- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Rajkot,તા.૧૪ Rajkotના જસદણમાં આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગનો મોટો પર્દાફાશ થયો છે. દસ વર્ષીય વિદ્યાર્થીનીના મોત બાદ તપાસમાં ખુલાસો થયો છે. રાજ્યના ૩૧ શહેરોની શાળાના ૬૯૭ ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા. નવોદય-સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી નેટવર્ક ચાલતું હતું. બીજી શાળામાં હાજરી પુરીને અભ્યાસ માટે ટ્યુશનમાં વિદ્યાર્થીઓ જતા હતા. આ મામલો સામે આવતા સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરાયા છે. ડમી એજ્યુકેશન રેકેટ સામે શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. જસદણમાં ૧૦ વર્ષીય વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના મોત મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આયુષી આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. પરિવારનો આરોપ છે કે બીમારી…
Ambaji,તા.૧૪ Ambaji મંદિરના ભંડારામાં દાનની રોકડની ચોરીનો મામલો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે ભંડારાની ગણતરી અને સુરક્ષા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મંદિરના એક કર્મચારીએ ભંડારમાંથી રોકડના બંડલની ચોરી કરી હતી. આ કેસમાં ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. ચોરીમાં સંડોવણી સામે આવતા મંદિર ટ્રસ્ટે ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. ઘટના બાદ મંદિર ટ્રસ્ટે ભંડારાની ગણતરી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. નવી…
Mehsana,તા.૧૪ Mehsanaના ખેરવા ગામે ભરબપોરે આધેડની આંખમાં મરચાની ભુકી નાખી હાથમાં છરો ભોંકી દઈ બે શખ્સો સોનાનાં-ઘરોણાં અને રોકડ મળી રૂ.૧૧.૭૦ લાખની મત્તા લૂંટી જતાં ચકચાર મચી ગઈ છે. ખેરવા ગામની ઓઝોન સોસાયટીમાં રહેતા અને લાટી ચલાવતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલે (ઉં.વ.૫૮) અષાઢી બીજે વતન કચ્છ જવાનું હોવાથી સોમવારે બપોરે પોણા બે વાગ્યે ગામમાં આવેલી ખેરવા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ.માં પોતાના લોકરમાંથી ૮.૫ તોલા સોનાનાં ઘરેણાં અને રૂ.૧.૫૦ લાખ રોકડ કાઢી હતી. ઘરેણાં અને રોકડ બેગમાં મુકી તેઓ બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે થોડે દૂર ગામના ચોકની એક ગલીના નાકે અચાનક બાઈક લઈને સામે આવેલા આશરે ૨૦થી ૨૫ વર્ષની…
ડીએનએ રિપોર્ટમાં આરોપી જ ગર્ભસ્થ બાળકનો જૈવિક પિતા હોવાનું સાબિત થયું હતું; ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર આપવા આદેશ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagar જિલ્લા ના ધ્રોલની ૧૬ વર્ષ ૨ માસની સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત ભોગ બનનારને રૂ. ૪ લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ફરિયાદીની ૧૬ વર્ષ ૨ માસની સગીર પુત્રીને ધ્રોલના બાબુ રાયમલભાઈ જખાનિયા (ઉ.વ. ૨૧)એ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ઓળખાણ કેળવી હતી. ત્યારબાદ ફોન પર સતત વાતચીત કરીને સગીરાને…
Washington,તા.૧૪ મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે. બંને દેશોએ ફરી એકવાર એકબીજાના ઠેકાણાઓ પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. અમેરિકાએ સતત ત્રીજી રાત્રે ઈરાન પર હુમલો કર્યો છે, જેમાં બંદર અબ્બાસ, કોનારાક અને ચાબહાર બંદરને નિશાન બનાવવામાં આવ્યું છે. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, પોતાને અને યુનાઇટેડ સ્ટેટ્સને “હોર્મુઝ સ્ટ્રેટના રક્ષક” ગણાવતા, જણાવ્યું હતું કે યુએસ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે જવાબદાર રહેશે, અને તમામ કાર્ગો પર ૨૦ ટકા ટેક્સ લાગશે. ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી અને ઈરાન પરના હુમલા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે બધું…
