Author: Vikram Raval

મનુ ભાકર અને પવન સેહરાવતે ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રની શક્તિનું પ્રદર્શન કરીને ત્રિરંગો લહેરાવ્યો New Delhi,તા.૧૯ આઈચી-નાગોયામાં ૨૦૨૬ની એશિયન ગેમ્સની ભવ્ય શરૂઆત થઈ છે. પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં એશિયાભરના ખેલાડીઓ અને અધિકારીઓ એક મંચ પર ભેગા થયા હતા. ભારતીય ટુકડીએ પણ ઉત્સાહ અને ગર્વ સાથે કૂચ કરી હતી. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય શૂટર મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું, તેમના હાથમાં ત્રિરંગો હતો. તેમની પાછળ, ભારતીય ખેલાડીઓની એક મોટી ટુકડી ગર્વથી સ્ટેડિયમમાં પ્રવેશી અને આ ખાસ ક્ષણ જોઈ. ભારતીય ટુકડીનો પ્રવેશ ઉદ્ઘાટન સમારોહની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક હતી.…

Read More

Ahmedabad,તા.૧૯ અમદાવાદના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો આપનાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ૨૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે એક વ્યક્તિ બેેરલ માર્કેટ નજીક ખજૂરી રોડ પર આવેલી એલન નગર મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં ગાંજાનું વેચાણ કરી રહ્યો…

Read More

Ahmedabad,તા.૧૯ દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ CM Bhupendra Patel અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનના શુભારંભ કરાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે, એટલે દેશના લોકોનો આજે પણ તેમના પર ભરોસો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિકાસની સાથે પર્યાવરણને પણ એટલું જ મહત્ત્વ આપે છે. તેમણે ‘મિશન લાઇફ’ નો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનએ ‘કેચ ધ રેઇન’ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક ખેતી જેવાં અભિયાન શરૂ કરાવ્યાં, જે આજે જનઆંદોલન બની ગયાં છે. વડાપ્રધાનએ વિકાસની સાથે હંમેશાં પર્યાવરણ સંરક્ષણની…

Read More

Rajkot,તા.૧૯ રાજકોટના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના ૧૦માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ જિંદગી ટૂંકાવી છે. મૂળ આંધ્રપ્રદેશની ૧૯ વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે ૧૦ વાગ્યે આ પગલું ભર્યું હતું. મૃતક યુવતી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એઆઇ બેઝ અભ્યાસ કરતી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં સુસાઇડ કર્યું હતું. મળતી માહિતી મુજબ, આજે સવારે સાડા ૧૦ વાગ્યાના અરસામાં શોભરણિકાએ હોસ્ટેલના ૧૦મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. વિદ્યાર્થીનીએ ઝંપલાવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર…

Read More

અપક્ષ ઉમેદવાર દીપાંશુ શોકીન ઉપપ્રમુખ પદ પર વિજય મેળવ્યો New Delhi,તા.૧૯ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામો બહાર આવ્યા છે.DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા. યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહે જીત મેળવી. યશ દબાસે પ્રમુખ પદ, રિયા છાબરાએ સચિવ પદ અને લક્ષ્ય રાજ સિંહે સંયુક્ત સચિવ પદ જીત્યા. અપક્ષ ઉમેદવાર દીપાંશુ શોકીન ઉપપ્રમુખ પદ પર વિજય મેળવ્યો. કોંગ્રેસ સાથે જોડાયેલા રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ ભારતીય ચાર કેન્દ્રીય પેનલ પદોમાંથી એક પણ પદ જીતી શક્યા નહીં.ગયા વર્ષે એબીવીપી એ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદો જીત્યા હતા, જ્યારે એનએસયુઆઇએ ઉપપ્રમુખ પદ જીત્યા હતા. પ્રમુખપદની ચૂંટણીમાં ૨૪,૫૭૬…

Read More

Ambaji,તા.૧૯ યાત્રાધામ અંબાજી અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ગબ્બર પંથકમાં એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો છે. ગબ્બર વિસ્તારમાં આવેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધસી પડતાં નજીકમાં જ ઊભેલો એક કિશોર તેની ચપેટમાં આવી ગયો હતો. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર સહિત મૃતકના પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક માહિતી અનુસાર, અંબાજીના ગબ્બર વિસ્તારમાં રહેતો ૧૫ વર્ષીય કિશોર વિશાલ શંકરભાઈ ભરથરી નજીકની એક લારી પાસે ઊભો હતો. તે સમયે જ સતત વરસાદના કારણે નબળી પડી ગયેલી પ્રોટેક્શન દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. દીવાલનો ભારે મલબો લારી પર પડતાં લારી દબાઈ ગઈ હતી અને ત્યાં ઊભેલો વિશાલ…

Read More

Amreli,તા.૧૯ સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં પિતા અને પાંચ વર્ષની પુત્રીના મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આર્થિક સંકટથી પરેશાન ૪૦ વર્ષીય કિશોરભાઈ ધાણકે પોતાની પાંચ વર્ષની પુત્રી હિમાંશીના મોત  બાદ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન સુસાઈડ નોટ તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. કિશોરભાઈ ધાણક હાડીડા ગામમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા અને બાંધકામ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. બનાવના દિવસે તેઓ બાકી નાણાંની ઉઘરાણી માટે મહુવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. સાંજના સમયે પત્ની મંજુબેન અને પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે…

Read More

Rajkot,તા.૧૯ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં કેવડાવાડી મેઈન રોડ પર આવેલ વોલ્ગા ઘી ડેપો ખાતે રેઇડ કરીને ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરાવવામાં આવેલ છે. સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ વિભાગ દ્વારા લુઝ ઘીના ૩ નમૂના, હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનું પ્રીમિયમ ઘી સહિતના ઘીના કુલ છ જેટલા નમૂના લેવામાં આવ્યા છે. તેમજ પરીક્ષણ અર્થે તમામ છ નમૂના ચકાસણી અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. વિગતે વાત કરીએ…

Read More

Ahmedabad,તા.૧૯ અમદાવાદમાં મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ચાર્જને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ મોલ અને કોમર્શિયલ સ્થળોએ પાર્કિંગ ચાર્જ વસૂલવાનો રસ્તો ખુલ્યો છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાય નહીં તેવો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ હુકમને રદબાતલ ગણાવ્યો છે. મળતી માહિતી મુજબ, મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા અંગેનો મુદ્દો લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. હાઇકોર્ટના અગાઉના આદેશમાં મોલ અને કોમર્શિયલ સ્થળોએ આવતા મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ માટે…

Read More

Ahmedabad,તા.૧૯ ગુજરાતમાં નવરાત્રિ ૨૦૨૬ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પરંપરાગત ગરબા સાથે નવા કમ્પોઝિશન, લોકગીતો અને ટ્રેન્ડિંગ ગીતોનો સંગમ જોવા મળશે. અનેક જાણીતા કલાકારો અને સિંગર્સ ખેલૈયાઓને ગરબે ઘૂમાવવા માટે તૈયાર છે. સિંગર હાર્દિક દવેના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિને માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રાખીને તેના મૂળ ભાવ અને પરંપરા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે, ‘વેન્યૂ’ જેવા શબ્દને બદલે ‘ગરબી ચોક’ જેવા પરંપરાગત શબ્દોના ઉપયોગથી…

Read More