- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
તા.12-07-2026 રવિવાર મેષ આજે ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. મહત્વપૂર્ણ કાર્યો ને સમય ન આપવો અને વ્યર્થ કાર્યો માં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. વૃષભ આજનો દિવસ એવો દિવસ છે જ્યારે તમે આરામ કરી શકશો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. આજે તમે…
અકસ્માત અને ટ્રેનો રદ થવાને કારણે દૈનિક અપડાઉન કરતા અને બહારગામ જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા New Delhi, તા.૧૧ ભોર ઘાટ સેક્શનમાં થયેલા ભારે ભૂસ્ખલનને કારણે મુંબઈ-પૂણે રેલ માર્ગ પરનો વાહનવ્યવહાર ૧૭ જુલાઈ સુધી ગંભીર રીતે પ્રભાવિત રહેશે. મધ્ય રેલવે દ્વારા આ રૂટ પર દોડતી ૧૪ દૈનિક ટ્રેનો, ૮ સ્પેશિયલ તારીખો પર ચાલતી ટ્રેનો અને ૮ સ્પેશિયલ ટ્રેનો સહિત કુલ ૩૦ રેલ સેવાઓ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.આ અકસ્માત અને ટ્રેનો રદ થવાને કારણે દૈનિક અપડાઉન કરતા અને બહારગામ જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. રદ કરવામાં…
દેશભરના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર સામાન્ય અને ઈ૧૦ પેટ્રોલ સતત અને કોઈ પણ અડચણ વિના ઉપલબ્ધ રાખવા માંગણી New Delhi, તા.૧૧ ઈ૨૦ પેટ્રોલને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે, જેના પર સરકાર તરફથી જવાબો પણ આવી રહ્યા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. ઈ૨૦ પર અરજીકર્તાએ એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા એક જનહિત અરજી (ૈઁંન્) દાખલ કરી છે. આ અરજીમાં સર્વોચ્ચ અદાલત પાસે માંગ કરવામાં આવી છે કે, દેશભરના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર સામાન્ય અને ઈ૧૦ (૧૦% ઇથેનોલ-બ્લેન્ડેડ) પેટ્રોલ સતત અને કોઈ પણ અડચણ વિના ઉપલબ્ધ રહેવું જોઈએ, જેથી ગ્રાહકોને સ્પષ્ટપણે પસંદગી કરવાની તક…
૧૪૦ સિરીઝના પ્રમોશનલ કોલ કોઈ એપ નહીં પરંતુ ડીએનડી રજિસ્ટ્રી જ બ્લોક કરી શકે: ટ્રાઇની સ્પષ્ટતા New Delhi, તા.૧૧ કોઇ પણ એપ ૧૬૦૦ નંબરની સિરીઝથી આવનારા ફોન કોલને બ્લોક કરી શક્તી નથી. આ સિરીઝવાળા ફોન કોલ રેગ્યુલેટેડ સંસ્થાઓ અને સરકાર દ્વારા નાગરિકોથી વાતચીત માટે હોય છે તેમ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું છે.ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ વધુમાં સ્પષ્ટતા કરી છે કે ૧૪૦ નંબરની સિરીઝથી આવતા પ્રમોશનલ કોલને કોઇ એપ ટેગ કે ફિલ્ટર કરી શક્તા નથી અને તેમને ફક્ત ડીએનડી રજિસ્ટ્રી જ બ્લોક કરી શકે છે. જેને રગ્યુલેટર મેનેજ કરે છે .ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરેન્સ રેગ્યુલેશન…
૧૪ ટન વજનની ક્ષમતા ધરાવતા લોંગ માર્ચ-૧૦એ રોકેટને રિકવર કરી શકાતું હોવાથી લોંચની કોસ્ટ ઘટાડી શકાશે China , તા.૧૧ ચીને સ્પેસ ટેકનોલોજીમાં એક નવો કીર્તિમાન રચ્યો છે. લોંગ માર્ચ-૧૦એ રોકેટ પહેલા સ્ટેજમાં સમુદ્રમાં નેટ રિકવર થયું છે. તેનો અર્થ એ કે રોકેટ લોંચ થયા પછી આખેઆખું રોકેટ ફરીથી મેળવી શકાયું છે. તેના કારણે ભવિષ્યમાં લોચિંગનો ખર્ચ ઘટાડી શકાશે. રોકેટ સંપૂર્ણ રીતે રિકવર થયું હોય એવું દુનિયામાં પહેલી વખત બન્યું છે.રિયુઝેબલ રોકેટનો અર્થ એવો થાય કે મોંઘા બૂસ્ટરને દરેક વખતે બનાવવાને બદલે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. તેનાથી વારંવાર બૂસ્ટર રોકેટ બનાવવાની જરૂર પડતી નથી ને વળી લોંચની કોસ્ટ પણ ઓછી…
