- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
ગેસનો ભાવ વધારો, કન્ટેનરની શોર્ટેજ અને રો મટીરીયલનો ભાવ વધારાએ ઉધોગની કમર ભાંગી (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૩ઃ મોરબી સીરમીક ઉધોગ વિશ્વ સ્તરે વિકાસ પામ્યો છે ત્યારે છેલ્લા વર્ષોમાં ઉધોગની કમર ભાંગી પડી છે જેથી આજદિન સુધી સિરામિક ઉધોગ બેઠો થઇ શક્યો નથી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ દિવસે ને દિવસે વધતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીયો વધી છે. નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ મોરબી સીરામીક ઉદ્યોગની કરોડરજ્જુ અને મહત્વની જરૂરત છે ત્યારે ઈરાન – અમેરિકા યુદ્ધની સીધી અસર રૂપે છેલ્લા ચાર મહિનાથી ગેસના ભાવમાં સતત વધારો થતાં ઉધોગકારો ચિંતામાં જોવા મળી રહ્યા છે વિશ્વ સ્તરે ચીનને ટક્કર આપતો મોરબીના સિરામિક ઉદ્યોગની…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૩ઃ મોરબી અને વાંકાનેર તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે પ્રથમ બનાવમાં મોરબીના રંગપર ગામની સીમમાં રહેતા ઘીંચાબેન નુરજીભાઈ રાઠવા (ઉ.વ.૫૦) વાળા ગત તા.૨૧ ના સાંજના સમયે વાડી પાસે આવેલ ખેત તલાવડીમાં ડૂબી જતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના ફડસર ગામે રહેતા દિનેશભાઈ ડાયાભાઈ કુંભાર વાડીયા (ઉ.વ.૩૭) વાળા આમરણ ગામે ડાયમંડનગરમાં ગળેફાંસો ખાઇ લેતા મોત થયું હતું ત્રીજા બનાવમાં વાંકાનેર નવાપરા ખડીપરામાં રહેતા નીતિનભાઈ દિલીપભાઈ ગોહેલ (ઉ. વ.૨૬ નામના યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા મોત થયું હતું
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૩ઃ માળિયા હાઈવે પરથી આઇશર ટ્રકમાં ઠસોઠસ ક્રૂરતાપૂર્વક ૭૧ ઘેટાં ભરી લઈ જવાતા હતા જે આઇશર ટ્રક પોલીસ ટીમે ઝડપી લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળિયા (મી.) પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિરાજસિંહ પરમારે આરોપીઓ ફિરોજ આદમ ઓડ, આરીફ ફિરોજ ઓડ, અને યુનુસ આદમ ઓડ રહે ત્રણેય ખેડા જિલ્લો તેમજ મેરાભાઈ હમીરભાઈ ખાંભલા રહે ભુજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાના આઇશર ટ્રક જીજે ૦૯ ઝેડ ૯૩૬૫ વાળામાં નાના મોટા ઘેટાં જીવ નંગ ૭૧ ભરવા પૂરતી જગ્યા ન હોવા છતાં ઠસોઠસ ભરીને ક્રૂરતાપૂર્વક ઘેટા ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના માળિયા હાઈવે…
ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ બંને પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું આપ્યું Ahmedabad, તા.૨૩ છેલ્લા કેટલાક સમયથી Gujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ હોય કે વિદેશ પ્રવાસ દરમિયાન પોતાની અંગત ચીજ વસ્તુઓ ગુજરાત યુનિવર્સિટીના પૈસા ખર્ચીને લીધી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. આ વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ૧૪ કરોડથી વધુની રકમ પરત કરી દીધી છે. નીરજા ગુપ્તાએ ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી ગુજરાત યુનિમાં ૧૪ કરોડથી વધુની રકમ જમા કરાવી દીધી છે. ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ નીરજા ગુપ્તાના પર્સનલ એકાઉન્ટમાં કરોડો…
સ્મૃતિ ઈરાની છત્તીસગઢના પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે રહેશે : મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડા પ્રભારી New Delhi, તા.૨૩ BJPએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા મોટા રાજ્યોનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ વર્મા અને અનંત ઓઝાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના નેતા રોહન ગુપ્તાને બિહારના સહ પ્રભારી બનાવાયા છે. દર્શનાબેન જરદોશને દિલ્હીના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે.…
