પરિવાર માં શોકનું મોજુ ફરી વળ્યું પોલીસે તપાસ હાથ ધરી
Rajkot તા.૫ઃ
સાયલામાં રહેતી ૩૨ વર્ષીય પરણિતાએ અગમ્ય કારણોસર ગઈ કાલે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે પરણિતા મૃત જાહેર કરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલામા સરવૈયા મહાદેવ મંદિર નજીક તળાવ પાસે રહેતા સોનલબેન દેવાભાઈ માથાસુરિયા ઉંમર ૩૨ વર્ષીય પરિણીતા ગઈ કાલે સાંજે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે પરણિતાને મૃત જાહેર કરતા સાયલા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકના મોત થી પરિવારમાં શોકનું મોજુ ફરીવળ્યુ હતું આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે મૃતક ના પતિ મજૂરી કામ કરે છે ઘરે કોઈ ન હોય ત્યારે પાછળથી પગલું ભર્યું હતું આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

