સમાલખા,૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ “ભક્તિ માત્ર શબ્દ નથી,જીવન જીવવાની સજગ યાત્રા છે” આ પ્રેરણાદાયી વિચાર નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે હરિયાણા ખાતે આવેલ સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખામાં આયોજિત ‘ભક્તિ પર્વ સમાગમ’ના પવિત્ર અવસર પર શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં વ્યક્ત કર્યા હતા.
આ અવસરે સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિતજીના પાવન સાનિધ્યમાં શ્રદ્ધા-ભક્તિ અને આધ્યાત્મિક આનંદની અનોખી ઝલક જોવા મળી હતી.દિલ્હી એન.સી.આર. સહિત દેશ-વિદેશમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુ ભક્તોએ આ દિવ્ય સંત સમાગમમાં ભાગ લઈને સત્સંગ દ્વારા આધ્યાત્મિક આનંદ અને આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.આ પવિત્ર અવસરે પરમ સંત સંતોખસિંહજી સહિત અનેક સંત મહાપુરૂષોના તપ-ત્યાગ અને તેમના બ્રહ્મજ્ઞાનના પ્રચાર-પ્રસારમાં આપેલા અમૂલ્ય યોગદાનનું ભાવપૂર્ણ સ્મરણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ભક્તિ-સેવા અને સમર્પણના મૂલ્યોને આત્મસાત કરવાનો સંકલ્પ લીધો હતો.
સમાગમ દરમિયાન અનેક વક્તાઓ,કવિઓ અને ગીતકારોએ પોત-પોતાની શૈલીમાં ગુરૂમહિમા, ભક્તિભાવ અને માનવ કલ્યાણના સંદેશાઓને અત્યંત ભાવપૂર્ણ રીતે રજૂ કર્યા હતા.સંતોના પ્રેરણાદાયી ઉપદેશોએ હાજર શ્રદ્ધાળુઓના હૃદયને સ્પર્શીને તેમના જીવનને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવ્યું હતું.
ભક્તિની મહિમા પર પ્રકાશ પાડતાં સદગુરૂ માતાજીએ કહ્યું કે ભક્તિ કોઈ નામ કે દેખાડો નથી પરંતુ પોતાની અંદરની સભાનયાત્રા છે.સાચી ભક્તિ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે આત્મમંથન દ્વારા અન્યના પહેલાં પોતાનું પરીક્ષણ કરીએ,પોતાની ખામીઓને સુધારીએ અને દરેક ક્ષણ જાગૃત જીવન જીવીએ. અજ્ઞાન દશામાં થયેલી ભૂલો સુધારી શકીએ પરંતુ જાણી જોઈને બીજાને દુઃખ પહોંચાડવું,બહાનાં બનાવવાં કે ચતુરાઇભર્યા શબ્દો ઉચ્ચારવા એ ભક્તિ નથી કારણ કે ભક્તનો સ્વભાવ ઉપકારક હોય છે.દરેકમાં નિરાકાર પ્રભુને જોઈને સરળ અને નિષ્કપટ વ્યવહાર કરવો અને બ્રહ્મજ્ઞાન પછી સેવા-સુમિરણ અને સત્સંગથી આ અનુભૂતિને જાળવી રાખવી એ જ ભક્તિ છે.અંતે ભક્તિ એ નામની નહીં,જીવનની પસંદગી છે.
સદગુરૂ માતાજી પહેલાં નિરંકારી રાજપિતાજીએ ભક્તિપર્વના અવસરે સમજાવ્યું કે ભક્તિ કોઈ પદ-ઓળખ કે પોતાની બનાવેલી વ્યાખ્યા નથી પરંતુ બ્રહ્મજ્ઞાન મેળવીને કર્તા-ભાવનો અંત થવાથી ઉત્પન્ન થયેલ જીવન જીવવાની રીત છે.અમે સંતોના વચનામૃત તેથી જ માન્યા છે કારણ કે ગુરૂનું વચન માનવું અમારા માટે સ્વાભાવિક હતું,જ્યારે આપણે ઘણી વખત સંતવાણીને ન માનીને મનમાની કરીએ છીએ.સત્ય અને ભક્તિની વ્યાખ્યા એક જ છે,જો ભક્તિને સિદ્ધિઓ કે અહંકાર સાથે જોડીએ તો કર્તા-ભાવ જીવંત રહે છે. ભક્તિ કોઈ સોદો નથી,પ્રેમની પસંદગી છે,જ્યાં પ્રયાસ રહે છે પરંતુ દાવો રહેતો નહીં તેથી અરદાસ એ જ છે કે પોતાની બધી વ્યાખ્યાઓ છોડીને એવું જીવન જીવીએ કે જ્યાં વચન,સેવા,સુમિરણ અને સત્સંગ સ્વભાવ બની જાય કારણ કે ભક્તિ પોતાની વ્યાખ્યા પર આધારીત હોય તો તે ભક્તિ નથી.
સદગુરૂ માતાજીએ માતા સવિન્દરજી તથા રાજમાતાજીના જીવનને ભક્તિ,સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત પ્રતિક ગણાવતાં કહ્યું હતું કે આ માતૃશક્તિઓનું સંપૂર્ણ જીવન નિરંકારી મિશન માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે,જે દરેક શ્રદ્ધાળુને સેવા અને સમર્પણની પ્રેરણા આપે છે.
નિરંકારી મિશનનો મૂળ સિદ્ધાંત એ જ છે કે ભક્તિ પરમાત્મા તત્વને જાણીને જ પોતાના વાસ્તવિક અને સાર્થક સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે.સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના અમૂલ્ય પ્રવચનોએ શ્રદ્ધાળુઓને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી ભક્તિના વાસ્તવિક અર્થને સમજવા તથા તેને પોતાના દૈનિક જીવનમાં અપનાવવાની પ્રેરણા આપી.
પ્રેસનોંટ આપનારઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
9726166075

