- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
UGC Billના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે થયું ધર્ષણ Firozabad, તા.૨૦ રવિવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આગ્રાથી ફિરોઝાબાદ સુધી, સવર્ણ જાતિના સમુદાયના સભ્યો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આગ્રામાં ટ્રાફિક જામ અને ટ્રેક્ટર કૂચ જોવા મળી હતી, જ્યારે ફિરોઝાબાદના ગાંધી પાર્કમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. બેરિકેડ તોડીને આગળ વધતાં, તેઓ પોલીસ સાથે ધર્ષણ થયું હતું. ઘર્ષણમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જો કે આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભાના આહ્વાન…
સાગરનગરમાં જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સો ઝબ્બે, બંને સ્થળેથી રૂ.૩૦,૩૦૦ની રોકડ જપ્ત Rajkot તા.૧૯ઃ શહેર પોલીસે બે સ્થળોએ જુગારના દરોડા પાડ્યા છે જેમાં રેલનગરમાં મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટના ફ્લેટમાં મહિલા સંચાલિત જુગાર રમતી આઠ મહિલા જયારે સાગરનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના રેલનગરમાં હરિદ્વાર સોસાયટી શેરી નંબર-૧માં આવેલા મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૧૦૩ના ફ્લેટમાં મહિલાઓ જુગાર રમી રહી છે, જે બાતમીના આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી જુગાર રમાડનાર જ્યોતિબેન જીજ્ઞેશભાઈ પંડ્યા, સ્વાતિબેન જસવંતભાઈ દુધરેજીયા (રહે-મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટ),…
જીતુ પરમાર Mangrol તા.૧૯ઃ માંગરોળ બંદર પર દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે ’ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ (આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઈ દિવસ) ઉજવવામાં આવે છે. આ વર્ષે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સિસ દ્વારા એક મેગા પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં ચલાવવામાં આવી રહ્યો છે. આ ક્લીનઅપ ડે’ યોજના અંતર્ગત સીઆઈએફટી ના અધિકારી ઇન્કોઇસ , ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માંગરોળ નગરપાલિકા, મહાવીર મચ્છિમાર સોસાયટી તેમજ વન વિભાગ સહિતની વિવિધ સંસ્થાઓએ એકસાથે મળીને માંગરોળ બીચની સફાઈ કરવાનો સંકલ્પ લીધો છે. આ સફાઈ ઝુંબેશમાં માંગરોળની શાળાઓના વિદ્યાર્થીઓ, સ્થાનિક સામાજિક કાર્યકર વેલજીભાઈ મસાણી, મહાવીર મચ્છિમાર મંડળીના દામોદરાભાઈ ચામુડિયા, વેરાવળના ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ તથા અન્ય મહાનુભાવો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ…
જૂની અદાવતમાં ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ; પોલીસે ગણતરીના કલાકોમાં ચારેયને ઝડપી તપાસ શરૂ કરી (દિનેશ જોશી દ્વારા) Kodinar તા.૧૯ઃ કોડીનાર શહેરમાં બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં મધરાત્રીના સમયે એક યુવાનને રોકી માર મારવા તેમજ તેના ઉપર ફાયરિંગ કર્યાના આક્ષેપ સાથેની ઘટના સામે આવતા ચકચાર મચી છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા કોડીનાર પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં કોડીનારના સાગર નરસિંહભાઈ શિયાળ મોટરસાયકલ લઈને બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બસ સ્ટેન્ડ નજીક ઉભેલા કુલદીપભાઈ વાઢેર, બીપીનભાઈ વાઢેર, તુષાર…
