(મિલાપ રૂપારેલ)
Amreli, તા.21
અમરેલી જિલ્લામાં કાળજાળ ગરમી પડી રહી હોય જેને લઈ લોકોનાં મગજ પણ સાતમાં આસમાને રહેતાં હોય, સામાન્ય બાબતમાં પણ ઝગડાઓ કરી મારામારી કરતાં હોય છે. આવો જ એક બનાવ અમરેલીમાં બનતાં ચકચાર મચી જવાં પામી છે. આ બનવાનાં સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.
અમરેલીના મીની કસ્બા વાડ તારવાડી સામે, શેરી નંબર-2 માં આવેલ સિરાજ મંજીલમાં રહેતાં સિરાજભાઇ મેહબુબભાઇ કુરેશી નામનાં 40 વર્ષીય વેપારી ગત તા.19 ના રોજ રાત્રે 11/10 વાગ્યે અમરેલીના બીનાકા ચોકમાં રૂપમ ટોકીઝ પાસે આવેલ ડીલક્ક્ષ પાનની દુકાન ઉપર બેસેલ હતા તે દરમ્યાન અમરેલીમાં રહેતાં આરોપી દાદલીમીયા રફીકમીયા સૈયદ પોતાની એકટીવા મોટર સાયકલ લઇ આવી પાનની દુકાન સાથે ભટકાવતા વેપારીએ આરોપીને સરખી રીતે મોટર સાયકલ ચલાવવાનું કહેતા જે વાત આરોપીને સારી નહી લાગતા તેમને વેપારીને ગાળો આપી ઢીંકાપાટુનો મુંઢમાર મારી મોટર સાયકલની ડિકીમાંથી છરી કાઢી હતી.
એટલામાં જ બીજા બે આરોપી ઇરફાનભાઇ રફીકભાઇ સૈયદ તથા અજુમીયા રફીકમીયા સૈયદ આવી જઈ વેપારીને પકડી રાખી ઢીંકાપાટુનો મુઢમાર મારી એક આરોપીએ વેપારીના ગુદાના ભાગે છરીના ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતાં ઘવાયેલ યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ છે.

