Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું
    અમદાવાદ

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.૭

    શહેરમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ઈસનપુરમાં એક ચોંકાવનારી ઘટના નોંધાઈ છે. અમદાવાદ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલને મોડી રાત્રે કેસ આપવાના બહાને બોલાવી, તેના ગળે છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી એક્ટિવા લૂંટી લેવાયું હતું. આ મામલે વકીલે વટવાના માથાભારે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.શહેરના કલાપીનગરમાં રહેતા અને સેશન્સ કોર્ટમાં વકીલાત કરતા હર્ષ પ્રજાપતિને ગત સાંજે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ મોહંમદ સુહાન શેખ(રહે. વટવા) જણાવી તેની સામે ગુનો નોંધાયેલો હોવાથી તે ફરાર છે અને કોર્ટ કે ઓફિસે આવી શકે તેમ નથી તેમ કહીને વકીલને કેસ બાબતે ચર્ચા કરવા અને જરૂરી કાગળિયા આપવા માટે શાહઆલમ વિસ્તારમાં મળવા બોલાવ્યા હતા. શરૂઆતમાં વકીલે જવાની ના પાડી હતી, પરંતુ બાદમાં મોહંમદ સુહાને રાત્રે ફરીથી ફોન કરીને તેના એક જૂના ક્લાયન્ટ સોહિલનો રેફરન્સ આપી અગત્યની ફાઈલ બતાવવાનું કહેતા વકીલ પોતાના ભાણેજનું એક્ટિવા લઈને શાહઆલમ દરવાજા પહોંચ્યા હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે હર્ષ પ્રજાપતિ શાહઆલમ ચોકીદાર બાવાની દરગાહ પાસેથી પસાર થઈ ઝારા ફ્લેટ તરફ જઈ રહ્યા હતા ત્યારે લીમડાના ઝાડ નીચે ઊભેલા મોહંમદ સુહાને તેમને ઊભા રાખ્યા હતા. વકીલે ઘરે જઈને વાત કરવાનો ઈનકાર કરતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની કમરમાંથી તીક્ષ્ણ છરી કાઢી વકીલના ગળે મૂકી દીધી હતી. તેણે ધાકધમકી આપી વકીલને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ બાદ વકીલે પોતાના ક્લાયન્ટનો સંપર્ક કરતા તેણે વાહનો પરત અપાવી દેવાની ખાતરી આપી હતી, પરંતુ દિવસો વીતવા છતાં એક્ટિવા પરત ન મળતા અને સતત વાયદાઓ કરાતા આખરે વકીલે ઈસનપુર પોલીસમાં મોહંમદ સુહાન વિરુદ્ધ લૂંટ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: CID Crimeનો દરોડો, બંધ સિરામિક ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ યુરિયા ખાતર ઝડપાયું
    Next Article Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    ગુજરાત

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના વટવામાં ચાલુ વરસાદે બે યુવકોના મૃતદેહ મળ્યા

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 04:51
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.