આલેખનઃ વિનોદ માછી નિરંકારી સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને ’પ્રથમપૂજ્ય’, ’વિઘ્નહર્તા’, ’બુદ્ધિદાતા’ અને ’મંગલમૂર્તિ’ તરીકે પૂજવામાં આવે છે.કોઈપણ પૂજા,અર્ચના,વ્રત,યજ્ઞ કે શુભ કાર્યનો પ્રારંભ ગણેશજીના સ્મરણ અને પૂજન વિના અપૂર્ણ ગણાય છે.પંચદેવ શિવ,વિષ્ણુ,દુર્ગા,સૂર્ય અને ગણેશ..ની પૂજામાં ગણેશજી મુખ્ય સ્થાન ધરાવે છે.’ગણેશ પુરાણ’, ’મુદ્ગલ પુરાણ’, ’શિવ પુરાણ’ અને ’બ્રહ્મવૈવર્ત પુરાણ’ જેવા ધર્મગ્રંથોમાં ભગવાન શ્રી ગણપતિના અવતાર,દિવ્ય લીલાઓ અને તેમના ગૂઢ સ્વરૂપનું ગંભીર શાસ્ત્રીય વિવેચન કરવામાં આવ્યું છે.ગણેશજી કેવળ આકૃતિ કે દેવતા નથી પરંતુ તેઓ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ,સદબુદ્ધિ અને રિદ્ધિ-સિદ્ધિના સાક્ષાત દાતા છે. ગણેશ પુરાણ અને શિવ પુરાણ અનુસાર ભગવાન શ્રી ગણેશજીનો દિવ્ય પ્રાગટ્ય-અવતાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શાસ્ત્રોક્ત…
૧૫,૬૦૦ બોટલ વિદેશી દારૂ, ટ્રક અને ત્રણ મોટરસાયકલ સહિત મુદ્દામાલ કબજે; નાથાભાઈ મોરી સહિત સાત આરોપીઓની શોધખોળ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૯ઃ જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કુલ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢ્યો છે. દરોડા દરમિયાન દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરી અન્ય સ્થળે વેચાણ માટે સગેવગે કરવાની તૈયારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનના…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૯ઃ જામનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડે વર્ષ ૨૦૧૮ના જમીન પચાવી પાડવાના કાવતરામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેરમાંથી ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના ઈન્ચાર્જ પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફ નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતો. દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી અલ્તાફહસેન સન/ઓફ આબીદહસેન પીરમિયા સૈયદ, રહે. રઘુનંદન સોસાયટી, રાજકોટ, મૂળ રહે. સીંગસર ગામ, તા. સૂત્રાપાડા, જિ. ગીર સોમનાથ, રાજકોટ શહેરના ગેબનશાપીર રોડ પર હોવાની…
સગીરાની તબીબી તપાસ બાદ પોક્સો અને દુષ્કર્મની કલમો ઉમેરવા કાર્યવાહી (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૯ઃ ધ્રોલ તાલુકાના સોયલ પંથકમાંથી આશરે ચાર માસ પહેલાં સગીરાનું અપહરણ થયાના બનાવમાં ધ્રોલ પોલીસે વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી સગીરા તથા આરોપીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શોધી કાઢ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાની તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૧૩૭(૨) તથા ૮૭ હેઠળ સગીરાના અપહરણ અંગે ગુનો નોંધાયો હતો. સગીરા તથા આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મકવાણા, કલ્પેશભાઇ કામરીયા, હરદેવસિંહ જાડેજા સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૯ઃ જામનગર શહેરમાં દાંડિયા હનૂમાન મંદિર સામે આવેલા ભાગમાંથી આશરે ૫૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ ખાતે પહોંચતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, દાંડિયા હનૂમાન મંદિર સામે આવેલા ભાગમાં આશરે ૫૦ વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર હિતેશગિરિ લાલગીરી સ્થળ પર પહોંચ્યા હતા અને માનવતાના ધોરણે બેભાન પુરુષને સારવાર…
સગીરાને ભાવનગર, રાજકોટ અને દ્વારકા લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ , જામનગર પરત ફરતા પોલીસના હાથે ઝડપાયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૯ઃ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરી તેણીને ભાવનગર, રાજકોટ અને દ્વારકા સહિતના અલગ-અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી મહેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, નવાગામ ઘેડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયા બાદ આરોપી તેને પોતાની સાથે ભાવનગર, રાજકોટ, દ્વારકા સહિતના સ્થળોએ લઈ ગયો હતો. આ દરમિયાન અલગ-અલગ સ્થળોએ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે…
