Author: Vikram Raval

જેટકોના કર્મચારી પ્રદીપ વારા, એપ્રેન્ટીસ ક્રિશ ચુડાસમા અને ભંગારના વેપારી જાવીદ મોદી અને ડ્રાઈવર સોહીલ ભુવર પાસેથી રૂ.૧૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે Visavadar તા.૨૩ઃ વિસાવદર-બગસરા રોડ પર આવેલ ૨૨૦ ઊંટ જેટકો સબ સ્ટેશનમાંથી રૂ. ૪,૮૫,૦૦૦ની કિંમતનો આશરે ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટર ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. સબ સ્ટેશનના જ બે કર્મચારીઓ સહિત ચાર શખ્સોને ઝડપી પાડી ૫૦૫૦ કિલો કંડક્ટર સહિત રૂ. ૧૨.૨૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.વિસાવદર-બગસરા રોડ ઉપર આવેલ ૨૨૦ ઊંટ જેટકો સબ સ્ટેશનમાં રૂ.૪,૮૫,૦૦૦ ની કિંમત નો આશરે ૫ ટન એલ્યુમીનીયમ કંડક્ટર ચોરીની વિસાવદર પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામા આવેલ અને સદર…

Read More

ફરીયાદીને વળતર રૂા.૧.૮૦ લાખ ન ચૂકવે તો આરોપીને વધુ બે માસની સજા Rajkot તા.૨૩ઃ શહેરમાં મિત્રદાવે હાથ ઉછીના લીધેલા નાણા પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી ભુરાભાઈ પરમારને એક વર્ષની કેદ અને રૂ. ૧.૮૦ લાખ વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં રહેતા ફરીયાદી લખમણભાઈ ધનજીભાઈ ભીમાણી પાસેથી પરમાર ભુરાભાઈ પબાભાઈ (રહે. શિવપરા-૫, તિરૂપતિનગર સામે, રૈયા રોડ, રાજકોટ)એ મિત્ર સંબંધનાં કારણે તેઓનાં અંગત ઉપયોગ માટે નાણાની જરૂરીયાત હોય, લખમણભાઈ ભીમાણી પાસેથી રૂા.૧.૮૦ લાખ વગર વ્યાજે લઇને પ્રોમિસરી નોટ લખી આપી હતી. સદરહું રકમ પરત માંગતા ભુરાભાઈ પરમારે રૂ.૧.૮૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક…

Read More

બે બસ વેચી આર.સી.બુકમાં નામ હોવાનો લાભ લઈ હાઈકોર્ટમાં હકીકત છુપાવી એક બસનો કબજો મેળવ્યો, બીજી બસ ડુપ્લિકેટ ચાવીથી ઉઠાવી ગયાનો આક્ષેપ Rajkot તા.૨૩ઃ વાહન વેચાણના નામે આચરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં પોલીસ ધરપકડની દહેશતથી આરોપી એ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા આશિષભાઈ પ્રતાપભાઈ ધાંધલે આસિફ મામદાણી પાસેથી નોટરી વેચાણથી બે બસો ખરીદી અવેજની રકમ ચૂકવી બસોનો કબજો લઇ લીધો હતો. તે પૈકીની એક બસ સુરતના પલસાણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામા કબજે લેવાતા આસિફ મામદાણીએ આર.સી. બુકમાં પોતાનું નામ ચાલુ હોવાનો ગેરફાયદો ઉઠાવી હાઈકોર્ટમાં બસ વેચાઈ ગઈ હોવાની વાત છુપાવીને બસનો…

Read More

લક્ષ્મી વાડીમાં દારૂની હેરાફેરી કરતા ૩ શખ્સો ઝડપાયા, ૪૫ બોટલ દારૂ અને ૩ બાઈક મળી ૧.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત ગાયકવાડીમાં રીક્ષા ચાલકના ઘરમાંથી ૧૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો Rajkot તા.૨૩ઃ શહેર પીસીબી દ્વારા લક્ષ્મીવાડી વિસ્તારમાં અને ગાયકવાડીમાં દરોડા પાડવામા આવ્યા છે.જેમાં ચાર શખ્સોની ધરપકડ કરી ૫૭ બોટલ દારૂ અને ત્રણ મોટર સાયકલ મળી રૂપિયા ૧.૩૫ લાખનો મુદ્દા માલ કબજે કરી દારૂના મૂળ સુધી પહોંચવા ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા આપેલી સૂચના ને પગલે પીસીબીના પીઆઇ…

