Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે
    લેખ

    જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરીને હવે ભગવાન આગળના ત્રણ શ્ર્લોકો (૪/૩૫-૩૭)માં તત્વજ્ઞાનનું વાસ્તવિક માહાત્મય બતાવે છે. હવે ગીતા શ્ર્લોક(૪/૩૭)માં ઉદાહરણ આપીને સમજાવે છે કે.. 

    યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરૂતેઽર્જુન

    જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરૂતે તથા 

    (અર્જુન-હે અર્જુન ! યથા-જે રીતે, સમિદ્ધઃ-ભડભડતો, અગ્નિઃ-અગ્નિ, એધાંસિ-ઇંધણોને, ભસ્મસાત્-સર્વથા ભસ્મ, કુરૂતે-કરી નાખે છે, તથા-તેવી જ રીતે, જ્ઞાનાગ્નિઃ-જ્ઞાનરૂપી અગ્નિ, સર્વકર્માણિ-સમગ્ર કર્મોને, ભસ્મસાત્-સર્વથા ભસ્મ, કુરૂતે-કરી નાખે છે.)

    હે અર્જુન ! જે રીતે ભડભડતો અગ્નિ ઇંધણોને સર્વથા ભસ્મ કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે.(ગીતાઃ૪/૩૭) 

    કર્મના સિદ્ધાંતનો અહી અપવાદ બતાવે છે. બધાં કર્મો ભોગવવાં જ પડે,છુટકો જ નહી-આ કર્મનો સિદ્ધાંત છે પરંતુ તેમાં આટલો અપવાદ છે કે જો કર્તા જીવાત્માને જ્ઞાન થઇ જાય તો પેલાં કર્મો સ્વયં પોતે જ જ્ઞાનાગ્નિમાં બળીને ખાખ થઇ જાય પછી કશું ભોગવવાનું ના રહે. કર્મભોગની શૂન્યતા બે રીતે થઇ શકેઃ ભોગવીને કર્મોને ખપાવીને અને કર્મોને બાળીને.. ગીતા બંન્ને પ્રક્રિયાને માને છે. જ્ઞાન ના થાય તો કર્મો ભોગવવાનાં, જો જ્ઞાન થાય તો જ્ઞાન જ કર્મોને બાળી નાખે છે પછી ભોગવવાનાં રહેતાં નથી. ખરેખર તો જ્ઞાનની વ્યાખ્યા જ એવી થાય છે કે જે કર્મોને બાળે તે જ્ઞાન. 

    બીજો એક પક્ષ ક્ષમાપક્ષ છે. ઇશ્વર ક્ષમા કરનારા છે. તે પોતાના ભક્તોનાં કર્મોને ક્ષમા કરી દે છે જેથી હવે પછી તેને કર્મભોગ રહેતો નથી. જો રાજા ક્ષમા કરી શકે તો રાજાનોય રાજા પરમેશ્વર કેમ ક્ષમા ન કરી શકે? આ ક્ષમાપક્ષ છે. 

    ‘યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરૂતેઽર્જુન’ શ્ર્લોક ૪/૩૬માં ભગવાને જ્ઞાનરૂપી નૌકા દ્વારા તમામ પાપ -સમુદ્રને તરવાની વાત કહી છે એનાથી એ પ્રશ્ન પેદા થાય કે પાપ-સમુદ્ર તો શેષ રહે જ છે પછી તેનું શું થશે? આથી ભગવાન ફરીથી બીજું દ્રષ્ટાંત આપતા રહીને કહે છે કે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ કાષ્ટ વગેરે તમામ ઇંઘણોને એવી રીતે ભસ્મ કરી દે છે કે તેમનો સહેજપણ અંશ શેષ રહેતો નથી એવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ તમામ પાપોને એવી રીતે ભસ્મ કરી દે છે કે તેમનો સહેજપણ અંશ શેષ રહેતો નથી. 

    બધાં જ પાપ ખલાસ થઇ જાય. ગીતાકાર જે પાપના દરીયાની વાત કરે છે તે દ્વેતાભાસ-દ્વેતનો આભાસરૂપી પાપ છે. હું મારી શક્તિથી ઉભો રહું છું, તારાથી જુદો રહું છું અને કામ કરૂં છું-આ કલ્પના જ પાપ કહેવાય છે. જ્ઞાની સબંધથી દ્વેતભાવ ચાલ્યો જાય અને આત્મસાક્ષાત્કાર થાય છે. ભગવાન કહે છે કે જે જ્ઞાન હું તને કહું છું તે જીવનનું જ્ઞાન છે તે મેળવવા માટે તારી પાસે એક શસ્ત્ર હોવું જોઇએ અને તે શસ્ત્ર છે-શ્રદ્ધા. ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય તો જ્ઞાન મળે છે. આત્મશ્રદ્ધા-ઇશશ્રદ્ધા અને ગુરૂશ્રદ્ધા. આ ત્રણ શ્રદ્ધા જેટલી વધારે તેટલું જ્ઞાન મળતું જાય છે. 

    સમિધના લાકડા તેની જાત, આકાર, સ્થિતિ, રંગ વગેરે ગમે તેવા હોય જ્યારે તેમને હવનકુંડમાં નાખવામાં આવે છે અને અગ્નિ તેમને હજમ કરી જાય છે ત્યારે ઉત્પન્ન થતી રાખ તો એક સરખી જ હોય છે. વેદીમાં જે રાખનો ઢગલો રહે છે તેમાં આપણે આ રાખ અમુક કાષ્ઠની છે અને આ બીજા કાષ્ઠની છે એ ભેદ પારખી કરતા નથી. આ શ્ર્લોકમાં કહે છે કે એવી જ રીતે જ્ઞાનના અગ્નિમાં સારાં-નરસાં કે ગમે તે કોટિના કર્મો ભસ્મીભૂત થઇ જાય છે. જાડાઇ-વજન-ગંધ વગેરે ધરાવતાં ઘન લાકડાં અંતે જ્યારે ભસ્મ બની જાય છે ત્યારે લગભગ વજનહીન બની જાય છે અને આછો ભૂખરો સિવાય તેમને બીજો કશો રંગ હોતો નથી. 

