- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
રેડિયો ટેલિસ્કોપ દ્વારા પરગ્રહમાંથી આવતા સિગ્નલનું અવલોકન કરાયું New York, તા.૨૪ સોલર સિસ્ટમની બહારના એક ગ્રહ પરથી સીધા આવી રહેલા Radio signals શોધી કાઢવામાં ખગોળ ભૌતિક શાસ્ત્રીઓને સફળતા મળી છે. સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ હાર્વડ એન્ડ સ્મિથસોનિયન અને યુનિવર્સિટી ઓફ ઓરેગાવની એક ટીમને આ સફળતા મળી છે.ગ્રહો ધરાવતી સ્ટાર સિસ્ટમ્સમાંથી રેડિયોસિગનલ્સની અગાઉ નોંધ કરી શકાતી હતી પણ પ્રથમવાર એક સ્ટારની પ્રદક્ષિણા કરતા ગ્રહ પરથી આવતું રેડિયોસિગ્નલ શોધી શકાયું છે. શું એલિયન્સ સંકેત મોકલી રહ્યા છે તો પ્રશ્નનો જવાબ ના છે. એક્સોપ્લેનેટ (સોલર સિસ્ટમની બહારના અન્ય તારાની પ્રદક્ષિતા કરતો ગ્રહ)ના ઔરોરાઓ (ધુ્રવીય પ્રકાશ)માંથી સિગ્નલ આવી રહ્યા છે. પૃથ્વી પાસે પણ ઔરોરાઓ છે…
૨૦,૦૦૦થી વધુ પોલીસ તૈનાત: ઇમરાનની મુક્તિ માટેના દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂતોનો પણ ટેકો Islamabad, તા.૨૪ જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે તેમના પક્ષ પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ (પીટીઆઇ)નાં કાર્યકરો અને સમર્થકો ૨૭ સપ્ટેમ્બરથી ઇસ્લામાબાદમાં દેખાવો શરૂ કરવાના છે.જેના પગલે પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇસ્લામાબાદની ઓછામાં ઓછા ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી કિલ્લેબંદી કરવામાં આવી છે. આ કન્ટેનરોને વેલ્ડિંગ કરી એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. આ કન્ટેનરોની બહારની બાજુ કાંટાળી વાડ લગાવવામાં આવી છે. પાક. મીડિયા અનુસાર શહબાઝ શરીફ સરકાર અને તેમનું વહીવટી તંત્ર પીટીઆઇનાં દેખાવોની જાહેરાતથી ગભરાઇ ગયું છે.હોસ્પિટલોમાં વિશેષ બેડની…
‘Hanuman Ansh’ ફિલ્મ ‘ધુરંધર ૨’ અને ‘બોર્ડર ૨’ પછી વર્ષની ત્રીજી સૌથી મોટી હિટ બની Mumbai, તા.૨૪ ફિલ્મ ‘Hanuman Ansh’૨૦૨૬ની સૌથી મોટી સરપ્રાઇઝ હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ, જે હવે સિનેમાઘરોમાં સાત અઠવાડિયા પૂરા કરી ચૂકી છે, સતત દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે. આશા છે કે તે હજુ પણ કેટલાક અઠવાડિયા સુધી મોટા પડદા પર ટકી રહેશે. આ ફિલ્મ ‘ધુરંધર ૨’ અને ‘બોર્ડર ૨’ પછી વર્ષની ત્રીજી સૌથી મોટી હિટ બનીને ઊભરી છે.ફિલ્મનું ઓછું બજેટ તેની સફળતા વિશે સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યું છે. નિર્માતા અનુપ્રિયા નાગરે તાજેતરમાં જણાવ્યું કે ‘હનુમાન અંશ’ને ૧.૫ કરોડ રૂપિયાથી થોડા વધુના બજેટમાં…
