Surat,તા.31
સોશિયલ મીડિયાની વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની આખરે પોલીસે ધરપકડ કરી છે. વહેલી સવારે હાથ ધરાયેલી ગુપ્ત કાર્યવાહીમાં સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી કીર્તિ પટેલને ઝડપી લેવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે.
તેની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલની પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધા મંજુલાબેન કિર્તીભાઈ પટેલે ‘કુશલ દર્શન વાટીકા’નો ફ્લેટ નં. 203 વર્ષ 2016માં ખરીદ્યો હતો.
2019માં કીર્તિ રણછોડભાઈ પટેલને માસિક રૂ. 9,500ના ભાડે આપ્યો હતો. કીર્તિ પટેલે ભાડાકરાર માટે જરૂરી ઓળખકાર્ડ આપ્યા નહોતા અને ભાડું ચૂકવવાનું બંધ કરી દઈ ફ્લેટ પચાવી પાડ્યો હતો. મકાનમાલિકે રજૂઆત કરતા કીર્તિએ ધમકી આપી હતી કે “લાઈટબિલ હું ભં છું, ફ્લેટ ખાલી નહીં કં. બીજીવાર આવ્યા તો જાનથી મારી નાખીશ.”
દાદાગીરી અને જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાયેલા વૃદ્ધ દંપતીએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને આ સમગ્ર મામલાની તપાસ ACP કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે.

