- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
પરીક્ષણના અલગ-અલગ દોર દરમિયાન જેમિની AI એ પોતાની સાયબર ક્ષમતાઓનો ઉપયોગ કર્યો New Delhi, તા.૧૯ ગૂગલનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)મોડેલ ‘Google Gemini’ માનવ નિયંત્રણમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયાની ૩ મોટી કંપનીઓને હૅક કરી ચૂક્યું હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, આ ઘટના આ વર્ષે મે મહિનામાં સાયબર સુરક્ષા ફર્મ ‘ઇરરેગ્યુલર’ દ્વારા આયોજિત એક નિયમિત પરીક્ષણ દરમિયાન બની હતી. આ સમગ્ર માહોલ ‘કેપ્ચર-દ-ફ્લેગ’ સાયબર ટેસ્ટ દરમિયાન ખોટી ઓળખ અને ઓપન ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે શરૂ થયો હતો. ટેસ્ટ દરમિયાન જેમિનીને એક કાલ્પનિક કંપનીમાંથી ડેટા ચોરવાનું નિર્દેશન અપાયું હતું, જેનું નામ ભૂલથી એક વાસ્તવિક કંપની સાથે મળતું…
પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો Jamnagar, તા.૧૯ , જામનગર શહેરમાં દારૂબંધીના કાયદાને ખુલ્લેઆમ પડકારતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા એક અડ્ડા પર દરોડો પાડીને સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં સમંદરસિંગ ભરતસિંગના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી નકલી દારૂ બનાવવા માટેનો શંકાસ્પદ સામાન મોટી માત્રામાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૯૬ પ્લાસ્ટિકની ખાલી બોટલો અને ૨૭૦ ઇંગ્લિશ દારૂની બોટલોના ઢાંકણાં કબજે કર્યા છે. આરોપીઓ…
ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો Ambaji, તા.૧૯ ભાદરવી પૂનમનો અંબાજી ખાતે યોજાતા મેળામાં ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, બસ કે ખાનગી વાહનો મારફતે માતાજીના દર્શન માટે અંબાજી પહોંચતા હોય છે. આ ભક્તજનોને બસ ઉપરાંત રેલવે સેવાનો પણ લાભ મળે તે માટે સરકાર દ્વારા નવી રેલવે લાઈન સાથે અંબાજી સ્ટેશનના નિર્માણ કામને મંજૂરી આપી છેલ્લા ત્રણેક વર્ષથી કામગીરી શરુ કરાઈ છે. જોકે, રેલવેના રિપોર્ટ પ્રમાણે ધીમી ગતિએ ચાલતી કામગીરીને જોતા આગામી ૩-૪ વર્ષ સુધી ભક્તોને નવી રેલ કનેક્ટિવિટી મળવી મુશ્કેલ છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બનાસકાંઠા…
કરંટથી મોતની શંકા, પી.એમ. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે Ahmedabad, તા.૧૯ અમદાવાદના વટવામાં ગામડી જવાના રોડ ઉપરથી વરસતા વરસાદમાં બે યુવકોને મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં બંને મિત્રો ૧૭મી સપ્ટેમ્બરના રોજ એ.સી રિપેરિંગ કરવા માટે જવાનું કહીને ઘરેથી ગયા હતા અને ૧૮મી સપ્ટમ્બરના રોજ સવારે તેના મૃતદેહ મળી આવ્યા હતા. શરીરે ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. કરંટથી મોતની શંકા સેવાઈ રહી છે, જો કે, ત્યાંથી જીવતા કોઈ વાયર પણ મળી આવ્યા ન હતા. મળતી માહિતી અનુસાર, શાહવાડી નારોલ ખાતે રહેતા ૨૭ વર્ષીય રજનીકાંત ચૌહાણ અને જમાલપુરમાં રહેતા ૩૭ વર્ષીય દિપક પરમાર બંને મિત્રો ગઈકાલે એ.સી. રિપેરિંગ કરવા જવાનું…
૨૦૧૭ના વિસ્ફોટ પછી માઉન્ટ મેન્ટાપ નીચેની જમીન તેની મૂળ સ્થિતિમાં પાછી ફરી નથી: સંશોધક New Delhi, તા.૧૯ ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોને કારણે તેના મુખ્ય પરમાણુ પરીક્ષણ સ્થળની આસપાસ Earthquakeમાં વધારો થયો હશે. આ પ્રવૃત્તિ ૨૦૧૭ માં દેશના છેલ્લા પરીક્ષણ પછી વર્ષો સુધી ચાલુ રહી છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમય જતાં આ ભૂકંપોની સંખ્યા અને શક્તિ વધી રહી છે.વૈજ્ઞાનિકોએ ૨૦૦૮ થી ૨૦૨૫ સુધીના ભૂકંપીય ડેટાનું વિશ્લેષણ કર્યું. તેઓએ માઉન્ટ મેન્ટાપની આસપાસ ૧,૩૯૯ ભૂકંપ નોંધ્યા, જ્યાં ઉત્તર કોરિયાએ ૨૦૦૬ અને ૨૦૧૭ ની વચ્ચે છ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આ તારણ અસામાન્ય છે કારણ કે પરમાણુ વિસ્ફોટો સાથે…
