧૫ Rajkot મહાનગરપાલિકાની સફાઈ કામગીરીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી આરટીઆઇ બાદ સફાઈ કામદારોના કામના વિસ્તારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયનનો દાવો છે કે શહેરમાં કેટલાક સફાઈ કામદારો પાસેથી નિયમ કરતાં અનેક ગણું વધુ કામ લેવામાં આવી રહ્યું છે. માહિતી અધિકાર હેઠળ મળેલા જવાબમાં મનપાએ જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ એક સફાઈ કામદારને ૨૫૦ થી ૭૫૦ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ તેમજ મિત્ર મંડળ હેઠળના તમામ સફાઈ કામદારો માટે લાગુ પડે છે. જોકે, રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાના જણાવ્યા મુજબ,આરટીઆઇ બાદ જમીની હકીકત…
Surat,તા.૧૫ Suratના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલિશન કેસમાં વધુ એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. કેસમાં સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના દાવાને સમર્થન આપવા માટે ઉરટ્ઠંજછ ચેટ, કોલ રેકોર્ડ અને વીડિયો સહિતના દસ્તાવેજી પુરાવા પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સુજલ પ્રજાપતિના એફિડેવિટ મુજબ, ૨૧ મેના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી વોટ્સએપ પર આ જલ્હી પુરૂ કરો એવો સંદેશ મોકલવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે “જી સર” લખીને સૂચનનો સ્વીકાર કર્યો હોવાનું દાવામાં જણાવાયું છે. દાવા મુજબ, ૨૯ મેના રોજ રોડ સરફેસ સંબંધિત પીડીએફ…
Ahmedabad,તા.૧૫ ગુજરાતમાં આગામી અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વને લઈને રાજકીય અને ધાર્મિક ઉત્સાહ બમણો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ ટૂંકા અને અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થવાની સાથે-સાથે ભાજપ સંગઠન અને રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ સાથે એક હાઈપ્રોફાઈલ બેઠક પણ યોજવાના છે. દર વર્ષની પરંપરા અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અષાઢી બીજની વહેલી સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પહોંચશે. રથયાત્રાના આ મંગલ અવસરે તેઓ વહેલી સવારે ભગવાન જગન્નાથજીની ભવ્ય મંગલા આરતીમાં સહપરિવાર ભાગ લેશે અને દેશ તથા રાજ્યની…
Rajkot,તા.૧૫ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ગોંડલ ડિવિઝનની ડીવાય એસપી કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના પોતાના રહેણાંક મકાનમાં જ મોટાપાયે જુગારધામ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાયની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને લાખોની રોકડ સાથે ૧૩ મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી છે, જ્યારે આરોપી હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે. આ ઘટના બાદ એસપી દ્વારા કડક પગલાં ભરીને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ડી-સ્ટાફના ૬ કર્મચારીઓની બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે, રાજકોટ રેન્જ…
Ahmedabad,તા.૧૫ CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં તેમના જન્મદિવસના અવસરે ગુજરાતના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિકતા માટે સમય કાઢ્યો હતો. જેમાં તેઓ અડાલજ ત્રિમંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં શીશ ઝુકાવ્યુ હતું. જન્મદિવસ પર મંદિર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે અહીંયા તેમને ગુજરાતના વિકાસની ગતિને વેગ આપવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરી હતી. તેમના જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત રાજકીય નેતાઓ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા લખ્યું કે,- “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં અને લોકોની…
Ahmedabad,તા.૧૫ ઈસનપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલા ચકચારી એસિડ એટેક કેસમાં સિટી સિવિલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાડોશમાં રહેતી મહિલાએ સોનાની ચેઈન લૂંટવાના ઈરાદે ૫૯ વર્ષીય મહિલા પર હાઈડ્રોક્લોરિક એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હોવાનો ગુનો સાબિત થતાં કોર્ટે ૬૪ વર્ષીય મહિલા આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનેલી મહિલાને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. ૩ લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. પ્રિન્સિપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, એસિડ હુમલાના કારણે પીડિત મહિલાની આંખોની દૃષ્ટિ પર ગંભીર અસર થઈ હતી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે ભારે નુકસાન સહન કરવું…
Junagadh ,તા.૧૫ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલ જૂનાગઢના ભવનાથની પવિત્ર તળેટીમાં એવી ઘટના બની છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. વર્ષોથી સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની વાઘેશ્વરી માતાજીના મંદિરના ગેટ પાસે જાહેરમાં બેરહેમીથી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે. ઘટનાના પગલે ત્વરિત આરોપીઓને પોલીસે ઝડપીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. વિગતે વાત કરીએ તો, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના વતની ૫૦ વર્ષીય ભરત જીવાભાઈ મકવાણા છેલ્લા ૧૨ વર્ષથી ઘર છોડીને ભવનાથમાં સાધુ તરીકે રહેતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે જ રહેતા અને એકલવાયું જીવન જીવતા હતા. બાર વર્ષ પહેલા પોતાના ઘરે હું…
