Author: Vikram Raval

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૯ઃ મોરબીની પરાબજારમાં આવેલ મોબાઈલ દુકાનમાંથી ૪૦ મોબાઈલ આધાર પુરાવા કે બીલ વગરના મળી આવતા એસઓજી ટીમે ૪૦ મોબાઈલનો મુદામાલ કબ્જે લઈને દુકાનદારને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એસઓજી ટીમ મોરબી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન પરા બજાર મેઈન રોડ પર આવેલ શ્રી ખેતશ્વર મોબાઈલ દુકાનમાં ચેકિંગ કર્યું હતું જે દુકાનમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ ૪૦ મળી આવ્યા હતા જેના બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું દુકાનદારે જણાવ્યું હતું જેથી ૪૦ નંગ મોબાઈલ કીમત રૂ ૨ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો અને દુકાનદાર દિનેશ ભમરારામ પુરોહિત રહે હાલ…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૯ઃ ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ધોળે દિવસે હાથફેરો કર્યો હતો મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ ૨.૪૭ લાખની મત્તા અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસની ધાક રહી ના હોય તસ્કરો ધોળે દિવસે ચોરીને અંજામ આપી રહયા છે ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૪૧) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે ફરિયાદી અને પત્ની તેમજ દીકરા માલદેવની પત્ની દિવ્યા ત્રણેય ઘરકામ, રસોઈ બનાવી ટીફીન લઈને ડેરી નાકા રોડ પર આવેલી દુકાને ગયા હતા બાદમાં દીકરાની…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૯ઃ નીચી માંડલ નજીક સિરામિકની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સેગા ગ્રાનીટો સિરામિકની લેબર કોલોનીમાં રહીને કામ કરતા અમિતભાઈ રામસેવક (ઉ.વ.૨૫) નામના યુવાને રાત્રીના દશેક વાગ્યે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૯ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જેતપર ગામે મોડી રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની મંજુરી લીધા વિના પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ ઈન્સ્પેકટરે ફરિયાદી બની ૨૧ આરોપીઓના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પીઆઈ નીલેશભાઈ ઘેટિયાએ આરોપીઓ નેહુલ ધીરજલાલ અમૃતિયા, હર્ષદ ચતુરભાઈ અઘારા, રાજુભાઈ ભુદરભાઈ કંડિયા, દીપક નાથાભાઈ ઝાકાસણીયા, લાલજી ઘનશ્યામભાઈ જાકાસણીયા, લલિત ઉર્ફે ભોટીયો ચીકુભાઈ અઘારા, કોકાભાઈ બચુભાઈ કંડિયા, અમિત બચુભાઈ કંડિયા, નરેશ બચુભાઈ અઘારા, નંદલાલ પ્રભુભાઈ અમૃતિયા, ગોવિંદ ધરમશીભાઈ અમૃતિયા, ચતુર છગનભાઈ અઘારા, લાભુભાઈ અમરશીભાઈ વરસડા, હિરેન ચંદુભાઈ અઘારા, વિપુલ…

Read More

હપ્તો જમા કરાવવા માટે પ્રોસેસ કરાવી હપ્તાની રકમ મેળવી છેતરપીંડી આચરી (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૯ઃ મોરબીના યુવાનને બેંકના કસ્ટમર કેર કર્મચારી તરીકે ઓળખ આપી હપ્તો જમા કરાવવાની પ્રોસેસ કરાવી એક્સીસ બેંક ખાતામાંથી રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબીના ત્રાજપર રોડ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આનંદકુમાર ખીમજીભાઈ દેગામા (ઉ.વ.૩૩) વાળાએ આરોપીઓ મોબાઈલ નંબર ૯૧૫૩૯ ૭૫૧૯૩ અને મો નં ૮૨૦૦૮ ૪૭૯૨૮ ના ધારક તેમજ  બેંક ખાતા ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં યુવાને જણાવ્યું છે કે ફરિયાદી વાંકાનેર ચંદ્રપુર ખાતે  બેંકમાં પગાર ખાતું ધરાવે છે વાંકાનેર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગાડીની…

