Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: ભાજપના કાર્યકરો ભાજપ સામે જ રસ્તા પર ઉતરી આવ્યા, કેસરિયો પહેરી કમલમમાં હલ્લાબોલ
    ગુજરાત

    Gandhinagar: ભાજપના કાર્યકરો ભાજપ સામે જ રસ્તા પર ઉતરી આવ્યા, કેસરિયો પહેરી કમલમમાં હલ્લાબોલ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૪

    ગુજરાત ભાજપના ગઢ ગણાતા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ભાજપમાં જ આંતરિક અસંતોષ સપાટી પર પહોંચ્યો છે. માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ સામે તેમના જ મતવિસ્તારના ભાજપના કાર્યકરો અને સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. જે.એસ. પટેલ સામે સ્વપક્ષના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો છે અને કમલમ ખાતે કેસરી ખેસ પહેરીને જ ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે

    ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે વેડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. માણસાના વેડા ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ગામના બિસ્માર રોડ બાબતે ધારાસભ્ય જે.એસ. પટેલને વારંવાર રજૂઆતો કરી રહ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, ધારાસભ્ય દ્વારા રોડ બનાવવાની દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

    માણસાના વેડા ગામે વિકાસના દાવાઓ વચ્ચે ગામના રસ્તાઓ ન બનતા ગ્રામજનોની ધીરજ ખૂટી હતી અને તેઓ ગાંધીનગર સુધી ન્યાય માંગવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે, પ્રદર્શનકારીઓ ભાજપના જ સક્રિય કાર્યકરો અને સમર્થકો હતા. તેઓએ ગળામાં ભાજપનો કેસરી ખેસ ધારણ કરીને જ પોતાની જ પાર્ટીના ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં વેડા ગામના ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં નાનાં બાળકો, મહિલાઓ અને યુવાનોનો પણ સમાવેશ થતો હતો.

    કમલમની બહાર એકઠા થયેલા આ લોકોએ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું અને રોડ બનાવવાની જીદ સાથે ધરણા પર બેસી ગયા હતા. સમગ્ર મામલે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે આ રોષે ભરાયેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી. તેમજ તમામ ગ્રામજનોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી અને આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપી હતી.

    સ્થાનિકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓને વિશ્વાસ છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમની વાત સાંભળશે અને તેઓને ન્યાય અપાવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. હાલમાં તો ભાજપના પ્રદેશ નેતાગીરી દ્વારા ગ્રામજનોને આશ્વાસન આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ, પોતાના જ ધારાસભ્ય સામે પક્ષના કાર્યકરોનો આ પ્રકારનો વિરોધ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ નેતાગીરી વેડા ગામના આ પ્રશ્નનું કેટલા સમયમાં નિરાકરણ લાવે છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે
    Next Article Suratમાં ખાડીપૂર નિવારણ માટે મનપાના આયોજન પર ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ સવાલો ઉઠાવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026
    ગુજરાત

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    ગુજરાત

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 02:47
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.