ટેસ્ટોસ્ટેરોન કુદરતી રીતે વૃદ્ધત્વ સાથે ઘટે છે, આ જાતીય કામગીરી, મૂડ અને હાડકાની મજબૂતાઈ સહિત ઘણી બાબતોને અસર કરી શકે છે New Delhi, તા.૧૯ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, પેન્ટાગોને ૩૦ અને તેથી વધુ ઉંમરના પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત બનાવતી ઔપચારિક માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા ગુરુવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવી હતી. જોકે, હાલ પૂરતું, આ સિસ્ટમ ફક્ત પુરુષ સૈનિકોને જ લાગુ પડશે. જુલાઈમાં સંરક્ષણ સચિવ પીટ હેગસેથેના પ્રારંભિક આદેશમાં બધા સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોનની ઉણપ પરીક્ષણ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ નવી ક્લિનિકલ માર્ગદર્શિકા ખાસ કરીને “પુરુષ સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપ” ને સંબોધિત કરે છે.નવી માર્ગદર્શિકા જણાવે છે…
Americaમાં પ્રવેશતા તમામ નાગરિકોની ચીજવસ્તુઓ ચેક કરવાનો સુરક્ષા અધિકારીઓને અધિકાર: કોર્ટ Washington, તા.૧૯ Americaની કોર્ટે એક ચુકાદાના સંદર્ભમાં કહ્યું હતું કે અમેરિકામાં એન્ટ્રી લેતા નાગરિકોના લેપટોપ, મોબાઈલ સહિતના ડિવાઈસની તપાસ કરવા માટે અધિકારીઓને વોરન્ટની જરૂર નથી. તેને પ્રાઈવસી હેઠળ આવરીને બંધારણીય અધિકાર ગણી ન શકાય. કોર્ટે કહ્યું કે તે સીમા સુરક્ષાનો ભાગ હોવાથી તેના માટે વિશેષ પરવાનગીની જરૂર નથી. આ નિર્ણયથી અમેરિકન એરપોર્ટ પર વિદેશી નાગરિકોની પજવણી વધે તેવી ભીતિ છે.અમેરિકાની કોર્ટમાં ચિનવેન્દુ એલિસિગ્વેના કેસની સુનાવણી થઈ હતી. અરજદારના મોબાઈલ અને લેપટોપની અમેરિકન અધિકારીઓએ એરપોર્ટ પર તલાશી લીધી હતી અને તેમાંથી મળેલા પુરાવાના આધારે તેના પર મની લોન્ડરિંગનો કેસ થયો…
‘ચૂંટણી પછી ઈરાન સામેનું યુદ્ધ ખતમ થઈ જશે’ Washington, તા.૧૯ અમેરિકન પ્રમુખ Donald Trump તાજેતરમાં જ ઈરાન સાથેના તણાવ અને યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થઈ જશે અને દુનિયાભરના દેશો આ યુદ્ધનો અંત ઈચ્છી રહ્યા છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ જલદી જ સમાપ્ત થઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકો ક્યારેય એવું નહીં ઈચ્છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય અને તેવું ક્યારેય બનવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ યુદ્ધ પૂરું થયા પછી…
Washington, તા.૧૯ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B Visaને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને H-1B Visa પર ૧ લાખ ડૉલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે.અમેરિકામાં H-1B Visaના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે ૐ-૧મ્ વિઝા પર ૧,૦૦,૦૦૦ ડૉલરની ફી લગાવતા જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ સાથે જ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની…
જિનપિંગ અમેરિકા પહોંચે એ પહેલા જ યુએસ પ્રમુખે ‘બોમ્બ’ ફોડ્યો Beijing, તા.૧૯ ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાતને લઈને US President Donald Trump મહત્ત્વના નિવેદનો આપ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધો અને આગામી મુલાકાતને લઈને અનેક મોટા ખુલાસા સામે આવ્યા છે.ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો છે અને મને પૂરી આશા છે કે શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે. પ્રમુખ શી સાથે અમારા સારા સંબંધ રહ્યા છે અને તેમની આ મુલાકાત ખૂબ જ સારી રહેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા અલગ-અલગ મહત્ત્વપૂર્ણ કરારો અને…