વર્ષ ૨૦૦૧માં આવેલી ‘દિલ ચાહતા હૈ’માં અક્ષય ખન્ના, આમિર ખાન અને સૈફ અલી ખાને ત્રણ મિત્રોની ભૂમિકા ભજવી હતી Mumbai, તા.૨૪ બોલીવુડના સુપરસ્ટાર Aamir Khan વર્ક ફ્રન્ટ પર પોતાના દરેક કામમાં પરફેક્શન લાવવા જાણીતો છે. આમિર ખાનની આ આદતે તેની ઘણી ફિલ્મો અને સીનને યાદગાર બનાવ્યા હતા, પરંતુ ઘણી વખત આ પરફેક્શનની કિંમત પણ ખૂદ પોતાને ચૂકવવી પડી હતી. આવું જ કંઈક વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના શૂટિંગ દરમિયાન થયું હતું. એક સીનને પરફેક્ટ બનાવવા માટે આમિર ખાને અક્ષય ખન્ના પાસેથી એક-બે નહીં, પરંતુ કુલ ૧૭-૧૭ વખત થપ્પડ ખાધી હતી. એક્ટર-ફિલ્મમેકર ફરહાન અખ્તરે એક ઇવેન્ટ દરમિયાન ફિલ્મના શૂટિંગ…
સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ધુરંધર’ની સાથે ‘ઉડતા તીર’ની સરખામણી અને કોમેન્ટ્સ કરવામાં આવી Mumbai, તા.૨૪ એક તરફ ‘ધુરંધર’નો હમઝા પાકિસ્તાનમાં ઘૂસીને તહલકો મચાવી રહ્યો છે, તો હવે Ayushmann Khurrana ‘ઉડતા તીર’ બનીને એવી એન્ટ્રી મારી રહ્યા છે કે વાર્તા જ ઊલટી પડી જાય છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને પહેલી ઝલકમાં જ સ્પષ્ટ છે કે અહીં જાસૂસી, દેશભક્તિ અને પાકિસ્તાન-ભારત વાળો પૂરો મસાલો તો છે, પરંતુ તેનો અંદાજ એકદમ કોમેડીનો છે.ટ્રેલરની શરૂઆત જ એક એવા ડાયલોગથી થાય છે, ‘આ હિન્દુસ્તાનીઓ આપણા ત્યાં એક પછી એક જાસૂસ મોકલી જ રહ્યા છે પરંતુ હવે આપણો વારો છે.’ આ સાંભળતા જ…
ડબિંગ માટે એસએસ રાજામૌલિની ટીમ દ્વારા ૧૫૦૦ કરતાં વધારેના વોઇસ ઓડિશન Mumbai, તા.૨૪ એસએસ રાજામૌલિની ભવ્ય ફિલ્મ ‘વારાણસી’નું શૂટિંગ હવે પૂર્ણતાના આરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુપરસ્ટાર Mahesh Babuએ બાવીસ સપ્ટેમ્બરે ૬૦૬ દિવસે આ ફિલ્મનું શૂટિંગ પુરી કરી દીધું છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં પુરું કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં મહેશ બાબુને વીએફએક્સના ઉપયોગ વિના અમુક સીનમાં યુવાન બતાવવામાં આવશે.એસ એસ રાજામૌલીની આ ફિલ્મને દુનિયામાં કુલ ૫૦ ભાષાઓમાં રીલિઝ કરવામાં આવશે. રાજામૌલીની ટીમે ફિલ્મના ડબિંગ માટે આર્ટિસ્ટ ફાઇનલ કરતાં પહેલાં ૧૫૦૦ કરતાં વધારે વોઇસના રિવ્યુ કર્યા હતા.ફિલ્મમેકરના મતે માત્ર એક્ટરના હોઠ સાથે સંવાદ મેચ થાય એટલું પૂરતું નથી.ભારતીય ભાષાઓ…
અગાઉ આ જ તારીખોમાં રીલિઝ થનારી અજય દેવગણની રેન્જર પણ પાછળ ધકેલાઈ ચૂકી છે Mumbai, તા.૨૪ Shraddha કપૂરની આગામી ફિલ્મ ‘ઇઠા’ હવે ચોથી ડિસેમ્બરે રિલિઝ થશે ત્યારે તેની સાથે કોઇ ફિલ્મની બોક્સઓફિસ પર ટક્કર નહીં થાય. ‘છાવા’ ફેમ લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઇઠા’માં શ્રદ્ધા કપૂરે મહારાષ્ટ્રની વિખ્યાત તમાશા કલાકાર વિઠાબાઇ નારાયણગાંવકરની ભૂમિકા ભજવી છે. લાંબા સમયથી ફિલ્મ ‘ઇઠા’ની રિલિઝ એક યા બીજા કારણસર ઠેલાઇ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અજય દેવગણની ફિલ્મ ‘રેન્જર’ જે ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની હતી તેને હવે ૨૦૨૭માં રીલિઝ કરવામાં આવશે. બીજી એક અક્ષય કુમાર વિદ્યા બાલન અને રાશિખન્નાની ફિલ્મ ચોથી ડિસેમ્બરે રિલિઝ થવાની હતી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! બુધવારના ભારતીય શેરબજારમાં અગાઉના સત્રની નબળાઈ બાદ સકારાત્મક શરૂઆત જોવા મળી છે.