Read More

વાવડીમાં બાલુ યાદવને મજાકમાં થયેલી બોલાચાલીમાં અનીસ નામના શખ્સે પેટમાં છરી ઝીંકી દીધી નાકરાવાડી મેળામાં સુરેશ પર વિજય સહિત ત્રણ શખ્સોએ જૂનો ખાર રાખી હુમલો કર્યો Rajkot તા.૨૩ઃ શહેરના વાવડીમાં રહેતા યુવકને ત્રણ શખ્સો દ્વારા મજાક બાબતે ઝગડો થતાં યુવકેને અનીસ નામના શખ્સ દ્વારા નેફામાંથી છરી કાઢી. મારી દેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી બીજા બનાવમાં હાલ કણકોટ રહેતા અને નાકરાવાડીના મેળામાં જુના અદાવતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ છરી જીકી દેતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ખસેડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને…

Read More

( હિતેશ જોષી ) Una તા.૨૩ઃ રેન્જ ડી. આઇ. જી. પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ  જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને ઉના વિભાગ ના ડી. વાય.. એસ. પી. એમ. એફ. ચૌધરી ની સૂચના થી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ કાનાભાઇ ગોહિલ, પો. કો. વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ, સંજયભાઈ વીરા ભાઈ વાળા અને મહિલા પોલીસ અંજુબેન ડાયા ભાઈ જાદવ બાતમી ના આધારે ઉના તાલુકા ના પાલડી ગામે માતાજી ના મંદિર પાસે આવેલ કવિતાબેન મોહનભાઇ સોલંકી ના મકાન સામે ખુલ્લા ફળીયા મા અમુક શખશો અને મહિલા રૂપિયા ની હાર જીત નો જુગાર રમતા હોય…

Read More

સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અભિયાન અંતર્ગત વિવિધ સ્ટેશનો પર ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ Rajkot તા.૨૩ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન અંતર્ગત મુસાફરોના સ્વાસ્થ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપતા વિવિધ રેલવે સ્ટેશનો પર ખાદ્ય પદાર્થો તેમજ પીવાના પાણીની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ડિવિઝનના મેડિકલ વિભાગના હેલ્થ ઇન્સ્પેક્ટરો દ્વારા વિવિધ સ્ટેશનો પર નિયમિત અને સઘન નિરીક્ષણ કરીને કેટરિંગ સ્ટોલ, ફૂડ આઉટલેટ, વોટર કૂલર, વોટર બૂથ અને વોટર હટમાંથી ખાદ્ય પદાર્થો તથા પીવાના પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે. મુખ્ય સ્ટેશનોની સાથે-સાથે નાના અને વે-સાઇડ સ્ટેશનોને પણ આ તપાસ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા…

Read More

રાજસ્થાનથી લઈને મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક અને હરિયાણા સુધી સાયબર ફ્રોડનું નેટવર્ક ગુજરાતમાં સૌથી વધુ ૧.૫૨ લાખ યુઝર્સ મળ્યા, રૂ.૧૨૧૧ કરોડનું બેલેન્સ ફ્રીઝ કરાયું હોવાનો ખુલાસો (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૩ઃ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં હાહાકાર મચાવનાર જઉ ઙફુ અને અઙગઅ ઙફુ એપ્લિકેશન આધારિત સાયબર ફ્રોડના કૌભાંડમાં અમરેલી સાયબર પોલીસે વધુ એક મોટી સફળતા મળી છે. ત્યારે આ બનાવમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા ડીવાયએસપી જયવીર ગઢવીએ મોટો ખુલાસો કર્યો છે. કરોડો રૂપિયાની છેતરપિંડી સાથે સંકળાયેલા આ સમગ્ર પ્રકરણમાં અમરેલી પોલીસે અત્યાર સુધીમાં આશરે ૧૫ લાખ યુઝર્સનું એનાલિસિસ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ૬…

Read More

લાઠી APMC ચેરમેન દકુભાઈ પડસાળાની સરકારને રજૂઆત (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૩ઃ અમરેલી જિલ્લાના લાઠી ખાતે આવેલ APMCના ચેરમેન દકુભાઈ પડસાળા દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને MSP  હેઠળ થતી કૃષિ પેદાશોની ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ પત્ર પાઠવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ અને ખેડૂતલક્ષી બનાવવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ખજઙ હેઠળ થતી ખરીદી માટે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, પરંતુ હાલની પ્રક્રિયામાં ખાસ કરીને કેટલાક વર્ગના ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ખેડૂતોને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં…

Read More

ડી સ્ટાફ પાસે ૭ મુદ્દાની માહિતી માંગી, નામ-એડ્રેસથી લઈ સગા-સંબંધીમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં Rajkot તા.૨૩ઃ રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે. રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા તમામ પોલીસ વડા પાસેથી ડી સ્ટાફનો એક ડિટેઇલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, જેમાં તમામ પોલીસકર્મીઓ અને તેમના સગા-સંબંધીની પણ માહિતી માંગવામાં આવી છે.ખાસ કરીને પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવામાં આવી છે. જેના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના…

Read More