ધોધ જોવા ગયેલા બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ મિત્રો ડેમમાં ઉતર્યા; બેનો સ્થાનિકોના સહયોગથી બચાવ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagar લાલપુર તાલુકાના ચાંદનગર નજીક આવેલા ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા જામનગરના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેની સાથે આવેલા તેનાજ પિતરાઈ ભાઈ સહિત અન્ય બે યુવાનો ને સ્થાનિકોએ બચાવી લીધા છે. કાલાવડ ફાયર ની ટીમે પાણીમાંથી મૃતદેહ ને શોધી કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના દિગ્વિજય પ્લોટ-૪૯ વિસ્તારમાં આવેલા નહેરુનગર, શેરી નં. ૧૧માં રહેતા રાકેશ મહેન્દ્રભાઈ બગડા (ઉ.વ. ૨૧), અને તેનોજ પિતરાઈ ભાઈ જયદીપ ગિરધરભાઈ બગડા (ઉ.વ. ૨૦) તથા સિદ્ધાર્થ કોલોનીમાં…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની તેમજ જામનગર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત કાલાવડ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા ભાડુકિયા ગામમાં પ્રવીણભાઈ હીરપરા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવે છે.આ બાતમીના આધારે નીકાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ…
સારવાર દરમિયાન સાત દિવસ બાદ જી.જી. હોસ્પિટલમાં દમ તોડ્યો, સિક્કા પોલીસમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવાઈ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagar- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામ પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી ૧૩ વર્ષની કિશોરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી અને હાલ વસઈ ગામે મજૂરી કામ કરતા અનિલભાઈ ગુમાનભાઈ મકવાણાની ૧૩ વર્ષની પુત્રી રાધા તા. ૩૦ જૂનના રોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યે વસઈ ગામે ચોકલેટના કારખાના નજીક રોડ ક્રોસ કરી રહી…
Yemen,તા.૧૪ મધ્ય પૂર્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક નવો મોરચો ખુલ્યો છે. યમનના હુથી બળવાખોરોએ આરોપ લગાવ્યો છે કે સાઉદી અરેબિયાએ યમનના સના એરપોર્ટ પર બોમ્બમારો કર્યો છે. આ પછી, હુથી બળવાખોરોએ જવાબી કાર્યવાહી કરી, સાઉદી અરેબિયાના અભા એરપોર્ટ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા. મધ્ય પૂર્વમાં આ નવી સરહદે સમગ્ર પ્રદેશમાં યુદ્ધ ફેલાશે તેવી આશંકા વ્યક્ત કરી છે. યમનના સના એરપોર્ટ પર અનેક વિસ્ફોટ થયા. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે સાઉદી અરેબિયાએ હવાઈ હુમલો કર્યો છે. હુથી સેટેલાઇટ ન્યૂઝ ચેનલ, અલ-મસિરાહ ટીવીએ સના એરપોર્ટ પર હુમલા અને વિસ્ફોટોના ફૂટેજ પ્રસારિત કર્યા. જોકે, યમનની…
કુહાડીના ઊંધા ઘાથી માતાને ટાંકા આવ્યા, પિતાને હાથમાં ફ્રેક્ચર; ગર્ભવતી પુત્રવધૂ અને નાના ભાઈને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagar જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. હુમલામાં માતાના માથા અને કાન પાસે ગંભીર ઇજાઓ પહોંચી ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે પિતાના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ગર્ભવતી પુત્રવધૂ તથા નાના દીકરાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. ફરિયાદી સવિતાબેન રમેશભાઈ અઘારિયા (ઉંમર ૫૦), રહે. પીઠડ ગામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો નાનો…
