Author: Vikram Raval

Geneva,તા.08 દુનિયાભરમાં ઇન્ટરનેટનાં વધતાં પ્રસાર વચ્ચે બાળકોની સુરક્ષાને લઇને ડરામણી તસવીર સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફ (UNICEF) ની રિપોર્ટ મુજબ, છેલ્લા એક વર્ષમાં દુનિયાભરના આશરે 2 કરોડ બાળકોને ઓનલાઇન યોન શોષણનો સામનો કરવો પડ્યો છે. 21 દેશોમાં ઇન્ટરનેટ વાપરતાં બાળકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર યોન ઉત્પીડન અને અસભ્ય વ્યવહારનો સામનો કર્યો. આમાંથી મોટાભાગનાં કેસ સોશિયલ મીડિયા પર સામે આવ્યાં છે. આંકડાઓ અનુસાર, 12 થી 17 વર્ષની ઉંમરનાં આશરે 1.5 કરોડ બાળકો અણગમતા અને આપત્તિજનક યોન ક્નટેન્ટના સંપર્કમાં આવ્યાં. યુનિસેફે કહ્યું છે કે કુલ આંકડા આના કરતાં ક્યાંય વધુ હોઈ શકે છે. * 90 લાખઃ બાળકો પર યોન વાતચીત કરવા માટે…

Read More

California,તા.08 યુવાનો (જેન-ઝી)માં ડ્રાઇવિંગ સાથે જોડાયેલ એક જૂનો અને ખૂબ જ મહત્ત્વનું કૌશલ્ય ધીરે-ધીરે ગાયબ થઈ રહ્યો છે. તે છે મેન્યુઅલ એટલે કે ગિયર વાળી કાર ચલાવવી. ઓટોમોબાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક દેશોનાં નિષ્ણાતોએ આ અંગે એક અભ્યાસ કર્યો છે. તેમનાં મતે, ક્યારેક દરેક ડ્રાઇવર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવતી આ યોગ્યતા ખતમ થઈ રહી છે. તાજેતરમાં જ અમેરિકાનાં ડ્રાઇવરો પર એક ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં જાણવા મળ્યું છે કે માત્ર 18 ટકા લોકો જ એવા બચ્યાં છે, જે ગિયર વાળી ગાડી ચલાવી શકે છે. જેન-ઝીના 35 ટકા યુવાનોએ સ્વીકાર્યું છે કે તેમણે જિંદગીમાં ક્યારેય મેન્યુઅલ ગાડી…

Read More

New Delhi,તા.08 ઓફિસની ભાગદોડ હોય કે ચાની દુકાન, પેપર કપમાં ગરમ ચા-કોફી પીવી એ રોજિંદી જિંદગીનો હિસ્સો છે. પ્લાસ્ટિક કપના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા આ કપને પર્યાવરણ માટે વધુ સારા માનવામાં આવે છે, પરંતુ નવા રિસર્ચે આની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે. પેપર કપની અંદરની પ્લાસ્ટિક લાઇનિંગ ગરમ પીણાના સંપર્કમાં આવતાં જ અત્યંત નાના નેનોપ્લાસ્ટિક કણો છોડી શકે છે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીનાં રિસર્ચમાં પીએલએ (PLA) અને પીઈ (PE) લાઇનિંગ વાળા પેપર કપની તપાસ કરવામાં આવી. ગરમ પ્રવાહીના સંપર્કમાં આવવાથી પીએલએ લાઇનિંગ વાળા કપમાંથી આશરે 43 લાખ નેનોપ્લાસ્ટિક કણ પ્રતિ મિલીલીટર અને પીઈ લાઇનિંગ વાળા કપમાંથી આશરે 27 લાખ કણ પ્રતિ…