આથી શરૂઆતમાં ખરીદીનું વલણ જોવા મળ્યું છે.બજારની હાલની ચાલમાં એક તરફ એશિયાઈ બજારોની મજબૂતી, ક્રૂડ ઓઈલમાં ઘટાડો અને રૂપિયામાં સુધારો સકારાત્મક પરિબળો છે, જ્યારે બીજી તરફ FIIની સતત વેચવાલી, મધ્યપૂર્વની અનિશ્ચિતતા અને અગાઉના સત્રમાં જોવા મળેલી વ્યાપક વેચવાલી બજાર માટે દબાણરૂપ છે. તેથી બજારમાં તેજી હોવા છતાં ઉતાર-ચઢાવ યથાવત રહેવાની શક્યતા છે. એશિયાઈ બજારોમાં સતત છઠ્ઠા સત્રની મજબૂતી ભારતીય બજાર માટે સકારાત્મક સંકેત બની છે. એમએસસીઆઈ એશિયા-પેસિફિક સૂચકાંક જાપાન સિવાય આશરે ૦.૭% વધ્યો છે. જાપાનનો નિક્કેઈ ૧.૩૮% વધ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાના બજારમાં પણ મજબૂતી…
ભાવનગર-મહુવા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં સંડોવાયેલ બે ઇસમોના નામ ખુલ્યા (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૩ઃ Morbi એલસીબી ટીમે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે ગત તા. ૦૬ સપ્ટેમ્બર બે આરોપીઓના મકાનમાં ધમધમતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી લઈને પાંચ ઇસમોને ૨૦.૭૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જોકે ગુનાનો મુખ્ય આરોપી પંદર દિવસ વીત્યા છતાં પોલીસને હાથ લાગ્યો નથી પોલીસે ગુના મામલે મુંબઈ અને રાજસ્થાન સુધી તપાસ ચલાવી છે જેમાં ભાવનગર મહુવા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં સંડોવાયેલ બે ઇસમોના નામો ખુલ્યા છે અને રો મટીરીયલ્સ સપ્લાય કરતા હોવાનું ખુલ્યું છે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો ધરમશી…
ગોચરના દબાણની ટીડીઓ કચેરીમાં કરેલી અરજી પાછી ખેંચવા અને કાર્યવાહી ન કરવા માટે માંગી હતી લાંચ, અગાઉ ૧.૭૫ લાખ લઈ ચૂક્યો હતો લીમડા ચોક પાસે ૩.૫૦ લાખ સ્વીકારતા જ ACBએ દબોચ્યો, કરશન સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી Junagadh તા.૨૩ઃ જુનાગઢ એસીબી દ્વારા સફળ છટકું ગોઠવી શખ્સને રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવને પગલે ભષ્ટ અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે એ.સી.બી. માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ ખાતે રહેતા આરોપી કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી (ઉ.વ. ૫૪) એ ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગોચરમાં દબાણ કર્યાની ટી.ડી.ઓ. કચેરીમાં અરજી કરી…