એશિયન ગેમ્સમાં ૨૮ વર્ષ બાદ ભારતને વેઈટલિફ્ટિંગમાં મળ્યો મેડલ મીરાબાઈ ચાનુએ સ્નેચ ઇવેન્ટમાં ૮૭ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું: જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે ૧૧૧ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું New Delhi, તા.૨૩ Mirabai Chanuએ આખરે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું સપનું પૂરું કર્યું છે. ૪૯ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં મિરાબાઈએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ સ્નેચ ઇવેન્ટમાં ૮૭ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે ૧૧૧ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. આમ, કુલ ૧૯૮ કિલોગ્રામ વજન સાથે તેઓ બીજા સ્થાને રહ્યાં હતાં. ૧૯૯૮ બાદ આ ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. ઓલિમ્પિક મેડલ વિજેતા કર્ણમ મલ્લેશ્વરીએ ૨૮ વર્ષ પહેલાં…
મેષઃ જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે. વૃષભઃ આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું. મિથુનઃ થોડા સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. કર્કઃ લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. વધારે મહેનતના કારણે નસમાં દુખાવો થઈ શકે છે. કોઇ…
Mumbai,તા.૩ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૨૦૨૬ એશિયન ગેમ્સમાં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે અગાઉ ૨૦૨૩માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. Smriti Mandhanaએ ભારતની મહત્વપૂર્ણ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણી પોતાની સદી ચૂકી ગઈ, પરંતુ હજુ પણ એક એવો સીમાચિહ્ન હાંસલ કર્યો જે વિશ્વની અન્ય કોઈ મહિલા ખેલાડી પહોંચી શકી નથી. તેણીએ માત્ર ૪૫ બોલમાં ૭૯ રનની ઇનિંગ રમી. સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૧,૦૦૦ રન બનાવનારી વિશ્વની પ્રથમ અને એકમાત્ર મહિલા ખેલાડી બની. અગાઉની મેચમાં, સ્મૃતિએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રનનો મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો. મિતાલી રાજે તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦,૮૬૮ રન બનાવ્યા હતા. તેણીએ આ રેકોર્ડ લાંબા…
Mumbai,તા.૨૩ મુંબઈમાં ગણેશ ઉત્સવ ઉજવણી વચ્ચે, બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ પ્રખ્યાત Lalbaugcha Rajaના દર્શન કર્યા. દર વર્ષની જેમ, ફિલ્મ સ્ટાર્સ ગણપતિ બાપ્પાના દરબારમાં દર્શન કરવાનું ચાલુ રાખે છે. ગોવિંદા પહેલા, શાહરૂખ ખાન, સંજય દત્ત અને રણવીર સિંહ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ લાલબાગચા રાજાના દર્શન કરી ચૂક્યા છે. જોકે, આ વખતે, ગોવિંદાની હાજરી કરતાં વધુ ચર્ચા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકરની છે, જે તેની સાથે જોવા મળી હતી. ગોવિંદા ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચ્યા હતા. દર્શન દરમિયાન અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકર પણ તેમની સાથે જોવા મળી હતી. ગોવિંદાએ દર્શન માટે સફેદ કુર્તા-પાયજામા પહેર્યો હતો, જ્યારે કોમલ લાલ સાડીમાં જોવા…
Palanpur,તા.૨૩ સુઈગામના લોકપ્રિય હાસ્ય કલાકાર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂ માટે આ દિવસ અંતિમ સાબિત થયો. હરિધામ ગૌશાળા નજીક હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું મોત થયું હતું. ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના પરિવાર, મિત્રો અને લાખો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. પરંતુ આ અકસ્માતમાં માત્ર ચંદન રાઠોડ જ નહીં, પરંતુ સામેના બાઈક પર સવાર દશરથ રાઠોડ અને મણાભાઈ રાઠોડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના એક અઠવાડિયા બાદ અમારી ટીમ ઉચોસણ ગામે બંનેના ઘરે પહોંચી હતી. દશરથ રાઠોડએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે જેની…