Read More

Russia,તા.08 ઉત્તરી કોકેશસના કાલબાર્ડિનો બાલ્કારિયા વિસ્તારમાં રવિવાર સાંજે એક બરફીલું વાવાઝોડું આવ્યું. જેમાં 6 પર્વતારોહકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઇન્ડોનેશિયામાં 3000 ફ્લાઇટ્સ પર અસર જ્વાળામુખી વિસ્ફોટના કારણે જકાર્તા અને આસપાસના એરપોર્ટ પર 3.4 લાખથી વધુ મુસાફરો ફસાયા. લેબનાનના ગામ પર ઇઝરાયેલી હવાઈ હુમલો ઇઝરાયેલે સોમવારે વહેલી સવારે દક્ષિણ લેબનાનના ગામ પર હુમલો કર્યો. આમાં 12 લોકોના મોત થયા, જેમાં 2 બાળકો અને 4 મહિલાઓ સામેલ છે. મેક્સિકોમાં ધાર્મિક ઉત્સવમાં ધમાકો ચર્ચમાં ઉત્સવ દરમિયાન આતશબાજીમાં ધમાકો થયો, જેનાથી ચર્ચની દીવાલ પડી ગઈ. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયાં અને 60 અન્ય ઈજાગ્રસ્ત થયાં છે.

Read More

Paris,તા.08 હાલ ફ્રાન્સના પાટનગર પેરીસમાં અક્ષર પુરુષોતમ બોચાસણવાસી સ્વામીનારાયણ પંથના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે એક વિવાદ પણ જોડાઈ ગયા છે. દેશભરમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી આ સંસ્થાના સેંકડો સાધુઓ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓના પેરીસ દર્શનમાં વિખ્યાત એફીલ ટાવરની મુલાકાત સમયે ટાવર સંચાલન ટીમમાં જોડાયેલા મહિલા કર્મચારીઓને ફરજ પરથી થોડો સમય દુર રખાતા આ વિવાદ સર્જાયો હતો. શનિવારે સાધુઓનો સમૂહ એફીલ ટાવરની મુલાકાતે ગયા તે સમયે ડયુટી પરના મહિલા કર્મચારીઓને તેમની ડયુટી છોડવા અને સાધુઓ જયાં સુધી એફીલ ટાવર સંકુલમાં હોય ત્યાં સુધી ડયુટી પર નહી આવવા સૂચના અપાઈ હતી. જેમના સ્થાને પુરુષ કર્મચારીઓને ડયુટી સોપાઈ…

Read More

Washington,તા.08 ટેક્સાસ (અમેરિકા) ના રસ્તાઓ પર હવે એવી ટેક્સી આવી ગઈ છે, જેમાં ન તો ડ્રાઇવર છે, ન સ્ટીયરિંગ અને ન તો બ્રેક કે એક્સિલેટર પેડલ. ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ ટેક્સાસની રાજધાની ઓસ્ટિનમાં પોતાની સાયબરકેબને રોબોટેક્સી સર્વિસમાં ઉતારી દીધી છે. 2 લોકોના બેસવાની ક્ષમતા ધરાવતી આ કારને માનવ મદદ વગર ચાલવા માટે બનાવવામાં આવી છે. આની પાછળ સૌથી મહત્વની ટેક્નોલોજી AI છે. કાર પોતાની આસપાસના રસ્તા અને ટ્રાફિકને જોઈને પોતે નક્કી કરે છે કે ક્યારે ચાલવું, ક્યાં વળવું અને ક્યારે રોકાવું. સાયબરકેબમાં ડ્રાઇવરની જગ્યાએ AI નિર્ણયો લે છે. સામે કોઈ બીજી કાર આવી જાય, ટ્રાફિક સિગ્નલ હોય, ચોક આવે કે…

Read More

Mumbai, તા. 8 મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલાં લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં લગભગ 4 એકર (અંદાજે 1.68 લાખ ચોરસ ફૂટ) જમીન રૂા.70 કરોડમાં ખરીદી છે. 4 સપ્ટેમ્બરે નોંધાયેલા આ સોદામાં કુલ ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન સામેલ છે. જેમાંથી સૌથી મોટો સોદો રૂા.63.7 કરોડનો છે, જેમાં 3.09 એકર જમીન અને તેની સાથે 2,100 ચોરસ ફૂટનું એક બાંધકામ પણ સામેલ છે. બાકીનાં બે ટ્રાન્ઝેક્શનમાં સચિને બે જમીન ખંડમાં 50 ટકા અવિભાજિત હિસ્સો ખરીદ્યો છે. આ બે સોદા અનુક્રમે રૂા.4.56 કરોડ અને રૂા.1.75 કરોડના મૂલ્યના છે, જે આશરે 0.77 એકર જેટલી જમીન કવર કરે છે. દસ્તાવેજો મુજબ, આ સમગ્ર જમીનના વ્યવહાર…

