Author: Vikram Raval

Rajkot તા.૨૩ઃ વિદ્યાર્થીઓમાં નવીન વિચારો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી, પડધરી સ્થિત કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યશ્રી ડૉ. કે. જી. છાયા સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે ૦૯ઃ૦૦ થી બપોરે ૦૧ઃ૩૦ કલાક દરમિયાન ઠજ્ઞસિતવજ્ઞા જ્ઞક્ષ ઈંમયફ ૠયક્ષયફિશિંજ્ઞક્ષ  ઙજ્ઞઈ ઙજ્ઞિાજ્ઞતફહ ઠશિશિંક્ષલ ીક્ષમયિ જજઈંઙ ૨.૦‘ શીર્ષક હેઠળ એક ભવ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ વર્કશોપમાં કોલેજના કુલ ૬૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપીને સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે રાજ્યના ખ્યાતનામ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપના મુખ્ય નિષ્ણાત વક્તા શ્રી પ્રહર અંજારિયા સાહેબે નસ્ત્રઉદ્યોગ સાહસિકતા…

Read More

અમરેલીના વાંકીયા ગામે દરોડો પાડી ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો, ૨ ડમ્પર, ૨ ટ્રેક્ટર અને રેતી ચાળવાના ચારણા જપ્ત (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૩ઃ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા વધુ એક વખત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમરેલી તાલુકાના વાંકીયા ગામે આજે ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિત અંદાજે રૂપિયા ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકાના વાંકીયા ગામે બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા ૨ ડમ્પર, ૨ ટ્રેક્ટર તેમજ રેતી ચાળવા માટેના ચારણા સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો…

Read More

૨૧ વેગનમાં ૧,૩૫૧ ટન ઘઉં રવાના ૨,૪૫૦ કિલોમીટરના અંતરથી રેલવેને ૪૪.૯૮ લાખની આવક Rajkot તા.૨૩ઃ રાજકોટ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં નવા ગંતવ્ય સ્થાન ગંગઈકોંડાન માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ () ના સતત અને સક્રિય પ્રયાસોથી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાજકોટ ગૂડ્‌ઝ શેડથી તમિલનાડુના મદુરૈ ડિવિઝન સ્થિત ગંગઈકોંડાન માટે ૨૧ વેગનમાં કુલ ૧,૩૫૧ ટન ઘઉં ભરવામાં આવ્યા હતા. આ માલગાડી આશરે ૨,૪૫૦ કિલોમીટરનું અંતર કાપીને ગંગઈકોંડાન પહોંચશે, જેનાથી રેલવેને ૪૪.૯૮ લાખની માલભાડા આવક થઈ છે. ગંગઈકોંડાન માટે વિકસાવવામાં આવેલી આ નવી ઓરિજિન-ડેસ્ટિનેશન પેર…

Read More

૭૫ રાષ્ટ્રવીરો અને ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની અમર ગાથા રજૂ કરતો સંગીતસભર ત્રિવેણી સંગમ કાર્યક્રમ ‘‘કહાં ગયે વો લોગ‘‘ યોજાશે રાજકોટ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ (કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, ગાંધીનગર) અને બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે સ્વતંત્ર સંગ્રામના ૭૫ રાષ્ટ્રવીરો તેમજ ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓના સન્માનમાં આગામી તા.  ૦૪/૧૦/૨૦૨૬, રવિવાર ના રાત્રે ૯૩૦ કલાકે શહેરના બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની દ્વારા દ્વારા શ્રી હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે ‘‘કહાં ગયે વો લોગ‘‘ સન્માન અને સંસ્મરણ કાર્યક્રમનું ભવ્ય સંગીતસભર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી…

Read More

વિસાવદરના સરસઇ ગામની પરિણીતાના મોતથી પરિવારમાં શોક Rajkot તા.૨૩ઃ શાપરમાં ટીલાળા ગેટમાં રહેતી ૪૨ વર્ષથી મહિલાને ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે બેભાન થઈ જતા તાત્કાલિક તેમને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ હતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ શાપર વેરાવળમાં ટીલાળા ગેટમાં રહેતા અને શ્રમિક કામ કરતા ઉષાબેન કિશોરભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૪૨ વર્ષીય મહિલા ગઇકાલે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે…