    ‘જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરૂતે તથા’ જેવી રીતે અગ્નિ કાષ્ઠને ભસ્મ કરી દે છે તેવી જ રીતે તત્વજ્ઞાનરૂપી અગ્નિ સંચિત-પ્રારબ્ધ અને ક્રિયામાન-ત્રણે કર્મોને ભસ્મીભૂત કરી દે છે. સમગ્ર કર્મ ત્રણ વર્ગમાં વહેચવામાં આવ્યાં છેઃ હજુ સક્રિય બન્યા ના હોય તે-સંચિત કર્મ, સક્રિય-પ્રારબ્ધ અને હજી હવે સક્રિય થવાનાં હોય તે આગામી કર્મ. ગીતામાં સર્વે કર્મો ભસ્મીભૂત થવાનું જે કહેવામાં આવ્યું છે એવાં સમગ્ર સંચિત અને આગામી કર્મોનો સમાવેશ થાય છે, પ્રારબ્ધ કર્મો ભોગવવાથી જ નષ્ટ થાય છે. 

    જેવી રીતે અગ્નિમાં કાષ્ઠનો અત્યંત અભાવ થઇ જાય છે તેવી રીતે તત્વજ્ઞાનમાં સઘળા કર્મોનો અત્યંત અભાવ થઇ જાય છે. જ્ઞાન થતાં કર્મો સાથે અથવા સંસાર સાથે સર્વદા સબંધ-વિચ્છેદ થઇ જાય છે. સબંધ-વિચ્છેદ થતાં સંસારની સ્વતંત્ર સત્તાનો અનુભવ થતો નથી પરંતુ એક પરમાત્મતત્વ જ શેષ રહી જાય છે. 

    વાસ્તવમાં તમામ ક્રિયાઓ પ્રકૃતિના દ્વારા જ થાય છે (૧૩/૨૯) તે ક્રિયાઓ સાથે પોતાનો સબંધ માની લેવાથી કર્મો થાય છે. નાડીઓમાં લોહી વહેવું, શરીરનું બાળકથી યુવાન થવું, શ્વાસોનું આવવું-જવું, ભોજનનું પચવું વગેરે ક્રિયાઓ જે સમષ્ટિ પ્રકૃતિથી થાય છે તે જ પ્રકૃતિથી ખાવું-પીવું, ચાલવું-જોવું, બોલવું વગેરે ક્રિયાઓ થાય છે પરંતુ અજ્ઞાનવશ તે ક્રિયાઓ સાથે પોતાનો સબંધ માની લે છે, પોતાને તે ક્રિયાઓનો કર્તા માની લે છે, એનાથી તે ક્રિયાઓ ‘કર્મ’ બનીને મનુષ્યને બાંધે છે. આ રીતે માનેલા સબંધથી જ કર્મો થાય છે, અન્યથા ક્રિયાઓ જ થાય છે. 

    તત્વજ્ઞાન થતાં અનેક જન્મોનાં સંચિત કર્મો અજ્ઞાનને આશ્રયે રહે છે આથી જ્ઞાન થતાં જ આશ્રય, આધારરૂપી અજ્ઞાન ના રહેવાથી તેઓ નષ્ટ થઇ જાય છે, ફળજનક રહેતાં નથી. પ્રારબ્ધ કર્મોની ઘટનાનો અંશ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ તો જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી રહે છે પરંતુ જ્ઞાની ઉપર તેની અસર પડતી નથી કારણ કે તત્વજ્ઞાન થતાં ભોકતૃત્વ રહેતું નથી, આથી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવતાં તે સુખી-દુઃખી થતો નથી. આ રીતે તત્વજ્ઞાન થતાં સંચિત-પ્રારબ્ધ અને ક્રિયામાન-ત્રણે કર્મો સાથે સહેજપણ સબંધ રહેતો નથી. કર્મો સાથે પોતાનો સબંધ ન રહેવાથી કર્મો રહેતાં નથી, ભસ્મ થઇ જાય છે, તમામ કર્મ અકર્મ થઇ જાય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમનમાં મોહ-વાસના કે અહંકાર આવી જાય તો નાશનું કારણ બને છે
    Next Article Gandhinagar: ભાજપના કાર્યકરો ભાજપ સામે જ રસ્તા પર ઉતરી આવ્યા, કેસરિયો પહેરી કમલમમાં હલ્લાબોલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે

    September 18, 2026
    લેખ

    ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ

    September 15, 2026
    લેખ

    સભ્યતા, સંસ્કાર અને સમર્પણની ભૂમિ એટલે India

    September 15, 2026
    લેખ

    Rishi Panchami અને સામા પાંચમ ઋષિ સંસ્કૃતિનું પૂજન-વૈચારિક ક્રાંતિ અને ગુરૂઋણ સ્વીકારનું દિવ્ય પર્વ

    September 14, 2026
    લેખ

    મંગળવારે Rishi Panchamiનુ વ્રત રહેવાથી જીવનના બધા અશુભ દોષો નાશ પામે છે

    September 14, 2026
    લેખ

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹237,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 23:20
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.