Rajkot તા.૫ઃ
વિંછીયા નજીક લાલાવદર થી હિંગોળગઢ નજીક બાઇક લઈને જતા સમયે અજાણ્યા વાહન ફોરવ્હીલ ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે યુવક મૃત જાહેર કર્યા હતી ઘટનાની જાણ થતા વિંછીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક વીંછિયા ગામના છે અને ઘરે પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ વિંછીયા ગામે રહેતા તેજસભાઈ પરસોતમભાઈ ડાભી ઉંમર વર્ષ ૨૯ યુવક ગઈકાલ બપોરે લાલાવદર થી હિંગોળગઢ વચ્ચે બાઈક લઈને ઘરે જતો હતો ત્યારે અજાણ્યા ફોરવીલ ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા વિછીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતાના ઘરે જતી વેળાએ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો મૃતકને બેન અને બે ભાઈ માં મોટા હતા અને શ્રમિક કામ કરતો હતો સંતાનમાં બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો આ અંગે વિછીયા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