Read More

New Delhi,તા.08 સુપ્રીમ કોર્ટે સાત રાજ્યોને નીચલી અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60 થી વધારીને 62 વર્ષ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે અનુભવી ન્યાયિક પ્રતિભાને સતત બહાર જતી રોકવી જરૂરી છે, જેથી ન્યાયિક પદ ખાલી હોવાના કારણે લોકોને ન્યાય મેળવવાથી વંચિત ન રહેવું પડે. શુક્રવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યીય બેંચે કહ્યું કે છત્તીસગઢ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ન્યાયિક સેવાના નિવૃત્તિ નિયમોમાં સુધારો કરીને આયુ સીમા 62 વર્ષ કરવામાં આવે. કોર્ટે નિર્દેશ આપ્યો કે આ રાજ્યોમાં 31 માર્ચ 2026 કે ત્યારબાદ નિવૃત્ત થયેલા ન્યાયિક અધિકારીઓને ફરીથી ન્યાયિક પદ પર કાર્યભાર સંભાળવાનો વિકલ્પ…

Read More

New Delhi,તા.08 પાટનગર દિલ્હીમાં વધતી ગુંડાગીરી તથા અસામાજીક તત્વોના વધારા વચ્ચે હતી. પાટનગરમાં રાષ્ટ્રીયકૃત સન્માનીત મણીપુરી સંગીતકારની કેટલાક ગુંડાઓએ રાત્રીના ખૂબજ ક્રુર રીતે ઢોર માર મારીને હત્યા કરતા દિલ્હી યુનિ. સહિતની સંગીત આલમમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા ઈમ્ફાલથી દિલ્હીમાં વસેલા આ 57 વર્ષના મણીપુરી સંગીતકાર સી.વિક્રમસિંહએ તેના એપાર્ટમેન્ટ બહાર શરાબ પી ધમાલ કરી રહેલા આઠ જેટલા વ્યક્તિઓને સમજાવવા રાત્રીના 11 વાગ્યે નીચે આવ્યા હતા પણ શરાબીઓએ તેમને ઘેરીને ઢોર માર માર્યા અને રોડ પર જ આ સંગીતકારને છોડી નાસી ગયા બાદમાં પરિવારજનોએ હોસ્પીટલમાં તેમને પહોંચાડયા પણ સારવાર સમયે તેમનું મૃત્યુ થયુ હતું. આ તમામ રેસ્ટોરા-ડીલીવરીમાં કામ…

Read More

New Delhi,તા.08 આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સેમીક્નડકટર ચીપ સહિત ઈલેકટ્રોનીક ઉત્પાદનોના પાર્ટસના ભાવ વધતા હવે મોબાઈલ, ટીવી સહિતના હોમ એપ્લાયન્સ બનાવતી કંપનીઓ પણ મુશ્કેલીમાં છે તે સમયે સેમસંગ ઈન્ડીયાએ ભારતમાં તેના સ્માર્ટફોન બ્રાન્ડ સાથે જોડાયેલા 25% સ્ટાફની છટણી કરવાની તૈયારી કરી છે. કંપની હવે ટેલીવિઝન તથા અન્ય હોમ એપ્લાયન્સીસના વ્યાપારને પણ ભારતમાં મર્યાદીત કરી રહી છે તેની સાથે ઈલેકટ્રોનીક બીઝનેસના 80થી100 એકઝીકયુટીવની નોકરી જોખમમાં છે. ખાસ કરીને કંપનીને સેમીક્નડકટર ચીપ વિદેશથી આયાત કરવી પડે છે. જેના કારણે તેનો માર્જીન પર ભારે દબાણ છે. હવે કંપની તેના કર્મચારીઓ જેઓને કુલ ચાર માસના એડવાન્સ પગાર સાથે નોકરી છોડવા ઓફર કરે છે. મોબાઈલ ફોન માર્કેટ…

Read More