બીજી ક્રિપ્ટો કંપનીઓ ક્રિપ્ટોના ઘટાડાની ચાલ જોઈ ડેટા સેન્ટર તરફ વળી ગઈ, પરંતુ એરિક નિષ્ફળ ગયો Washington તા.૧૧ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે ક્રિપ્ટોમાં ૬૦ કરોડ ડોલર એટલે કે ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી છે. એરિક ટ્રમ્પે ગયાવ ર્ષે અમેરિકન બિટકોઇન કોર્પ નામની ખોલેલી કંપની મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. ચાલુ વર્ષે બિટકોઇન એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તેના પગલે કંપનીનો શેર પણ તેના ટોચ પરથી ૯૫ ટકા જેટલો નોંધપાત્ર ઘટયો છે.બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ડિજિટલ કરન્સીના મૂલ્યમાં ઘટાડો થતાં બધી ક્રિપ્ટોકરન્સી પટકાઈ છે. ગયા વર્ષે એરિક ટ્રમ્પે સાતમી જુલાઈના રોજ બીટીસી ૮,૦૦૦ની સપાટી વટાવી ગયુ હતુ તેની જાહેરાત…
પોલીસે ઘટનાસ્થળથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલા ‘ન્યૂટન એબોટ’ વિસ્તારમાંથી ૨૮ વર્ષીય બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી Britain, તા.૧૧ બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ બ્રિટિશ મંત્રી એન વિડેકોમ્બની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. ૭૮ વર્ષીય વિડેકોમ્બનો લોહીથી લથબથ મૃતદેહ તેના નિવાસસ્થાનેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક ૨૮ વર્ષીય બ્રિટિશ યુવકની ધરપકડ કરી છે.પોલીસ તપાસ અનુસાર, એન વિડેકોમ્બ દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને એકલા રહેતા હતા. ઘટનાની માહિતી મળતા જ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના શરીર પર તીક્ષ્ણ હથિયાર અથવા…
૨૧ જૂનની સેટેલાઇટ તસવીરોમાં પહાડી વિસ્તારમાં આવેલી ગુપ્ત સુરંગોની અંદર અને બહાર અનેક વાહનોની અવરજવર થતી હોવાનું સામે આવ્યું Tehran, તા.૧૧ એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે ફરીથી વાતચીત શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પડદા પાછળ પોતાની સૈન્ય તાકાત વધારવાની નવી ચાલ શરૂ કરી દીધી છે. આ આખા ઘટનાક્રમે અમેરિકા અને ઈઝરાયલ બંને દેશોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.એક મીડિયા રિપોર્ટમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે, ઈરાનના કેટલાક અત્યંત સંવેદનશીલ પરમાણુ મથકો અને મિસાઇલ ઠેકાણાઓ પર અચાનક નવી હલચલ વધી ગઈ છે. આ તસવીરો સ્પષ્ટપણે એવો ઈશારો કરે છે…
Washington,તા.૧૧ એક નવા સ્વતંત્ર અભ્યાસમાં બાળકો અને કિશોરોની ઓનલાઇન સલામતી અંગે સોશિયલ મીડિયા કંપનીઓના દાવાઓ વિશે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે અડધાથી વધુ બાળ સુરક્ષા સુવિધાઓ કાં તો હેતુ મુજબ કામ કરતી નથી અથવા એટલી જટિલ છે કે સામાન્ય વપરાશકર્તાઓ તેમને સરળતાથી શોધી અને ઉપયોગ કરી શકતા નથી. સંશોધકો કહે છે કે આ કંપનીઓના બાળકોને ઑનલાઇન જોખમોથી બચાવવાના દાવાઓને નબળી પાડે છે. ન્યુ યોર્ક યુનિવર્સિટી અને નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીના સંયુક્ત પહેલ સાયબરસેફ્ટી રિસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા આ અહેવાલમાં ચાર મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ૮૬ યુવા સુરક્ષા સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી. આમાંથી,…
London San Juan,તા.૧૧ કેરેબિયન રાષ્ટ્ર બહામાસમાં એક નાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં બોર્ડમાં સવાર તમામ ૧૦ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ, સરકારે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્લેમિંગો એરની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. આ અકસ્માત બહામાસની રાજધાની નાસાઉની પશ્ચિમે આવેલા ટાપુ પ્રદેશ ઉત્તર એન્ડ્રોસમાં થયો હતો. બહામાસના વડા પ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે શરૂઆતમાં જણાવ્યું હતું કે એક વ્યક્તિ દુર્ઘટનામાં બચી ગયો છે. જોકે, તેમણે પછીથી એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ આપી હતી કે તે વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ડેવિસે કહ્યું, “અમે ઊંડા દુઃખના…