Read More

લેખકઃએડવોકેટ કિશન સંમુખદાસ ભવનાની વધતા ટેરિફ, બદલાતી પુરવઠા શૃંખલાઓ અને વૈશ્વિક વેપાર પ્રણાલીમાં આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ થી અમલમાં આવનારા બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ નવો અધ્યાય ખોલવા માટે તૈયાર છે. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં, ભારતે વિવિધ વેપાર ભાગીદારો સાથે અનેક મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આમાં શ્રીલંકા, દક્ષિણ એશિયન મુક્ત વેપાર ક્ષેત્રના સભ્ય દેશો, સિંગાપોર, દસ આસિયાન દેશો, દક્ષિણ કોરિયા, જાપાન, મલેશિયા, મોરેશિયસ, સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા અને ચાર યુરોપિયન મુક્ત વેપાર સંગઠન દેશોનો સમાવેશ થાય છે. યુનાઇટેડ કિંગડમ, ઓમાન, ન્યુઝીલેન્ડ અને યુરોપિયન યુનિયન સાથેના તાજેતરના…

Read More

સગીર સહિતની ટોળકીએ બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના ચોર્યા હતા, રૂ.૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૩ઃ જામનગર તાલુકાના બજરંગપુર (વેરતીયા) ગામે હાઈસ્કૂલ નજીક બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો જામનગર એલ.સી.બી.એ ભેદ ઉકેલી કાઢ્યો છે. ચોરીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી લઈ તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ સહિત કુલ રૂ.૧,૫૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા સંજય રાયધનભાઈ દેવીપૂજકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં નોંધાયેલા…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૩ઃ મીઠાપુર રેલવે સ્ટેશન ખાતે અગાઉના ઝઘડાની અદાવત રાખી એક પરિવાર સાથે મારામારી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઓખાની દક્ષાબેન ભરતભાઈ વાઘેલાએ મીઠાપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ તેઓ તેમની એક વર્ષની પુત્રી શોભા અને પતિ ભરતભાઈ સાથે ઓખાથી દ્વારકા જવા ટ્રેનમાં બેઠા હતા.ફરિયાદ મુજબ, ટ્રેન રવાના થયાના આશરે દસેક મિનિટ બાદ લક્ષ્મીબેન કનુભાઈ, કોમલબેન કનુભાઈ, ભાવનાબેન અશોકભાઈ, ગીતાબેન વેલજીભાઈ, રીટાબેન રામભાઈ તથા સંજય નારસંગભાઈ કંકોડીયા સહિતના છ વ્યક્તિઓ એકસંપ કરીને તેમના કોચમાં ધસી આવ્યા હતા. અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ફરિયાદી મહિલા સાથે માથાકૂટ કરી તેમને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૩ઃ નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર ૧૧૨નો વ્યાપ વધાર્યો છે. તેના પ્રથમ તબક્કામાં જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓને ૧૧૨ સાથે સાંકળી લેવામાં આવી છે. જામનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર સેવામાં આજે તા.૨૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યાથી જૂના ૧૦૧ નંબરના સ્થાને સત્તાવાર રીતે સંકલિત ઇમરજન્સી નંબર ૧૧૨ કાર્યરત કરવામાં આવી રહ્યો છે. હવેથી આગ લાગવી, અકસ્માત સર્જાવો, રેસ્ક્યુ કામગીરી અથવા અન્ય કોઈ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોએ અલગ-અલગ ઇમરજન્સી નંબર યાદ રાખવાની જરૂર રહેશે…

Read More

Rajkot તા.૨૩ઃ રાજકોટની ખ્યાતનામ વીવીપી એન્જિનિયરિંગ કોલેજના બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વન હેલ્થ (One Health) ઇન્ટરફેસ ઓફ મેડિસિન એન્ડ બાયોટેકનેલોજી વિષય પર એક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાં પ્રોફ. ડૉ. કમલેશ જે. ઉપાધ્યાય, હેડ, ડીપાર્ટમેન્ટ ઓફ જનરલ મેડીસીન, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ વિશેષ વ્યાખ્યાનનું આયોજન શનિવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧૦૦ કલાકે વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના સિવિલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. One Health એ માનવ સ્વાસ્થ્ય, પ્રાણી સ્વાસ્થ્ય અને પર્યાવરણના સ્વાસ્થ્ય વચ્ચેના પરસ્પર સંબંધને ધ્યાનમાં રાખતો સંકલિત અભિગમ છે. આધુનિક સમયમાં ચેપી રોગો, ઝૂનોટિક રોગો,…

Read More