દર્દીઓને આપવામાં આવતું ભોજન ગ્રહણ કરી અને સ્વાદની ગુણવત્તા ખાતરી કરી
Rajkot તા.૭ઃ
શહેરના વિડીયો સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર કમલ ડોડીયા દ્વારા ભોજન વ્યવસ્થામાં સરપ્રાઈઝ ચેકિંગ કરી અને ભોજનની તૈયારી, મેનુ, ગુણવત્તા, સમયસર, વિતરણ દર્દીઓ, સુધી ભોજન પહોંચાડવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવી અને સૂચનો કર્યા હતા.આ અંગે મળતી માહિતી મુજબ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ માં ભોજનની વ્યવસ્થા અંગે ગઈકાલે તબીબી અધિક્ષક ડો કમલસિંહ ડોડીયા દ્વારા ભોજન વ્યવસ્થાને લઈને સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી
જેમાં દર્દીઓ માટે તૈયાર કરવામાં આવતા ભોજન ની સામગ્રી વ્યવસ્થા અંગે સંબંધિત જવાબદાર કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી જેમાં ભોજન ની તૈયારી મેનુ, ગુણવત્તા, સ્વચ્છતા, સમયસર વિતરણ તથા દર્દીઓ સુધી ભોજન પહોંચાડવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી આ દરમિયાન ડોક્ટર કમલસિંહ ડોડીયા દ્વારા દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલું ભોજન જાતે નિરીક્ષણ કરી ભોજન પણ લીધું હતું જેથી ગુણવત્તા અને સ્વાદ અંગે પ્રત્યક્ષ રીતે ખાતરી કરી શકાય તેમણે દર્દીઓને આપવામાં આવતા ભોજન સ્વચ્છતા પૌષ્ટિક અને ગુણવત્તા જળવાઈ રહે તેમ જ દર્દીઓને સમયસર યોગ્ય ગુણવત્તા વાળું ભોજન મળી રહે તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા સરપ્રાઈઝ મુલાકાતથી વહીવટી તંત્ર અને ભોજન વિભાગમાં સ્તબ્ધ થયા હતા