Read More

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી આગામી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને એએપીએ ૨૩ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી Gandhinagar, તા.૧૯ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. AAPએ કુલ ૪૪ બેઠકોમાંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વોર્ડ નંબર ૧થી ૧૧ સુધીના વિવિધ વોર્ડમાંથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર થવાની શક્યતા છે. ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માટે આમ આદમી પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કામાં કુલ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.…

Read More

શહેરના મેઘાણીનગર રૂટ પર ચાલતી બે જુદી-જુદી બસો એક જ રજિસ્ટ્રેશન નંબર સાથે દોડતી જોવા મળી Ahmedabad, તા.૧૯ મેઘાણીનગર વિસ્તારમાં મુસાફરો અને સ્થાનિક લોકોની નજર સામે એક જ નંબર ધરાવતી બે ઈ-બસ એક જ રૂટ પર દોડતી જોવા મળી હતી. બંને બસો એક જ રૂટ પર સંચાલિત થતી હોવાનું સામે આવતા આ ઘટનાએ AMTSના બસ સંચાલનની વ્યવસ્થા અંગે ચર્ચા જગાવી છે. એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને બસની રાહ જોવી પડતી હોવાની ફરિયાદો રહે છે, ત્યારે બીજી તરફ એક જ રૂટ પર એક જ નંબરની બે બસો દોડતી જોવા મળતાં બસોના રૂટ અને શિડ્યુલ ફાળવણીની પ્રક્રિયા સામે સવાલ ઊભા થયા…

Read More

ઘટનાના વિરોધમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું, મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મોકૂફ રખાઈ Mumbai, તા.૧૯ દેશની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી સંસ્થા આઈઆઈટી બોમ્બેમાંથી એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષીય દ્વિતીય વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જીવનનો અંત આણી દીધો હતો. મૃતક વિદ્યાર્થીની ઓળખ સાહિલ વાકોડે તરીકે થઈ છે. પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન દ્વારા છૈં ટૂલ ચેટજીપીટીનો ઉપયોગ કરવાના મામલા બાદ આ પગલું ભરવામાં આવતા શૈક્ષણિક જગતમાં હલચલ મચી ગઈ હતી. ઘટનાના વિરોધમાં કેમ્પસમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હતી.…

Read More

Madhya Pradeshના આગર માલવા જિલ્લાના નલખેડા સ્થિત મા બગલામુખી મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો Bhopal, તા.૧૯ મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં આવેલા પ્રસિદ્ધ મા બગલામુખી મંદિર પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે. રાત્રે પડેલા ભારે વરસાદના કારણે પાણીમાં તણાઈ જવાથી કારમાં સવાર ૮ શ્રદ્ધાળુઓના મોત થયા છે. મળતી માહિતી મુજબ, કેટલાક શ્રદ્ધાળુઓ મા બગલામુખીના દર્શન કરવા માટે નલખેડા આવ્યા હતા. રાત્રે વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે મંદિર પાસે આવેલા વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ અચાનક ખૂબ જ વધી ગયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓની કાર પાણીના તેજ પ્રવાહની ઝપેટમાં આવી ગઈ અને નાળામાં તણાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં…

Read More

મોદીએ નવી દિલ્હીમાં ધ ફ્યુચર ઓફ એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધી New Delhi, તા.૧૯ નવી દિલ્હીમાં આયોજિત ’ધ ફ્યુચર ઓફ એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ’ વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતા PM Modiએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો પર કાર્બન ઉત્સર્જનની જવાબદારી ઘણીવાર ખોટી રીતે નાખવામાં આવે છે. વિજ્ઞાન ભવનમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્લોબલ સાઉથના અનેક દેશો અહીં ઉપસ્થિત છે, પરંતુ ઐતિહાસિક વાસ્તવિકતા એ છે કે આજે પણ ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતા અડધા કરતાં પણ ઓછું છે. વડાપ્રધાને જણાવ્યું કે ભારતે પર્યાવરણ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. પાછલા…

Read More